gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભીડવાળા સ્થળોનો લાભ ઉઠાવી ચેઈન સ્નેચિંગ-ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 2 મહિલા સહિત 4ની ધરપકડ | Ahmedaba…

G METRO NEWS by G METRO NEWS
January 20, 2026
in GUJARAT
0 0
0
ભીડવાળા સ્થળોનો લાભ ઉઠાવી ચેઈન સ્નેચિંગ-ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, 2 મહિલા સહિત 4ની ધરપકડ | Ahmedaba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : ગુજરાત અને રાજસ્થાનના પ્રખ્યાત ધાર્મિક સ્થળો તેમજ ST બસોમાં ભીડનો લાભ ઉઠાવીને કિંમતી ઘરેણાંની ચોરી કરતી કુખ્યાત ગેંગને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પોલીસે આ ટોળકી પાસેથી 11 લાખ રૂપિયાથી વધુની કિંમતના સોનાના દાગીના જપ્ત કર્યા છે. ઝડપાયેલા ચાર આરોપીઓમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

શ્રદ્ધાળુઓના ગળામાંથી ચેઈન ખેંચતી ગેંગનો પર્દાફાશ

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, આ ગેંગ ખાસ કરીને પૂનમ અને બીજ જેવા ધાર્મિક અવસરોએ મંદિરોમાં ઉમટતી ભક્તજનોની ભીડને નિશાન બનાવતી હતી. ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે આવેલા ગુરુ આશ્રમ અને રાજસ્થાનના રણુજા મંદિર જેવા પવિત્ર સ્થળોએ દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓના ગળામાંથી આ ટોળકી નજર ચૂકવીને સોનાની માળા, પેન્ડલ અને ચેઈન સેરવી લેતી હતી. આ ઉપરાંત, ST બસમાં ચઢતી વખતે થતી ધક્કામુક્કીનો લાભ લઈને મુસાફરોની રુદ્રાક્ષની માળા કે ચેઈન ચોરવામાં પણ આ ગેંગ સક્રિય હતી.

ટેકનિકલ સર્વેલન્સથી ભેદ ઉકેલાયો

ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાયેલી અનેક ફરિયાદોને આધારે ક્રાઈમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, આ ગેંગ સુનિયોજિત રીતે ભીડવાળા વિસ્તારોમાં જ સક્રિય રહે છે. બાતમીના આધારે પોલીસે જાળ બિછાવી ચાર આરોપીઓને દબોચી લીધા હતા.

ઝડપાયેલા આરોપીઓ

જાજ્યા દંતાણી (રહે. નિકોલ, અમદાવાદ) 

સાગર દેવીપૂજક (રહે. ખોખરા, અમદાવાદ) 

જશોદાબેન દેવીપૂજક (રહે. પાટણ) 

ટીનીબેન દેવીપૂજક (રહે. પાટણ)

રૂ.11.18 લાખનો મુદ્દામાલ રિકવર

પોલીસે આરોપીઓ પાસેથી કુલ 92 સોનાના હાર (નેકલેસ), 3 સોનાની ચેઈન, 1 સોનાનું પેન્ડલ અને અન્ય ધાર્મિક ઘરેણાં મળી કુલ રૂ. 11.18 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ દાગીના આગળની કાયદેસરની કાર્યવાહી માટે જે તે સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 21 ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી અઝહર ઝડપાયો, ગુજસીટોકના કેસમાં દોઢ વર્ષથી હતો ફરાર

ગુનાહિત ઈતિહાસ

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલા આરોપીઓ અગાઉ પણ અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ચોરી, જુગાર અને જાહેર અશાંતિ ફેલાવવા જેવા ગુનાઓમાં સંડોવાયેલા છે. આરોપીઓએ રાજસ્થાનના રણુજા મંદિરે દર્શન કરવા ગયેલા બે શ્રદ્ધાળુઓના સોનાના ચેઈન ચોર્યા હોવાની કબૂલાત પણ કરી છે. હાલ આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
ગુજરાતની બસનો રાજસ્થાનમાં અકસ્માત, ટ્રક સાથે ટક્કરમાં 4 મોત, 16 ઈજાગ્રસ્ત | Rajasthan Jodhpur Accide…

ગુજરાતની બસનો રાજસ્થાનમાં અકસ્માત, ટ્રક સાથે ટક્કરમાં 4 મોત, 16 ઈજાગ્રસ્ત | Rajasthan Jodhpur Accide...

અમદાવાદમાં ફાયર સહાયક સ્ટેશન ઓફિસરની પરીક્ષા રદ, સિલેબસ બહારના પ્રશ્નોના આક્ષેપ બાદ AMCનો નિર્ણય | A…

અમદાવાદમાં ફાયર સહાયક સ્ટેશન ઓફિસરની પરીક્ષા રદ, સિલેબસ બહારના પ્રશ્નોના આક્ષેપ બાદ AMCનો નિર્ણય | A...

GPSC પરીક્ષાના કૉલ લેટરની તારીખો જાહેર, આજથી એક અને છ પરીક્ષાની હૉલ ટિકિટ ફેબ્રુઆરીમાં ડાઉનલોડ થશે |…

GPSC પરીક્ષાના કૉલ લેટરની તારીખો જાહેર, આજથી એક અને છ પરીક્ષાની હૉલ ટિકિટ ફેબ્રુઆરીમાં ડાઉનલોડ થશે |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2 દિવસમાં 26 વખત ભૂકંપથી પાકિસ્તાનનું કરાચી હચમચ્યું, શું કોઈ મોટી તબાહીના છે સંકેત? | /karachi regu…

2 દિવસમાં 26 વખત ભૂકંપથી પાકિસ્તાનનું કરાચી હચમચ્યું, શું કોઈ મોટી તબાહીના છે સંકેત? | /karachi regu…

1 year ago
બેન્કોમાં પડી રહેલી દાવા વગરની થાપણોમાં જોવા મળી રહેલો વધારો | The increase in unclaimed deposits in…

બેન્કોમાં પડી રહેલી દાવા વગરની થાપણોમાં જોવા મળી રહેલો વધારો | The increase in unclaimed deposits in…

5 months ago
જૂન માસમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધીને ૧૪ મહિનાની ટોચે પહોંચી | Manufacturing activity rises t…

જૂન માસમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધીને ૧૪ મહિનાની ટોચે પહોંચી | Manufacturing activity rises t…

12 months ago
કોઝ-વે પર કાર અધવચ્ચે પહોંચી ત્યારે પાણીના પ્રવાહના કારણે ઉભી રહી ગઈ | The car stopped halfway on th…

કોઝ-વે પર કાર અધવચ્ચે પહોંચી ત્યારે પાણીના પ્રવાહના કારણે ઉભી રહી ગઈ | The car stopped halfway on th…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News