CM Mamata Banerjee On Murshidabad Violence : વક્ફ સંશોધન કાયદા વિરુદ્ધ પશ્ચિમ બંગાળના અનેક જિલ્લામાં હિંસક દેખાવો, પથ્થરમારાની ઘટના અને આગ ચાંપવાની ઘટનાઓ બન્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ મુર્શિયાબાદ જિલ્લામાં સાંપ્રદાયિક તણાવને ધ્યાને રાખી શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે લોકોને કોઈની ઉશ્કેરણીજનક વાતમાં ન આવવા અને ખોટી અફવાઓથી દૂર રહેવા વિનંતી કરી છે. તેમણે રાજ્યભરના વિવિધ ધાર્મિક સ્થળોના ઉદાહરણો આપીને ધાર્મિક સહિષ્ણુતા વિશે પણ વાત કરી છે.
ગેરમાર્ગે દોરનારાઓ પર ધ્યાન ન આપો : મમતા
મુખ્યમંત્રીએ સાંપ્રદાયિક હિંસા ભડકાવવાના પ્રયાસોની નિંદા કરી છે.