gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અજિત પવાર પણ ‘યુઝ એન્ડ થ્રો’નો શિકાર બનશે? મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત | Does BJP st…

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in INDIA
0 0
0
અજિત પવાર પણ ‘યુઝ એન્ડ થ્રો’નો શિકાર બનશે? મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત | Does BJP st…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Does BJP still need Ajit Pawar in Maharashtra : મહારાષ્ટ્રના રાજકારણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ એક નવી અને તીવ્ર ચર્ચાને જન્મ આપ્યો છે કે  શું ભારતીય જનતા પાર્ટી(BJP)ને હવે નાયબ મુખ્યમંત્રી અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ની જરૂર રહી છે? આ ચૂંટણીઓમાં ભાજપે મેળવેલી પ્રચંડ જીત અને તેની સામે અજિત પવારની NCPના નિરાશાજનક પ્રદર્શને આ સવાલને વધુ પ્રાસંગિક બનાવ્યો છે.

મહાયુતિ ગઠબંધનનો ઉદય અને રાજકીય પૃષ્ઠભૂમિ

મહારાષ્ટ્રનું રાજકારણ હંમેશા ગઠબંધનના જટિલ સમીકરણો પર ચાલતું રહ્યું છે. 2023માં જ્યારે અજિત પવારે શરદ પવારથી અલગ થઈને પોતાની NCP બનાવી અને ભાજપ-શિવસેના (શિંદે જૂથ) સાથે મહાયુતિ ગઠબંધનમાં જોડાયા, ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો હતો. આ પગલાથી ભાજપને મરાઠા અને ગ્રામીણ વોટ બૅંકમાં મજબૂતી મળી હતી. જોકે, આ ગઠબંધન શરૂઆતથી જ અસહજ રહ્યું છે. RSSના મુખપત્ર ‘ઓર્ગેનાઈઝર’ એ પણ ભ્રષ્ટાચારના આરોપો ધરાવતા અજિત પવાર સાથે ગઠબંધન કરવા બદલ ભાજપની ટીકા કરી હતી.

સ્થાનિક ચૂંટણીના પરિણામો અને પવારના ગઢમાં ગાબડું

જાન્યુઆરી 2026માં યોજાયેલી 29 નગર નિગમોની ચૂંટણીએ મહારાષ્ટ્રના રાજકારણને નવો વળાંક આપ્યો. ભાજપે મહાયુતિ ગઠબંધન સાથે મળીને 6859 વોર્ડ બેઠકોમાંથી 3091 બેઠકો જીતી. નગર નિગમોમાં ભાજપે એકલા હાથે 1425 બેઠકો જીતી, જ્યારે શિંદે જૂથની શિવસેનાને 399 અને અજિત પવારની NCPને માત્ર 167 બેઠકો મળી. સૌથી મોટો ઝટકો પવાર પરિવારને તેમના જ ગઢ પૂણે અને પિંપરી-ચિંચવડમાં લાગ્યો, જ્યાં અજિત પવાર અને શરદ પવાર સાથે મળીને લડ્યા હોવા છતાં ભાજપ સામે હારી ગયા.

ભાજપને હવે અજિત પવારની જરૂર કેમ નથી?

સ્થાનિક ચૂંટણીમાં મળેલી આ ઐતિહાસિક જીત બાદ ભાજપમાં એક વર્ગ માની રહ્યો છે કે પાર્ટી હવે NCP પર નિર્ભર નથી. ભાજપના રાજ્ય સ્તરના નેતાઓ NCPથી અંતર બનાવવાની તરફેણમાં છે, જેથી પાર્ટી પોતાના દમ પર સંગઠનનો વિસ્તાર કરી શકે. અજિત પવાર પર લાગેલા સિંચાઈ કૌભાંડના જૂના આરોપોને કારણે પણ ભાજપ માટે તેમની સાથેનું ગઠબંધન એક બોજ સમાન રહ્યું છે.

શું શિંદે સાથેનો તણાવ પવાર માટે ‘સંજીવની’ બનશે?

જોકે, ભાજપ માટે અજિત પવારથી છુટકારો મેળવવો એટલો સરળ નથી. BMC ચૂંટણી બાદ એકનાથ શિંદેના કોર્પોરેટરોને હોટલમાં શિફ્ટ કરવાની ખબરો અને ડોમ્બિવલી-કલ્યાણમાં શિંદે-રાજ ઠાકરેના ગઠબંધનના સમાચારો દર્શાવે છે કે ભાજપ અને શિંદે જૂથ વચ્ચે પણ બધું બરાબર નથી. આવી પરિસ્થિતિમાં ભાજપ વધુ એક સહયોગી ગુમાવવાનું જોખમ કદાચ નહીં લે, જે અજિત પવાર માટે થોડા સમય માટે રાહત બની શકે છે.

શરદ પવાર માટે પણ દરવાજા ખુલ્લા?

આ બધાની વચ્ચે, એક ચોંકાવનારી શક્યતા એ પણ ઉભરી રહી છે કે ભાજપ શિંદે પરની નિર્ભરતા ઘટાડવા માટે શરદ પવાર જૂથની NCP(SP)ને પણ મહાયુતિમાં લાવવાનો વિચાર કરી શકે છે. શરદ પવારની પાર્ટી પાસે લોકસભામાં 8 સાંસદો છે. જો ભાજપ તેમનું સમર્થન મેળવી લે, તો શિંદે પર તેની નિર્ભરતા નોંધપાત્ર રીતે ઘટી જશે, જે મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવો અને મોટો ઉલટફેર લાવી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સનાતનનું સત્ય મોરારિબાપુના મુખેથી -2

સનાતનનું સત્ય મોરારિબાપુના મુખેથી -2

વડોદરામાં પાણીની લાઈન જોડવાની કામગીરીને લીધે કારેલીબાગ ટાંકીના કમાંડ વિસ્તારમાં 1 લાખ લોકોને તા.27મી…

વડોદરામાં પાણીની લાઈન જોડવાની કામગીરીને લીધે કારેલીબાગ ટાંકીના કમાંડ વિસ્તારમાં 1 લાખ લોકોને તા.27મી...

છોટાઉદેપુર: નસવાડીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | Chhota Udepur SOG Cracks…

છોટાઉદેપુર: નસવાડીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો | Chhota Udepur SOG Cracks...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસના 18 ઉમેદવારોને ભાજપથી બચાવવા અજ્ઞાાત સ્થળે લઈ જવાયા | 18 Congress candidates taken to unkn…

કોંગ્રેસના 18 ઉમેદવારોને ભાજપથી બચાવવા અજ્ઞાાત સ્થળે લઈ જવાયા | 18 Congress candidates taken to unkn…

4 months ago
વડોદરાના ખિસકોલી સર્કલ પર કાંસની કામગીરી બની માથાનો દુખાવો, 3 મહિનાથી ટ્રાફિકજામની સમસ્યાથી હાલાકી |…

વડોદરાના ખિસકોલી સર્કલ પર કાંસની કામગીરી બની માથાનો દુખાવો, 3 મહિનાથી ટ્રાફિકજામની સમસ્યાથી હાલાકી |…

8 months ago
સગીરા સાથે દુષ્કૃત્ય કરનાર આરોપીને 20 વર્ષની સખત કેદ | Accused of raping minor gets 20 years rigorou…

સગીરા સાથે દુષ્કૃત્ય કરનાર આરોપીને 20 વર્ષની સખત કેદ | Accused of raping minor gets 20 years rigorou…

1 year ago
ગીર સોમનાથ જિ.પં.ના સદસ્ય અને સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખને અઢી વર્ષની કેદની સજા | Gir Somnath BJP…

ગીર સોમનાથ જિ.પં.ના સદસ્ય અને સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખને અઢી વર્ષની કેદની સજા | Gir Somnath BJP…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News