gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ત્રણ ગુજરાતીઓને પદ્મ શ્રી એવોર્ડ મળશે, મીર હાજી કાસમ, ધાર્મિકલાલ પંડ્યા, નિલેશ માંડલેવાલાને સન્માન |…

G METRO NEWS by G METRO NEWS
January 25, 2026
in GUJARAT
0 0
0
ત્રણ ગુજરાતીઓને પદ્મ શ્રી એવોર્ડ મળશે, મીર હાજી કાસમ, ધાર્મિકલાલ પંડ્યા, નિલેશ માંડલેવાલાને સન્માન |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Padma Awards 2026: પ્રજાસત્તાક દિવસ પૂર્વે કેન્દ્ર સરકારે આજે રવિવારે (25 જાન્યુઆરી) પદ્મ પુરસ્કારો 2026ની જાહેરાત કરી, જેમાં કુલ 45 લોકોને પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરાશે. ત્રણ ગુજરાતી મીર હાજીભાઈ કાસમભાઈ, નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા, ધાર્મિકલાલ ચુનીનાલ પંડયાને પણ કલા અને સામાજિક ક્ષેત્રે સેવા બદલ પદ્મ શ્રી મળશે. 

મીર હાજીભાઈ કાસમભાઈ: પદ્મ શ્રી 

મીર હાજીભાઈ કાસમભાઈને કળા ક્ષેત્રે તેમના યોગદાન માટે તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાશે. તેમને લોકો ‘હાજી રમકડું’ના નામથી પણ બોલાવે છે. ભજન, સંતવાણી, ગઝલ અને કવ્વાલીમાં તેઓ પોતાની આગવી છટાથી ઢોલક વગાડવા માટે જાણીતા છે. તેમણે ગાયો માટે 3 હજારથી વધુ પ્રોગ્રામમાં ઢોલક વગાડ્યું છે. તેમણે 1 હજારથી વધુ સ્ટેજ પ્રોગ્રામ પણ કર્યા છે.

નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા, સામાજિક કાર્યકર, પદ્મ શ્રી 

સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને સામાજિક કાર્ય માટે પદ્મ શ્રી એવોર્ડનું સન્માન આપવામાં આવ્યું છે. તેઓ ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા તરીકે ઓળખાય છે અને ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક છે. નિલેશભાઈના પિતાની વર્ષ 1997માં કિડની નિષ્ફળ થતા, વર્ષ 2004થી તેઓનું  નિયમિત પણે ડાયાલીસીસ કરાવવા જવું પડતું. જેમાં અનેક તકલીફોનો સામનો કર્યા બાદ નિલેશભાઈ દ્વારા વર્ષ 2006માં સુરત થી કિડની દાનથી અંગદાન સેવાનો પ્રારંભ કર્યો હતો. આ અભિયાનનો લિવર, સ્વાદુપિંડ, હૃદય, હાડકા, ફેફસાં, નાનું આતરડું, હાથ અને ગર્ભાશયના દાન સુધી વિસ્તાર થયો હતો,  અત્યાર સુધીમાં ડોનેટ લાઈફ સંસ્થાના ભગીરથ કાર્ય થકી કુલ 1300થી વધારે અંગો તેમજટીસ્યુઓનું દાન કરાવવામાં આવી ચૂક્યું છે.

ધાર્મિકલાલ ચુનીનાલ પંડયા, (આખ્યાન, માણભટ્ટ): પદ્મ શ્રી

ધાર્મિકલાલ ચુનીનાલ પંડયાને પણ પદ્મ શ્રી એવોર્ડનું સન્માન મળશે. જન્મ, 11 ઑગસ્ટ 1932, વડોદરા, તેમણે ત્રણ હજારથી વધુ આખ્યાનના કાર્યક્રમો પ્રસ્તુત કર્યા છે. તેમણે દેશ અને વિદેશમાં આખ્યાન અને માણભટ્ટની કળાનો પ્રચાર અને પ્રસાર કર્યો છે. આરંભકાળે વડોદરાની પોળોમાં આખ્યાનકથાઓ કરી. વડોદરાના રેડિયોસ્ટેશન મારફતે ગુજરાતમાં પ્રસિદ્ધ થયા. તેઓ 1951-52થી આ વ્યવસાયમાં પ્રવૃત્ત છે. ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન સુધી તેઓ કાર્યક્રમો આપી ચૂક્યા છે. આકાશવાણી અને દૂરદર્શન ઉપર તેઓ નિયમિત રીતે કાર્યક્રમો આપતા હતા. પ્રેમાનંદનાં લગભગ 30થી 40 આખ્યાનો તેમને કંઠસ્થ છે. 

દિલ્હીની ભારતીય સંગીત નાટક અકાદમી તરફથી 1952થી આરંભાયેલી પુરસ્કારની પ્રણાલિકામાં 1987માં તેમનું સન્માન થયું. આવું માન પામનાર ગુજરાતમાં તેઓ માત્ર એક છે. પ્રેમાનંદની વિશિષ્ટ પરંપરાને જીવંત રાખવાનો તેમનો પુરુષાર્થ આજીવન રહ્યો. 1981માં શારદાપીઠના શંકરાચાર્યે ‘કીર્તનકેસરી’ અને ‘માણકલા-કૌશલ’ બિરુદોથી તેમને નવાજ્યા. માણ કલાના વિકાસ માટે તેમણે ૮ થી ૯ વર્ષનો એક અભ્યાસક્રમ તૈયાર કર્યો હતો. તેમના બંને દીકરાઓ પ્રદ્યુમન અને મયંક પણ માણભટ્ટ કલાકારો છે.

ધાર્મિકલાલ ચુનીનાલ પંડયા અનેક એવોર્ડથી સન્માનિત

1980માં ગુજરાત રાજ્ય સંગીતનૃત્ય અકાદમી દ્વારા પ્રશસ્તિપત્ર અર્પણ

1983માં ગુજરાત રાજ્ય સંગીતનૃત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર

1984માં વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા ઍવૉર્ડ, 

નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા તરફથી ઍવૉર્ડ

1986માં સ્વામિનારાયણ સંપ્રદાયના તત્કાલીન આચાર્ય તેજેન્દ્રપ્રસાદ દ્વારા સન્માન

1987માં ગુજરાત લોકકલા કેન્દ્ર દ્વારા ઍવૉર્ડ

1987માં અમૃતા સંસ્થા, ચુંવાળ દ્વારા ઍવૉર્ડ 

1991માં પ્રેમાનંદ સુવર્ણચંદ્રક

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભ…
GUJARAT

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભ…

May 27, 2026
પેટ્રોલ-ડીઝલ બચાવવાની વાતો વચ્ચે અમદાવાદમાં એક પણ સાયકલ ટ્રેક નહીં, વિદેશમાં લોકો ગર્વથી ચલાવે તો ભા…
GUJARAT

પેટ્રોલ-ડીઝલ બચાવવાની વાતો વચ્ચે અમદાવાદમાં એક પણ સાયકલ ટ્રેક નહીં, વિદેશમાં લોકો ગર્વથી ચલાવે તો ભા…

May 27, 2026
પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં ભડકો, અદાણી ગેસે ફરી એકવાર 2 રૂપિયાનો વધારો ઝીંક્યો | cng price hi…
GUJARAT

પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં ભડકો, અદાણી ગેસે ફરી એકવાર 2 રૂપિયાનો વધારો ઝીંક્યો | cng price hi…

May 27, 2026
Next Post
નર્મદા જયંતિએ રેવાના કાંઠે ઉમટ્યો ભક્તિનો મહાસાગર, માંગરોળમાં નદીની મધ્યધારામાં અર્પણ કરાઈ 1500 ફૂટ …

નર્મદા જયંતિએ રેવાના કાંઠે ઉમટ્યો ભક્તિનો મહાસાગર, માંગરોળમાં નદીની મધ્યધારામાં અર્પણ કરાઈ 1500 ફૂટ ...

પંજાબમાં RDX બ્લાસ્ટના ઍલર્ટ બાદ ગોધરા રેલવે સ્ટેશન પર હાઈ-એલર્ટ, બોમ્બ અને ડોગ સ્ક્વોડ સાથે સઘન સર્…

પંજાબમાં RDX બ્લાસ્ટના ઍલર્ટ બાદ ગોધરા રેલવે સ્ટેશન પર હાઈ-એલર્ટ, બોમ્બ અને ડોગ સ્ક્વોડ સાથે સઘન સર્...

AI ચશ્મા, એન્ટિ ડ્રોન અને સ્નાઈપર કવર… 26 જાન્યુઆરીએ દિલ્હીમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા | Republi…

AI ચશ્મા, એન્ટિ ડ્રોન અને સ્નાઈપર કવર... 26 જાન્યુઆરીએ દિલ્હીમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા | Republi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

13 વર્ષની દિવ્યાંગ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર ગળતેશ્વરના ડભાલીના આરોપીને 20 વર્ષની સજા | Galateshwa…

13 વર્ષની દિવ્યાંગ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારનાર ગળતેશ્વરના ડભાલીના આરોપીને 20 વર્ષની સજા | Galateshwa…

5 months ago
બંગાળમાં મોટો ખેલ ! મુસ્લિમ બહુમતી ધરાવતા બૂથમાં ભાજપને મળ્યા 97 ટકા વોટ, TMCનો ગરબડનો આરોપ | Bengal…

બંગાળમાં મોટો ખેલ ! મુસ્લિમ બહુમતી ધરાવતા બૂથમાં ભાજપને મળ્યા 97 ટકા વોટ, TMCનો ગરબડનો આરોપ | Bengal…

3 days ago
જૂનાગઢમાં ગેસ ગળતરથી સાળા-બનેવીના મોત, ભેંસાણમાં સેફ્ટી ટેન્ક સાફ કરતા સમયે બની હતી દુર્ઘટના | 2 Dea…

જૂનાગઢમાં ગેસ ગળતરથી સાળા-બનેવીના મોત, ભેંસાણમાં સેફ્ટી ટેન્ક સાફ કરતા સમયે બની હતી દુર્ઘટના | 2 Dea…

1 year ago
G20માં PM મોદીનું ગ્લોબલ લીડર્સ સાથે ખાસ બોન્ડિંગ, મેલોની અને બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ સહિતના દિગ્ગજો…

G20માં PM મોદીનું ગ્લોબલ લીડર્સ સાથે ખાસ બોન્ડિંગ, મેલોની અને બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખ સહિતના દિગ્ગજો…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News