gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અમેરિકાને ભારતનો જડબાતોડ જવાબ! EU સાથે મોટી ડીલ કરી ટેરિફ ઝીંકનારા ટ્રમ્પને મેસેજ | India EU FTA Dea…

G METRO NEWS by G METRO NEWS
January 27, 2026
in INDIA
0 0
0
અમેરિકાને ભારતનો જડબાતોડ જવાબ! EU સાથે મોટી ડીલ કરી ટેરિફ ઝીંકનારા ટ્રમ્પને મેસેજ | India EU FTA Dea…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India EU FTA Deal : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન યુનિયન (EU)ના અધ્યક્ષા ઉર્સુલા વોન ડેર લેયેને ભારત-EU વચ્ચે ઐતિહાસિક ‘મધર ઓફ ઑલ ડીલ્સ’ કરીને વિશ્વભરમાં નવા યુગની અને નવા સંબંધોની શરૂઆત કરી છે. આ સાથે ટેરિફને લઈને ભારત પર દબાણ કરનારા અમેરિકાને પણ મોસોજ મેસેજ મળી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ અને ટ્રેડ યુદ્ધનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે આ જ સમયમાં ભારતે ઈયુ સાથે અત્યાર સુધીની સૌથી મોટો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો છે અને ટ્રમ્પને સંદેશ આપ્યો છે કે, નિયમ મુજબની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં એકમાત્ર વેપાર ભાગીદારી જ સર્વોપરી છે, ધમકી કે ટેરિફ નહીં…

ભારત-EUના સંબંધો નવી ઊંચાઈ પર : PM મોદી

ભારત-યુરોપની સંયુક્ત પત્રકાર પરિષદમાં PM મોદીએ કહ્યું હતું કે, વિશ્વની બે સૌથી મોટી લોકશાહી શક્તિઓએ આજે નવો અધ્યાય સ્થાપિત કર્યો. છેલ્લા ઘણાં વર્ષોથી ભારત અને યુરોપ વચ્ચેના સંબંધો મજબૂત થઈ રહ્યા હતા. આજે આ સંબંધોને નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ. ભારતે આજે વિશ્વના સૌથી મોટા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. આ એગ્રીમેન્ટ સમૃદ્ધિની નવી બ્લૂપ્રિન્ટ છે. ભારત અને યુરોપની આ ડીલ ઈન્ટરનેશનલ સિસ્ટમને સ્થિરતા અને મજબૂતાઈ આપશે. આ સિવાય અમે યુક્રેન, પશ્ચિમ એશિયા, ઈન્ડો-પેસિફિક સહિતના વૈશ્વિક મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી. 

આ પણ વાંચો : ‘મધર ઑફ ઓલ ડીલ્સ’ પર મહોર, PM મોદીએ કહ્યું- ભારત-યુરોપે કર્યો ઈતિહાસની સૌથી મોટો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ

‘સંરક્ષણ-સુરક્ષા માટેની ભાગીદારી વધુ મજબુત બનશે’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ‘ભારત-યુરોપિયને વૈશ્વિક કલ્યાણ માટે આ ભાગીદારી કરી છે. તેમણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ભારત નિયમ આધારિત આંતરરાષ્ટ્રી વ્યવસ્થાને માને છે. સંરક્ષણ અને સુરક્ષામાં ભાગીદારી એ કોઈપણ વ્યૂહાત્મક ભાગીદારીનો પાયો છે. આજે અમે આ ક્ષેત્રોમાં ભાગીદારીને ઔપચારિક રૂપ આપી રહ્યા છે. આનાથી કાઉન્ટર ટેરરિઝમ, દરિયાઈ સુરક્ષા અને સાયબર સુરક્ષામાં અમારી ઈયુ સાથેની ભાગીદારી વધુ મજબૂત બનશે.’

વડાપ્રધાન મોદીએ વિશ્વને સંદેશ આપતા એવું પણ કહ્યું છે કે, ‘ભાગીદારી પ્રત્યે ભારત-ઈયુની પ્રતિબદ્ધતાએ નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને પણ બદલી નાખશે.’

ભારતનો અમેરિકાને સંદેશ !

વડાપ્રધાન મોદીએ વર્તમાન વૈશ્વિક સ્થિતિ પર ટિપ્પણી કરીને તે દેશોને સંદેશ આપ્યો છે, જેઓ પોતાને વિશ્વના નેતા માને છે. તેમણે કહ્યું કે, ‘આજે ગ્લોબલ ઓર્ડરમાં મોટી ઉથલ-પાથલ છે. આ પડકાર વચ્ચે ભારત-ઈયુની ભાગીદારી વૈશ્વિક સિસ્ટમની સ્થિરતાને વધુ મજબૂત કરશે. આ મામલે અમે યુક્રેન, પશ્ચિમ એશિયા, ઈન્ડો પેસિફિક સહિત અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી છે.’

‘વૈશ્વિક સંસ્થાઓનું રિફોર્મ્સ કરવું જરૂરી’

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ટ્રમ્પ સહિત વિશ્વભરના દેશોને સંદેશ આપતા કહ્યું કે, વિશ્વમાં બહુપક્ષવાદ અને આંતરરાષ્ટ્રીય નિયમોના સન્માનને પ્રાથમિકતા આપવી જોઈએ. ભારત અને ઈયુનો એકમત છે કે, વર્તમાન પડકારોનો નિવેળો લાવવા માટે વૈશ્વિક સંસ્થાઓનું રિફોર્મ્સ કરવું જરૂરી છે. દેશોના સંબંધોમાં ક્યારેક એવો સમય આવે છે, જ્યારે ઈતિહાસ પોતે કહે છે કે, અહીંથી દિશા બદલાઈ, અહીંથી એક નવા યુગનું શરૂઆત થઈ. આજે તે ક્ષણ છે.

આ પણ વાંચો : ભારત અને EU વચ્ચે થયેલા વેપાર કરારમાં સામાન્ય નાગરિકોને શું થશે ફાયદો? જાણો સંપૂર્ણ વિગતો

‘તાલમેલથી જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો’  

ઈયુના અધ્યક્ષા ઉર્સુલા વૉન ડેર લેયેને કહ્યું કે, ‘જ્યારે ભારત સફળ થાય છે, ત્યારે વિશ્વ સમુદ્ર, સલામત અને સુરક્ષિત અનુભવે છે. વિશ્વની ચોથી સૌથું મોટું અર્થતંત્ર ભાગીદારી કરી રહ્યું છે, જે સંદેશ આપે છે કે, ભાગીદારી અને તાલમેલથી જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે.’ ભારત સાથે ટ્રેડ ડીલ કરવા માટે લાંબા સમયથી પ્રયાસ કરી રહેલા ઈયુના અધ્યક્ષાએ ટ્રમ્પનું નામ લીધા વગર સંદેશ આપ્યો છે કે, ‘અમે કરી બતાવ્યું છે, અમે મધર ઓફ ઓલ ડીલ્સ પર હસ્તાક્ષર કર્યા છે. આ બે દિગ્ગજોની કહાની છે. અમે વ્યૂહાત્મક નિર્ભરતા ઘટાડી છે. આ એક ઐતિહાસિક ફેરબદલ છે. યુરોપ અને ભારત હંમેશા પ્રગતિને પસંદ કરશે.’

ભારત-EU વચ્ચે ફ્રી ટ્રેડ ડીલને અંતિમ રૂપ

ઉલ્લેખનીય છે કે, ભારત-ઈયુએ ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલને અંતિમ રૂપ આપ્યું છે. આશરે 18 વર્ષ લાંબી વાટાઘાટો બાદ આજે આખરે આ ડીલ પર મહોર વાગી છે. આ ડીલને ‘મધર ઓફ ઑલ ડીલ્સ’ કહેવામાં આવે છે, જે દુનિયાની 25 ટકા GDPનું પ્રતિનિધિત્વ કરે છે. ફ્રી ટ્રેડ ડીલમાં સૌથી મોટી જાહેરાત ઓટોમોબાઈલ ક્ષેત્રને લગતી છે, જે અંતર્ગત યુરોપથી ભારત આવતી કાર પર ટેક્સ ઘટાડીને 10 ટકા કરાશે. યુરોપિયન યુનિયનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ એન્ટોનિયો કોસ્ટા હાલ ભારતના પ્રવાસે છે. આ બંને નેતા ગઇકાલે પ્રજાસત્તાક દિવસની પરેડમાં ચીફ ગેસ્ટ તરીકે જ ભારત આવી ગયા હતા. આ મુદ્દે બંને પક્ષે 26 જાન્યુઆરીએ જ ફ્રી ટ્રેડ ડીલ અંગે વાટાઘાટો શરૂ કરી હતી, જેને 27 જાન્યુઆરીએ આયોજિત 16માં શિખર સંમેલનમાં અંતિમ રૂપ અપાયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આસામ વિધાનસભામાં UCC બિલ પસાર, ઉત્તરાખંડ, ગુજરાત બાદ કાયદો લાગુ કરનાર ત્રીજું રાજ્ય | Assam UCC Bill…
INDIA

આસામ વિધાનસભામાં UCC બિલ પસાર, ઉત્તરાખંડ, ગુજરાત બાદ કાયદો લાગુ કરનાર ત્રીજું રાજ્ય | Assam UCC Bill…

May 27, 2026
Explainer: ‘આઇ લવ મોદી’ના નારા પાછળની હકીકત… સમજો માર્કો રુબિયોના પ્રવાસ બાદ ભારત-અમેરિકાના સંબંધો…
INDIA

Explainer: ‘આઇ લવ મોદી’ના નારા પાછળની હકીકત… સમજો માર્કો રુબિયોના પ્રવાસ બાદ ભારત-અમેરિકાના સંબંધો…

May 27, 2026
TDPની ઐતિહાસિક જાહેરાત: 2029ની ચૂંટણીમાં મહિલાઓને મળશે 33% બેઠકો પર અનામત | nara lokesh tdp 33 perce…
INDIA

TDPની ઐતિહાસિક જાહેરાત: 2029ની ચૂંટણીમાં મહિલાઓને મળશે 33% બેઠકો પર અનામત | nara lokesh tdp 33 perce…

May 27, 2026
Next Post
ભારત અને EU વચ્ચે થયેલા વેપાર કરારમાં સામાન્ય નાગરિકોને શું થશે ફાયદો? જાણો સંપૂર્ણ વિગતો | india eu…

ભારત અને EU વચ્ચે થયેલા વેપાર કરારમાં સામાન્ય નાગરિકોને શું થશે ફાયદો? જાણો સંપૂર્ણ વિગતો | india eu...

એમેઝોનમાં ફરી મોટી છટણીઃ 16,000 લોકોની હકાલપટ્ટી કરાશે, સૌથી વધુ અસર ભારતીયોને થશે | Amazon Layoffs …

એમેઝોનમાં ફરી મોટી છટણીઃ 16,000 લોકોની હકાલપટ્ટી કરાશે, સૌથી વધુ અસર ભારતીયોને થશે | Amazon Layoffs ...

અંબાજી મંદિરથી વિવાદિત સમીર પરીખ ની હડાદ બદલી અનેક વિવાદ માં સપડાયેલા ની અંત બદલી

અંબાજી મંદિરથી વિવાદિત સમીર પરીખ ની હડાદ બદલી અનેક વિવાદ માં સપડાયેલા ની અંત બદલી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દારૃ પીને આવેલા પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ | A case has been registered against a drunk police …

દારૃ પીને આવેલા પોલીસ કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ | A case has been registered against a drunk police …

9 months ago
મુલેરગામની ચોગલે સોલ્ટ કંપનીમાંથી બે બાળ મજૂરોને મુક્ત કરાવ્યા | Two child laborers released from Ch…

મુલેરગામની ચોગલે સોલ્ટ કંપનીમાંથી બે બાળ મજૂરોને મુક્ત કરાવ્યા | Two child laborers released from Ch…

8 months ago
વડોદરા: નવાપુરા વિસ્તારમાં રીક્ષા ચાલકનો કાકા-ભત્રીજા પર હુમલો | Vadodara: Rickshaw driver attacks u…

વડોદરા: નવાપુરા વિસ્તારમાં રીક્ષા ચાલકનો કાકા-ભત્રીજા પર હુમલો | Vadodara: Rickshaw driver attacks u…

2 months ago
ભેળસેળ ધાતુની બંગડીઓ પર ગોલ્ડ લોન ઃ બેન્ક મેનેજર સામે ફરિયાદ | Kolt loan won ekkewe mecha mi nofitfe…

ભેળસેળ ધાતુની બંગડીઓ પર ગોલ્ડ લોન ઃ બેન્ક મેનેજર સામે ફરિયાદ | Kolt loan won ekkewe mecha mi nofitfe…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News