gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પેસેન્જર વાહનો માટે RTO નહીં ખાનગી લેબના ફિટનેસ ટેસ્ટ માન્ય ગણાશે: મળતીયાઓ ભ્રષ્ટાચાર કરીને કમાશે | …

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
પેસેન્જર વાહનો માટે RTO નહીં ખાનગી લેબના ફિટનેસ ટેસ્ટ માન્ય ગણાશે: મળતીયાઓ ભ્રષ્ટાચાર કરીને કમાશે | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Passenger Vehicle Fitness Certificate: ભાજપ સરકારની ભ્રષ્ટાચારને ડામવાની ખાળે ડૂચા અને દરવાજા ખુલ્લા જેવી નીતિનો વધુ એક પરચો મળી ગયો છે. ભ્રષ્ટાચારને સીધું જ પ્રોત્સાહન આપતી હોય તેમ સરકાર દ્વારા રાજ્યોમાં પેસેન્જર વ્હીકલનું ફિટનેસ સર્ટિફિકેટ આરટીઓના બદલે ખાનગી ફિટનેસ સેન્ટરમાંથી લેવાનું ફરજિયાત બનાવી દીધું છે. 

આરટીઓમાં કરેલા ફિટનેસ ટેસ્ટ માન્ય ગણાશે નહીં

કેન્દ્ર સરકારના નવા ફતવા પ્રમાણે પહેલી એપ્રિલથી રાજ્યમાં તમામ પ્રકારના કોમર્શિયલ વ્હીકલ, હેવી- મીડિયમ ગુડ્સ વ્હીકલ, હેવી-મીડિયમ પેસેન્જર વ્હીકલ અને લાઈટ મોટર વ્હીકલ (LMV)નો કોઈપણ આરટીઓમાં કરેલા ફિટનેસ ટેસ્ટ માન્ય ગણાશે નહીં. હવે આ તમામ પ્રકારના વાહનોનો ફિટનેસ ટેસ્ટ ખાનગી  ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન (ATS)માં કરાવવો પડશે અને તેનું ફિટનેસ સર્ટિફિકેટ જ માન્ય ગણવામાં આવશે. 

આ પણ વાંચો: આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે રાહુલ ગાંધી, કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા પ્રોજેક્ટની કરાવશે શરૂઆત

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કાર્યરત 53 ખાનગી કંપનીઓને વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ આપવાની સત્તા હતી. આ પૈકી મોટા ભાગનાં સેન્ટરોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતી ચાલતી હોવાના દાવા થયા હતા. તેની તપાસ માટે સરકારે એક સમિતીની રચના કરી હતી, જેણે ભ્રષ્ટાચારની વાતને સાચી ઠેરવતો રિપોર્ટ ટ્રાન્સપોર્ટ વિભાગને આપ્યો હતો. નવાઈની વાત એવી છે કે, સમિતીના અહેવાલ બાદ આ ખાનગી સેન્ટરો ઉપર પગલાં લેવાના બદલે તેમને છુટ્ટો દોર આપી દીધો છે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ (MORTH)એ પરિપત્ર બહાર પાડીને ખાનગી કંપનીઓને જ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ આપવાની સત્તા આપી દીધી છે.

આરટીઓમાં લગામ કસવામાં બારી બંધ કરી દરવાજો ખોલ્યો 

મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ (MORTH)એ બહાર પાડેલા પરિપત્ર મુજબ, ૧ એપ્રિલથી તમામ આરટીઓને ગુડ્ઝ-પેસેન્જર વ્હીકલની ફિટનેસ ચેક કરી ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરીમાંથી બાકાત કરી દેવાયા છે. તેમનાં બદલે આ સમગ્ર કામગીરી ખાનગી ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશને સોંપી દેવાઈ છે. સૂત્રોમાં ગણગણાટ છે કે, આરટીઓમાં અધિકારીઓ અને એજન્ટ્સના નેક્સસને તોડવા માટે આ પગલું લેવાયું હોવાની વાતો કરાઈ રહી છે, પણ સ્થિતિ તેનાથી તદ્દન વિપરીત છે. સરકારે બારી બંધ કરીને દરવાજો ખોલી આપ્યો છે જેથી પોતાના જ મળતીયાઓ કમાઈ શકે. કેન્દ્ર કેન્દ્ર સરકારે બે વર્ષ પહેલાં જુદેશમાં તમામ વાહનોનાં ફિટેનસ સર્ટિફિકેટ માત્ર ખાનગી એટીએસ દ્વારા જ કરાવવાનો નિર્ણય લીધો હતો. તબક્કાવાર રીતે તમામ આરટીઓને બાકાત કરી દેવાનો નિર્ણય લેવાયો હતો કે જેનો અમલ પહેલી એપ્રિલથી કરી દેવાયો છે. 

ફિટનેસ ટેસ્ટ માટે 2000 સુધી ચાર્જ ચૂકવવો પડશે 

લક્ઝરી બસ, સ્કૂલ બસ, ટ્રક, એમ્બ્યુલન્સ કે ટેક્સી વાહનો સહિતનાં તમામ પ્રકારના કોમર્શિયલ વેહિકલના નિયમાનુસાર આઠ વર્ષ સુધી દર 2 વર્ષે અને ત્યારબાદ દર વર્ષે વાહનનો સોહોય? ફિટનેસ ટેસ્ટ કરાવવો પડતો હોય છે. જેનો નિયત ચાર્જ આરટીઓમાં ચૂકવી ફિટનેસ ટેસ્ટ આપી ફિટનેસ સર્ટિફિકેટ આરટીઓ દ્વારા આપવામાં આવતું હતું. હવે વાહનોના ફિટનેસ સર્ટિફીકેટ માટે રાજ્ય સરકારે 800 રૂપિયાથી માંડીને 2000 રૂપિયા સુધીનો ચાર્જ વસુલવાની સત્તા ATSને આપી છે. લોકોમાં ચર્ચા છે કે, હવે અનેક ગણા પૈસા લઈને અનફિટ વાહનોને પણ પરવાનગી આપી દેવામાં આવે તો જરાય નવાઈ પામવા જેવું નથી.

રાજ્યનાં 53માંથી 20થી વધુ એટીએસમાં ગેરરીતિ પકડાઈ હતી 

સરકારે આરટીઓ કચેરીઓનું કામનું ભારણ ઘટાડવાના બહાને ફિટનેસ ટેસ્ટ કરી સોર્ટફિકેટ આપવાની કામગીરી પ્રાઈવેટ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન્સ (ATS) ને સોંપી છે. ખાનગી ATS માં નીતિનિયમોને નેવે મૂકી અનફિટ વાહનોને પણ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યાં હોવાની ફરિયાદો થઈ હતી. આ કેસમાં નિષ્ણાત અધિકારીઓની સમિતીની જુદી જુદી ૧૦ ટીમો દ્વારા તપાસ કરી થોડા સમય અગાઉ જ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને રિપોર્ટ આપવામાં આવ્યો છે. આ તપાસમાં બે ડઝન જેટલાં ATS ગેરરીતિ એક તો ટેસ્ટિંગ સિસ્ટમમાં જ ચેડાં કરીને અનફિટ વ્હીકલને પણ પૈસા લઈ ફિટનેસ સર્ટિફિકેટ આપી દેવામાં આવતાં હતાં. હવે આ એટીએસ સામે પગલાં લેવાની વાત દૂર રહી તેમને વધારે કામ આપી દેવાયું છે.

પેસેન્જર વાહનો માટે RTO નહીં ખાનગી લેબના ફિટનેસ ટેસ્ટ માન્ય ગણાશે: મળતીયાઓ ભ્રષ્ટાચાર કરીને કમાશે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
નાગાલેન્ડથી બંદૂકનું લાઇસન્સ લાવ્યો હતો ગુજરાતનાં મંત્રીનો પુત્ર: લાઇસન્સ કૌભાંડમાં વધુ એક ધડાકો | l…

નાગાલેન્ડથી બંદૂકનું લાઇસન્સ લાવ્યો હતો ગુજરાતનાં મંત્રીનો પુત્ર: લાઇસન્સ કૌભાંડમાં વધુ એક ધડાકો | l...

ટેરિફ રાહતથી શેરબજાર ખુશખુશાલ! સેન્સેક્સ 1750 પોઈન્ટ ઉછળ્યો, મૂડીમાં 9 લાખ કરોડનો વધારો | /sensex ju…

ટેરિફ રાહતથી શેરબજાર ખુશખુશાલ! સેન્સેક્સ 1750 પોઈન્ટ ઉછળ્યો, મૂડીમાં 9 લાખ કરોડનો વધારો | /sensex ju...

‘વિશ્વના દેશોમાં વક્ફ બોર્ડ નથી, તો ભારતમાં પણ ન હોવું જોઈએ’, દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યનું નિવેદ…

'વિશ્વના દેશોમાં વક્ફ બોર્ડ નથી, તો ભારતમાં પણ ન હોવું જોઈએ', દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યનું નિવેદ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાયલા ખાતેની પ્રસિદ્ધ લાલજી મહારાજની જગ્યાની મોરારીબાપુ દ્વારા વંદના કરવામાં આવશે

સાયલા ખાતેની પ્રસિદ્ધ લાલજી મહારાજની જગ્યાની મોરારીબાપુ દ્વારા વંદના કરવામાં આવશે

7 months ago
વડિયાના લુઘીઘાર ગામે હનીટ્રેપમાં ફસાયેલા રત્ન કલાકારનો આપઘાત | Gemstone artist commits suicide after…

વડિયાના લુઘીઘાર ગામે હનીટ્રેપમાં ફસાયેલા રત્ન કલાકારનો આપઘાત | Gemstone artist commits suicide after…

6 months ago
મોટા અધિકારીઓને બચાવવા નાના કર્મચારીઓને બલીનો બકરો બનાવ્યાં | Ika ewe karak a fen fis ifa usun ewe c…

મોટા અધિકારીઓને બચાવવા નાના કર્મચારીઓને બલીનો બકરો બનાવ્યાં | Ika ewe karak a fen fis ifa usun ewe c…

11 months ago
શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ : સેન્સેક્સ 270 પોઈન્ટ વધીને 83712 | Value buying in stocks reduces: Sense…

શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ : સેન્સેક્સ 270 પોઈન્ટ વધીને 83712 | Value buying in stocks reduces: Sense…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News