gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાહુલ-સોનિયા ગાંધી સામે ચાર્જશીટ મામલે કોંગ્રેસ દેશભરમાં કરશે પ્રદર્શન, જાણો શું છે નેશનલ હેરાલ્ડ કે…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in INDIA
0 0
0
રાહુલ-સોનિયા ગાંધી સામે ચાર્જશીટ મામલે કોંગ્રેસ દેશભરમાં કરશે પ્રદર્શન, જાણો શું છે નેશનલ હેરાલ્ડ કે…
0
VIEWS
Share on FacebookShare on Twitter

National Herald Case: નેશનલ હેરાલ્ડ મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી શકે છે. જો કે, ઈડીએ ગાળિયો કસતા મની લોન્ડ્રિંગ મામલે ચાર્જશીટ દાખલ કરી છે. તપાસ એજન્સીઓ તરફથી દિલ્હીની રાઉઝ એવેન્યૂ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ છે. ઈડીએ બંને નેતાઓને મની લોન્ડ્રિંગ મામલે આરોપી બનાવ્યા છે. હવે આ મામલે આગામી 25 એપ્રિલે સુનાવણી થશે. જેને લઈને કોંગ્રેસ દેશભરમાં આવેલી EDની ઓફિસો બહાર વિરોધ પ્રદર્શન કરશે.

કોંગ્રેસ દેશભરમાં ED ઓફિસની બહાર કરશે પ્રદર્શન

કોંગ્રેસ મહાસચિવ સંગઠન કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ સરકારની વિપક્ષ સામે બદલાની ભાવનાની કોઈ મર્યાદા નથી. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરૂદ્ધ રાજનીતિથી પ્રેરિત અને બનાવટી નેશનલ હેરાલ્ડ મામલાનો ઉપયોગ કરીને કાર્યવાહી કરાઈ રહી છે જેથી વિપક્ષનો અવાજ દબાઈ જાય. આ વડાપ્રધાન અને ગૃહમંત્રીની હતાશાને દર્શાવે છે, જે લોકોની ચિંતાઓને દૂર કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેઓ સતત ભટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે બુધવારે (16 એપ્રિલ, 2025) દેશભરમાં ઈડીની ઓફિસો બહાર વિરોધ પ્રદર્શન કરીશું અને આ પ્રકારની બદલો લેવાની અને ધાકધમકીની રાજનીતિ સામે અમારો મજબૂત વિરોધ નોંધાવીશું.’

શું છે સમગ્ર કેસ?

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ 2012માં ટ્રાયલ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે, કેટલાક કોંગ્રેસી નેતાઓએ ખોટી રીતે યંગ ઈન્ડિયન લિમિટેડ (YIL) દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)નું અધિગ્રહણ કર્યું છે. આ બધુ દિલ્હીમાં બહાદુર શાહ ઝફર માર્ગ પર આવેલા હેરાલ્ડ હાઉસની 2000 કરોડ રૂપિયાની બિલ્ડિંગ પર કબજો કરવા માટે કરાયું. ષડયંત્ર હેઠળ યંગ ઈન્ડિયન લિમિટેડને એજેએલની સંપત્તિનો અધિકાર અપાયો છે.

નેશનલ હેરાલ્ડની સ્થાપના જવાહર લાલ નેહરૂએ સ્વતંત્રતા સેનાનીઓની સાથે મળીને 1938માં કરી હતી. એસોસિએટ્સ જર્નલ્સ લિમિટેડ (AJL) નેશનલ હેરાલ્ડ સમાચાર પત્રની માલિકીની કંપની છે. કોંગ્રેસે 26 ફેબ્રુઆરી 2011એ તેની 90 કરોડની જવાબદારીઓ પોતાના માથે લીધી હતી. તેનો મતલબ એ થયો કે પાર્ટીએ તેને 90 કરોડની લોન આપી દીધી. ત્યારબાદ 5 લાખ રૂપિયાથી આ યંગ ઈન્ડિયન કંપની બનાવવામાં આવી, જેમાં સોનિયા અને રાહુલ ગાંધીની 38-38 ટકા ભાગીદારી છે. બાકીને 24 ટકા ભાગીદારી કોંગ્રેસ નેતા મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાંડીઝ (બંને હવે દિવંગત)ની પાસે હતી.

યંગ ઇન્ડિયનને AJL ની માલિકી મળી

આ પછી, ‘યંગ ઈન્ડિયન’ ને 10 રૂપિયાના AJL ના નવ કરોડ શેર આપવામાં આવ્યા અને બદલામાં યંગ ઈન્ડિયનને કોંગ્રેસનું દેવું ચૂકવવું પડ્યું. 9 કરોડ શેર સાથે, યંગ ઈન્ડિયનને આ કંપનીના 99 ટકા શેર મળ્યા. આ પછી, કોંગ્રેસ પાર્ટીએ પણ 90 કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું. તેનો અર્થ એ કે ‘યંગ ઇન્ડિયન’ ને AJL ની માલિકી મફતમાં મળી.

યંગ ઇન્ડિયન લિમિટેડ (YIL) ની શરૂઆત વર્ષ 2010 માં થઈ હતી. રાહુલ ગાંધી તે સમયે કોંગ્રેસના મહાસચિવ હતા અને તેઓ આ કંપનીના ડિરેક્ટર પણ બન્યા હતા. આ કંપનીની સ્થાપના 5 લાખ રૂપિયાથી થઈ હતી. આ કંપનીમાં રાહુલ ગાંધી ૩૮ ટકા શેર ધરાવતા હતા અને તેમની માતા સોનિયા ગાંધી ૩૮ ટકા શેર ધરાવતા હતા. બાકીના 24 ટકા શેર કોંગ્રેસના નેતાઓ મોતીલાલ વોરા, ઓસ્કાર ફર્નાન્ડીઝ, પત્રકાર સુમન દુબે અને કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાના હતા.

EDએ મની લોન્ડરિંગનો આરોપ લગાવ્યો

EDનો દાવો છે કે YIL દ્વારા AJLની 2,000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ પર કબજો લેવામાં આવ્યો છે. એજન્સીનો એવો પણ આરોપ છે કે આમાં ૯૮૮ કરોડ રૂપિયાનું મની લોન્ડરિંગ પણ કરવામાં આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) પાસે દિલ્હી, મુંબઈ અને લખનૌ સહિત ભારતના અનેક શહેરોમાં રૂ. 661.69 કરોડની સ્થાવર મિલકતો છે અને આ ગુનાહિત આવક દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. યંગ ઇન્ડિયન (YI) પાસે AJL માં ઇક્વિટી શેરના રૂપમાં કુલ રૂ. 90.21 કરોડ ગુનાની રકમ હોવાનું જાણવા મળ્યું.

2021 માં શરૂ થયેલી આ તપાસ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર આધારિત છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના નેતૃત્વએ YIL દ્વારા AJL ની સંપત્તિ માત્ર 50 લાખ રૂપિયામાં હસ્તગત કરી હતી. તપાસ દરમિયાન EDએ નકલી દાન, એડવાન્સ ભાડું અને જાહેરાતની આવકમાં વધારો સહિત નાણાકીય અનિયમિતતા દર્શાવતા દસ્તાવેજો શોધી કાઢ્યા હોવાનો દાવો કર્યો હતો.

એપ્રિલ 2022માં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે પોતાનું નિવેદન નોંધાવવા માટે ED ઓફિસ પહોંચ્યા હતા. ત્યારબાદ EDએ કોંગ્રેસ નેતા પવન બંસલનું પણ નિવેદન નોંધ્યું હતું. કોંગ્રેસ પાર્ટી ED દ્વારા લગાવવામાં આવેલા આરોપોને સતત નકારી રહી છે અને પાર્ટીનું કહેવું છે કે કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને પોતાની નિષ્ફળતાઓ છુપાવી રહી છે. ઉપરાંત, કોંગ્રેસના નેતૃત્વ વિરુદ્ધ ષડયંત્રના ભાગ રૂપે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદના સોલા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના, એક્ટિવા ચાલક મહિલાનું કરૂણ મોત | Fatal Hit and Run on So…

અમદાવાદના સોલા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના, એક્ટિવા ચાલક મહિલાનું કરૂણ મોત | Fatal Hit and Run on So...

ગુજરાત બાદ ગોવામાંથી ડ્રગ્સ જપ્ત, ઍપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો 50 કરોડનો માદક પદાર્થ

ગુજરાત બાદ ગોવામાંથી ડ્રગ્સ જપ્ત, ઍપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો 50 કરોડનો માદક પદાર્થ

સુપ્રીમ કોર્ટમાં વક્ફ સંશોધન એક્ટ પર કાલે સુનાવણી, વિરોધ અને સમર્થનમાં થઈ હતી અરજીઓ

સુપ્રીમ કોર્ટમાં વક્ફ સંશોધન એક્ટ પર કાલે સુનાવણી, વિરોધ અને સમર્થનમાં થઈ હતી અરજીઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાળંગપુરધામ: કષ્ટભંજનદેવ હનુમાનજીને અમરનાથ થીમનો અનોખો શણગાર | Salangpur Kashtbhanjan Dev Unique Ama…

સાળંગપુરધામ: કષ્ટભંજનદેવ હનુમાનજીને અમરનાથ થીમનો અનોખો શણગાર | Salangpur Kashtbhanjan Dev Unique Ama…

1 year ago
અમદાવાદમાં આજે ગુજરાત ટાઈટન્સ VS પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, જાણો સ્ટેડિયમનો રૂટ-મેટ્રોનો સમય | IPL …

અમદાવાદમાં આજે ગુજરાત ટાઈટન્સ VS પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, જાણો સ્ટેડિયમનો રૂટ-મેટ્રોનો સમય | IPL …

1 year ago
ઇન્દિરા નગર બ્રિજ પાસે ગાંજો વેચતા ભાઇ બહેન ઝડપાયા | Brother and sister caught selling marijuana nea…

ઇન્દિરા નગર બ્રિજ પાસે ગાંજો વેચતા ભાઇ બહેન ઝડપાયા | Brother and sister caught selling marijuana nea…

9 months ago
શહેરના સતનામ ચોકથી હરિઓમનગર સુધીના રોડ પરથી 140 દબાણ દૂર કરાયા | 140 pressure points removed from th…

શહેરના સતનામ ચોકથી હરિઓમનગર સુધીના રોડ પરથી 140 દબાણ દૂર કરાયા | 140 pressure points removed from th…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News