gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લોન અપાવવાના બહાને US નાગરિકો સાથે છેતરપિંડી, અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં 3ની ધરપકડ …

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in GUJARAT
0 0
0
લોન અપાવવાના બહાને US નાગરિકો સાથે છેતરપિંડી, અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં 3ની ધરપકડ …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ શહેરમાં ખાડિયા પોલીસે એક આંતરરાષ્ટ્રીય સાયબર છેતરપિંડી રેકેટનો પર્દાફાશ કર્યો છે. જે અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી ગિફ્ટ વાઉચર્સ ખરીદવા જાળ ફેલાવતા હતા, ક્રિપ્ટોકરન્સી દ્વારા પૈસાની ઉચાપત કરીને ભારતીય ચલણમાં નાણાં રૂપાંતરિત કરતાં હતા. ચોક્કસ માહિતીને આધારે કરેલી કાર્યવાહીમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

બાતમીને આધારે કાર્યવાહી

ખાડિયા પોલીસને બાતમી મળી હતી કે હોટલ સંગમમાં છેલ્લા ત્રણ દિવસથી રોકાયેલા કેટલાક યુવકો શંકાસ્પદ એક્ટિવિટી કરી રહ્યા હતા. આ બાદ પોલીસે હોટેલના રૂમમાં રેડ પાડી, ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રૂમમાં લેપટોપ અને મોબાઈલ ફોન દ્વારા અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડીનું આખું નેટવર્ક ચાલી રહ્યું હતું. પોલીસે સ્થળ પરથી મુંબઈના ક્લેટન રોડ્રિક્સ તેમજ અમદાવાદના રહેવાસી કપિલ પઢિયાર અને ધવલ દરજીને ઝડપી પાડ્યા હતા.

લોન અપાવવાના બહાને US નાગરિકો સાથે છેતરપિંડી, અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં 3ની ધરપકડ 2 - image

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓ ડાર્ક વેબ અથવા અન્ય ગેરકાયદેસર સ્ત્રોતો દ્વારા અમેરિકન નાગરિકોનો પર્સનલ ડેટા મેળવતા હતા. ઇન્ટરનેટ કોલિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેઓ અમેરિકામાં કોલ કરતા અને લોકોને “તમારી લોન મંજૂર થઈ ગઈ છે” કહીને વિશ્વાસમાં લેતા હતા. લોન આપવાના બહાને પ્રોસેસિંગ ફી કે અન્ય ચાર્જિસ પેટે દરેક ભોગ બનનાર પાસેથી 150થી 200 ડોલર પડાવવામાં આવતા હતા. છેતરપિંડીની આ રકમ સીધી બેંકમાં લેવાને બદલે તેઓ USDTમાં મેળવતા હતા અને ત્યારબાદ તેને ભારતીય ચલણમાં કન્વર્ટ કરતા હતા, જેથી પોલીસ પકડથી બચી શકાય.

લોન ઓફર બાદ ખેલ કરતાં

પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે, ‘આરોપીઓએ અમેરિકન નાગરિકોનો વ્યક્તિગત ડેટા મેળવ્યો હતો અને ખોટી ઓળખ હેઠળ તેમનો સંપર્ક કરવા માટે ગુગલ વોઇસનો ઉપયોગ કર્યો હતો, તાત્કાલિક લોન મંજૂરીની ઓફર કરી હતી. સંભવિત પીડિતોને ઢગલાબંધ સંદેશાઓ અને કોલ કરવામાં આવ્યા હતા, જે બાદ ખાતરી આપીને વિશ્વાસમાં લેવામાં આવતા હતા કે તેમની લોન મંજૂર થઈ ગઈ છે.

વિદેશી નાગરિકોને છેતરવા નવી મોડસ ઓપરેન્ડી

પીડિત અમેરિકન નાગરિકોને પ્રોસેસિંગ ફી અને ચુકવણી સુરક્ષા વીમાના બહાને વોલમાર્ટ, વોલમાર્ટ ગ્રીન, એપલ પે અને ટાર્ગેટ કાર્ડ્સ સહિત ગિફ્ટ વાઉચર્સ ખરીદવા માટે કહેવામાં આવ્યું હતું, જે સામાન્ય રીતે $100 થી $500ની વચ્ચે મૂલ્યના હતા. એકવાર વાઉચર કોડ શેર કરવામાં આવ્યા પછી તેની આવક હેન્ડલરને મોકલવામાં આવી હતી જેણે USDT (ક્રિપ્ટોકરન્સી) નો ઉપયોગ કરીને રકમને ભારતીય ચલણમાં રૂપાંતરિત કરવામાં આવતી હતી, જે બાદ હવાલા અને આંગડિયાના માધ્યમ થકી ભંડોળની હેરાફેરી થતી હતી.

ત્રણેય આરોપીઓની ભૂમિકા અલગ અલગ

વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાના ગુનાહિત કાવતરાના ભાગ રૂપે ત્રણેય આરોપીઓએ સાથે મળીને કામ કર્યું હતું. છેતરપિંડીમાં આરોપીઓની ભૂમિકાઓ અલગ અલગ હતી, ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ મુંબઈના બોરીવલી પશ્ચિમના રહેવાસી ક્લેટોન સેબેસ્ટિયન રોડ્રિગ્સ (30), જે કથિત રીતે કોલિંગ ઓપરેશન્સ અને ક્લોઝરનું સંચાલન કરતો હતો.  અમદાવાદના મિર્ઝાપુરના રહેવાસી કપિલ હસમુખભાઈ પઢિયાર (39), જે કથિત રીતે લીડ ડેટા અને ઓપરેશનલ મટિરિયલનું સંચાલન કરતો હતો અમદાવાદના અખબારનગરના રહેવાસી ધવલ રાજેન્દ્રકુમાર દરજી (34), જે કથિત રીતે લીડ ડેટાના પેમેન્ટ પ્રોસેસર અને રીસીવર તરીકે કામ કરતો હતો.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના તોફાની બોલરની વાપસી, T20 વર્લ્ડ કપ પહેલા મેદાનમાં મચાવ્યો તરખાટ

ગુનામાં ઉપયોગ થયેલા ચાર મોબાઇલ ફોન અને એક લેપટોપ પોલીસે જપ્ત કર્યા છે. અને આરોપીઓ પર ભારતીય ન્યાય સંહિતા અને માહિતી ટેકનોલોજી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નેટવર્કમાં અન્ય કોણ કોણ છંડોવાયેલું છે, નાણાંનું ટ્રેસ શોધવા અને છેતરપિંડી નેટવર્કના મૂળ સુધી પહોંચવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
અમરેલી: સ્ટીલના વેપારીઓને લૂંટતી ગેંગ ઝડપાઈ, પોલીસે લાખોના મુદ્દામાલ સાથે ત્રણને ઝડપ્યા | Steel Trad…

અમરેલી: સ્ટીલના વેપારીઓને લૂંટતી ગેંગ ઝડપાઈ, પોલીસે લાખોના મુદ્દામાલ સાથે ત્રણને ઝડપ્યા | Steel Trad...

‘વિપક્ષને બોલતા અટકાવવા લોકશાહી પર કલંક’, લોકસભામાં હોબાળા બાદ રાહુલ ગાંધીનો અધ્યક્ષને પત્ર | Rahul …

‘વિપક્ષને બોલતા અટકાવવા લોકશાહી પર કલંક’, લોકસભામાં હોબાળા બાદ રાહુલ ગાંધીનો અધ્યક્ષને પત્ર | Rahul ...

હચમચાવી દેનારી ઘટના: સરપંચ બનવા માટે ત્રણ સંતાનોના બાપે દીકરીની કરી હત્યા, પોલીસે કેસ ઉકેલ્યો | maha…

હચમચાવી દેનારી ઘટના: સરપંચ બનવા માટે ત્રણ સંતાનોના બાપે દીકરીની કરી હત્યા, પોલીસે કેસ ઉકેલ્યો | maha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાણીપના જ્વેલર્સે આંખમાં મરચું નાખનાર મહિલાને લાફા માર્યા, લૂંટનો પ્રયાસ કે અંગત અદાવત? રહસ્ય અકબંધ …

રાણીપના જ્વેલર્સે આંખમાં મરચું નાખનાર મહિલાને લાફા માર્યા, લૂંટનો પ્રયાસ કે અંગત અદાવત? રહસ્ય અકબંધ …

11 months ago
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકાર અથવા અન્ય મેનેજમેન્ટને સોંપવા ભલામણ: DEOએ સરકારને સોંપ્યો રિ…

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકાર અથવા અન્ય મેનેજમેન્ટને સોંપવા ભલામણ: DEOએ સરકારને સોંપ્યો રિ…

12 months ago
બજેટ સપ્તાહમાં સેન્સેક્સ 83088 ઉપર 83922 બંધ જોવાશે | Sensex to close at 83922 above 83088 in Budget…

બજેટ સપ્તાહમાં સેન્સેક્સ 83088 ઉપર 83922 બંધ જોવાશે | Sensex to close at 83922 above 83088 in Budget…

8 months ago
અગનપછેડી ઓઢી પતિએ પત્નીને બાથ ભીડી, સાસુ પણ દાઝી ગયાં | Husband beats wife with fire extinguisher mo…

અગનપછેડી ઓઢી પતિએ પત્નીને બાથ ભીડી, સાસુ પણ દાઝી ગયાં | Husband beats wife with fire extinguisher mo…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News