gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જુથળ સેવા સહકારી મંડળીના પૂર્વ મંત્રીનું 2.09 કરોડનું કૌભાંડ | 2 09 crore scam of former Secratray o…

G METRO NEWS by G METRO NEWS
February 7, 2026
in GUJARAT
0 0
0
જુથળ સેવા સહકારી મંડળીના પૂર્વ મંત્રીનું 2.09 કરોડનું કૌભાંડ | 2 09 crore scam of former Secratray o…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મંડળીના પ્રમુખે મંત્રી સામે પોલીસ ફરિયાદ નોંધાવી : ખેડૂતોને આપેલું ધિરાણ તેમજ વ્યાજની રકમ, ખાતરના પૈસા તેમજ થાપણ ચાઉં કરી લીધી

જૂનાગઢ, : માળિયા તાલુકાના જુથળની સેવા સહકારી મંડળીના પૂર્વ મંત્રીએ તેના કાર્યકાળ દરમ્યાન ખોટા પત્રક તથા રસીદ બનાવી યોગ્ય હિસાબ રાખ્યા ન હતા તેમજ ખોટા ધિરાણ જાણીજોઈને મંજુર કરી રાસાયણીક ખાતર વેંચી નાખી મંડળીની થાપણ ચાઉં કરી નાખી હતી. આ અંગેની તપાસ થતા મંડળીમાં કુલ ર.૦૯ કરોડનું કૌભાંડ કરી રકમ પોતાના અંગત ઉપયોગ માટે લઈ લીધી હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે મંડળીના પ્રમુખે પૂર્વ મંત્રી સામે ફરિયાદ કરતા માળિયાહાટીના પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

માળિયાહાટીના તાલુકાના જુથળમાં આવેલી સેવા સહકારી મંડળી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક સાથે સંયોજીત છે. તા. 9-5-2009 થી 14-4-2024 સુધી કેશોદ તાલુકાના કણેરીના કાંતિભાઈ નરશીભાઈ હિંગરાજીયા મંડળીના મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. ત્યારબાદ તેઓ જતા રહ્યા હતા. તેનો કોઈ સંપર્ક ન થતા તા.17-5-2024 થી અન્ય વ્યક્તિની મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી હતી. ર૦૦૯થી ર૦ર૪ સુધી મંડળીના મંત્રી કાંતિ હિંગરાજીયાના કાર્યકાળ દરમ્યાન થયેલા વ્યવહારોના રોજમેળ, ખાતાવહી, પહોંચ બુક અંગેની તપાસ કરવામાં આવી હતી. આ માટે ચોક્કસી અધિકારી જે.એમ. જાડેજાની નિમણુંક થઈ હતી. આ તપાસ દરમ્યાન મંડળીના પૂર્વ મંત્રી કાંતિ હિંગરાજીયાએ મંડળીની હાથ ઉપરની રોકડ 40,000 જ દર્શાવી હતી. ખેડૂતો પાસેથી લોનની રકમના વસુલ થયેલા 59.42 લાખ બેંકમાં જમા કરવાના બદલે પોતે ચાઉં કરી લીધા હતા. આ ઉપરાંત 26.78  લાખનું ખાતર વેંચી નાખ્યું હતું. બાકીદાર ખેડૂતોના ધિરાણની વસુલાત બાકી હોવા છતાં નો ડયુ સર્ટીફિકેટ આપી કાર્યક્ષેત્ર બહારના 10 ખેડૂતોને ધિરાણ ચુકવી 34.97 લાખની નાણાં વસુલાત નિષ્ફળ બનાવી હતી. આમ, રજીસ્ટ્રરમાં ખોટા હિસાબો દર્શાવી 70.67 લાખની ગેરરીતિ આચરી હતી. મંડળીના ખેડૂત સભાસદો પાસેથી મેળવેલી થાપણ જમા લેવાને બદલે બારોબાર ઉપાડી  30.40 લાખ તેમજ જુથળ અને કેશોદ બેંકમાં બચત ખાતાઓમાં 13.26 લાખનો અપ્રમાણીક વ્યવહારો કર્યા હતા. તેમજ મંડળીમાંથી લોનના ઓથા હેઠળ 8.90 લાખ ઉપાડી લઈ વાપરી નાખ્યા હતા.

આમ, મંડળીના પૂર્વ મંત્રી કાંતિ હિંગરાજીયાએ પોતાના હોદ્દાનો દુરઉપયોગ કરી મંડળીમાં કુલ 2.09 કરોડનું કૌભાંડ આચર્યું હતું. આ મામલે મંડળીના પ્રમુખ કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ દેવશીભાઈ કનેરીયાએ ફરિયાદ કરતા માળિયા પોલીસે પૂર્વ મંત્રી કાંતિ નરશી હિંગરાજીયા સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 2009થી લઈ 2024 દરમ્યાન કાંતિ હિંગરાજીયાએ મંડળીના મંત્રી તરીકે રહ્યા હતા. આ દરમ્યાન આ કૌભાંડ થયાનું સામે આવ્યું છે તો આટલા સમય સુધી કેમ મંડળીના વ્યવહારો અંગેની તપાસ ન થઈ અને બેંક દ્વારા પોતાના ધિરાણ અંગે કેમ કોઈ ખુલાસા ન થાય ? તે અંગે અનેક સવાલો ઉઠયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
Next Post
રાજસ્થાનના કોટામાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી થતા અનેક લોકો દબાયા હોવાની આશંકા | Rajasthan News…

રાજસ્થાનના કોટામાં મોટી દુર્ઘટના, બિલ્ડિંગ ધરાશાયી થતા અનેક લોકો દબાયા હોવાની આશંકા | Rajasthan News...

ઓનલાઈન શોપિંગ કરતા સાવધાન! કુરિયરમાંથી આઈફોન બદલી નાખતી ‘સ્કેમર ગેંગ’નો પર્દાફાશ, 20 લાખનો મુદ્દામાલ…

ઓનલાઈન શોપિંગ કરતા સાવધાન! કુરિયરમાંથી આઈફોન બદલી નાખતી 'સ્કેમર ગેંગ'નો પર્દાફાશ, 20 લાખનો મુદ્દામાલ...

VIDEO: હરિયાણાના સૂરજકુંડ મેળામાં મોટી દુર્ઘટના: અધવચ્ચેથી રાઈડ તૂટી પડતા એક પોલીસ અધિકારીનું મોત, અ…

VIDEO: હરિયાણાના સૂરજકુંડ મેળામાં મોટી દુર્ઘટના: અધવચ્ચેથી રાઈડ તૂટી પડતા એક પોલીસ અધિકારીનું મોત, અ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાવ થરાદમાં ખેડૂતો સહિત 100થી વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યાનો દાવો, ખાતામાંથી ઉપડી ગયા હજારો રૂપિ…

વાવ થરાદમાં ખેડૂતો સહિત 100થી વધુ લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યાનો દાવો, ખાતામાંથી ઉપડી ગયા હજારો રૂપિ…

5 months ago
અમદાવાદ ચાંદીમાં એક જ દિવસમાં રૂ.8000, સોનામાં રૂ.4500નું ગાબડું | Ahmedabad: Silver plunges Rs 8000…

અમદાવાદ ચાંદીમાં એક જ દિવસમાં રૂ.8000, સોનામાં રૂ.4500નું ગાબડું | Ahmedabad: Silver plunges Rs 8000…

10 months ago
શશી થરૂરના કોંગ્રેસ નેતાઓ સાથેના મતભેદો વધશે! ફરી PM મોદીની કરી પ્રશંસા

શશી થરૂરના કોંગ્રેસ નેતાઓ સાથેના મતભેદો વધશે! ફરી PM મોદીની કરી પ્રશંસા

1 year ago
કુમેઠા ગામે ખેતીની જમીનનાં બે સોદા કરી રૃા.૧.૪૦ કરોડની માલિકો દ્વારા ઠગાઇ | 1 40 crore chating from …

કુમેઠા ગામે ખેતીની જમીનનાં બે સોદા કરી રૃા.૧.૪૦ કરોડની માલિકો દ્વારા ઠગાઇ | 1 40 crore chating from …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News