Surat Congress Protest : સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક નસેડી દ્વારા સગીરની ચપ્પુના ઘા મારી હત્યા કરી તેના હવે ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. કાપોદ્રા પોલીસ મથકના ઘેરાવા સાથે બે દિવસથી પ્રદર્શન થઈ રહ્યું છે તો આજે કોંગ્રેસે સૌરાષ્ટ્રીયન વિસ્તારમાં નિષ્ફળ ગૃહમંત્રી રાજીનામું આપે સુત્રોચ્ચાર સાથે પોસ્ટર પ્રદર્શન કર્યું હતું.
સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ પુણા સીમાડા સરથાણા યોગીચોક વરાછા કરંજ અશ્વિનીકુમાર હીરાબાગ સહિતના સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ગૃહમંત્રી રાજીનામું આપેના સૂત્રોચાર અને પોસ્ટરો સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે કહ્યું છે કે, હવે સુરતમાં કઈ રીતે રહેવું ? નશેડીને નશો કરવા પૈસા ના આપતા એકના એક દીકરાની હત્યા કરી, રિક્ષાચાલકને પણ ચપ્પુના ઘા ઝીંક્યા સુરત આટલેથી નથી અટકતું કેમ કે બે રોક ટોક નશાનો કારોબાર વધી રહ્યો છે આજનો યુવાન નશામાં બરબાદ થઈ રહ્યો છે.
આ સુરતમાં હવે કેમ રહેવું?…આ એટલા માટે કહેવું પડે છે કેમ કે ગૃહમંત્રીના હોમ ટાઉનમાં ડ્રગ્સ, દારૂ અને દુષ્કર્મના સમાચાર વિના સવાર નથી પડતી આ ગુનાખોરી અટકાવવા માટે ગૃહ મંત્રી નિષ્ફળ છે તેથી તેઓ રાજીનામું આપે તેવી માંગણી કરવામાં આવી હતી.