gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાને 111 હેક્ટર અંતિમ ખંડ માટેની જગ્યા મળશે : વિવિધ રોડ માટે પણ જગ્યા મળશે | Surat Municipa…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
સુરત પાલિકાને 111 હેક્ટર અંતિમ ખંડ માટેની જગ્યા મળશે : વિવિધ રોડ માટે પણ જગ્યા મળશે | Surat Municipa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત મ્યુનિ. કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યો ગણતરીના દિવસોમાં ડ્રાફ્ટ બજેટ રજૂ કરી દીધા બાદ મ્યુનિ. કમિશનર હવે આરોગ્ય-સફાઈ સાથે સાથે શહેરના આયોજનબધ્ધ વિકાસ માટે આયોજન કરી રહ્યાં છે. સુરત શહેરને પ્રાથમિક સુવિધા માટે જગ્યા મળે અને સમતોલ વિકાસ થાય તે માટે તેઓએ શહેર વિકાસ વિભાગ સાથે બેઠક શરુ કરી દીધી છે અને ત્રણ નવી સૂચિત ટીપી સ્કીમ માટે પબ્લિક મીટીંગ માટે પણ મંજૂરી આપી દીધી છે. આ સાથે સાથે લિંબાયત ઝોનમાં કોલેજ માટે જગ્યા અદલા બદલીનો માર્ગ સરળ બનાવ્યો છે પાલિકાની મિલ્કતમાં સરકારી કોલેજ ચાલે છે તેના બદલે સુરત પાલિકાને ત્રણ સરકારી પ્લોટ પાલિકાને મળશે તે માટે પણ આયોજન થઈ રહ્યું છે. 

સુરત મ્યુનિ. કમિશનર તરીકે એમ.નાગરાજનની નિયુક્ત બાદ તેઓ બજેટ જાહેર કરી અને શહેરના જુદા જુદા વિસ્તારમાં આરોગ્ય લક્ષી કામગીરી માટે રોડ પર ઉતર્યા હતા જેથી અધિકારીઓ દોડતા થયા છે. સુરત પાલિકાના સમતોલ વિકાસ થાય અને લોકોને પ્રાથમિક સુવિધા આપવા માટે જગ્યાનો કબ્જો અને રોડ મળે તે માટે સુરત પાલિકાના મહત્વના ગણાતા શહેર વિકાસ વિભાગ સાથે ગઈકાલે બેઠક કરી હતી. મ્યુનિ. કમિશ્નર દ્વારા બેઠક કરવામાં આવી હતી. જેમાં પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી ત્રણ ટીપી સ્કીમ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

આ બેઠકમાં મોજે ગભેણી, વરીયાવ, કુંભારિયા વિસ્તારમાં ત્રણ ટીપી સ્કીમોમાં પ્રાથમિક ડ્રાફટ બાબતે પબ્લિક મીટિંગની લીલી ઝંડી આપી દેવામાં આવી છે. ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સૂચિત ટીપી સ્કીમ નં.95 (ગભેણી), ટીપી સ્કીમ નં.96 (વરીયાવ) અને ટીપી સ્કીમ નં.97 (કુંભારિયા) માટેનો પ્રાથમિક નકશો તૈયાર કર્યો છે. જેના આધારે આ વિસ્તારમાં હિત ધરાવતા કબ્જેદાર-માલિકને ટીપી સ્કીમ માટેની તમામ જાણકારી મળે તે માટે પબ્લિક મીટીંગ કરવામાં આવશે જેને મ્યુનિ. કમિશ્નરે મંજૂરી આપી દીધી છે. આ ત્રણ ટીપી સ્કીમનો અમલ થશે ત્યારે સુરત પાલિકાને 18 મીટરથી માંડીને 90 મીટર સુધી તથા તેનાથી ઓછી પહોડાઈના રસ્તા મળી શકશે. આ ઉપરાંત નવા ટીપી સ્કીમ વિસ્તારમાં જાહેર પ્રોજેક્ટ માટે સુરત પાલિકાને 111 હેક્ટર અંતિમ ખંડ માટેની જગ્યા પણ મળશે.

આ ઉપરાંત બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં એમએમટીએચ પ્રોજેકટ અંતર્ગત નવા રેલવે સ્ટેશન ફરતે એલીવેટેડ રોડ કોરીડોર આયોજન માટે અત્યંત જરૂરી એવા રેશમ ભવનથી આયુર્વેદિક હોસ્પિટલ થઇ રેલવે સ્ટેશનના જંકશન સુધીના રસ્તાશ્વને 80 ફુટ પહોળાઇનો કરવા માટે ધી બીપીએમસી એકટ-1949ની કલમ-210(1)(બ) હેઠળ મંજૂરી આપવામાં આવી છે.

છેલ્લા ઘણા સમયથી સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં પાલિકાની મિલકતમાં સરકારી કોલેજ ચાલી રહી છે. આ માટે છેલ્લા ઘણા સમયથી પાલિકાએ આ જગ્યા બદલામાં અન્ય જગ્યાની માંગણી કરી હતી તે કામગીરી સ્થગિત થઈ ગઈ હતી. જોકે, આ બેઠકમાં આ માટે સૈધાંતિક મંજુરી આપી દેવામાં આવી છે જેના કારણે સુરત પાલિકાને ત્રણ સરકારી પ્લોટ મળી શકશે. 

પાલિકાના નોન ટીપી વિસ્તારમાં પ્લોટ વેલીડેશન માટે 13 અરજી મંજુર થઈ 

સુરત મ્યુનિ.ના મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગની પેન્ડીંગ કામગીરી પર મ્યુનિ. કમિશ્નરે નજર કરી છે અને તેના કારણે ગઈકાલે નોન ટીપી વિસ્તારોમાં પ્લોટ વેલીડેશન સર્ટિફિકેટ મેળવવા 13 અરજી રજુ થઈ હતી તેને મંજૂરી આપી છે. મ્યુનિ. કમિશ્નરે પ્લોટ વેલીડેશન માટેની 13 અરજીને મંજૂરી આપી છે તેના કારણે પાલિકાને 68682 ચો.મી જેટલી જગ્યા જાહેર હેતુ માટે મળી શકશે. આ ઉપરાંત પાલિકાના મધ્સ્થ શહેરી વિકાસ વિભાગ દ્વારા વિકાસ પરવાનગીની 13 અરજીઓને પણ સૈદ્ધાંતિશ્વક મંજૂરી આપી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
6 સેકન્ડમાં કારનો કાચ તોડી 2 લાખની ચોરી, અમદાવાદના સાઉથ બોપલના CCTV વાઇરલ | South Bopal Car Theft: R…

6 સેકન્ડમાં કારનો કાચ તોડી 2 લાખની ચોરી, અમદાવાદના સાઉથ બોપલના CCTV વાઇરલ | South Bopal Car Theft: R...

‘કુલદીપ સિંહ સેંગરની અરજી પર 3 મહિનામાં ચુકાદો આપો’, દિલ્હી હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ | k…

'કુલદીપ સિંહ સેંગરની અરજી પર 3 મહિનામાં ચુકાદો આપો', દિલ્હી હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ | k...

અંતરિક્ષમાં પણ ભારતનું સૈન્ય બનાવવા માંગ! દુશ્મન દેશો ગરબડ કરે તો ઈન્ટરનેટ-GPS સહિતના સેક્ટર્સ પર ખત…

અંતરિક્ષમાં પણ ભારતનું સૈન્ય બનાવવા માંગ! દુશ્મન દેશો ગરબડ કરે તો ઈન્ટરનેટ-GPS સહિતના સેક્ટર્સ પર ખત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના છાણી વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી કારે બાઈક સવારને હવામાં ફંગોળ્યો, ઘટનાના CCTV વાઈરલ | Vado…

વડોદરાના છાણી વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતી કારે બાઈક સવારને હવામાં ફંગોળ્યો, ઘટનાના CCTV વાઈરલ | Vado…

5 months ago
જામનગરના પડાણાથી પોરબંદર કાર મારફતે મોકલવામાં આવી રહેલો દેશી દારૂનો માતબર જથ્થો એલસીબીએ પકડી પાડ્યો …

જામનગરના પડાણાથી પોરબંદર કાર મારફતે મોકલવામાં આવી રહેલો દેશી દારૂનો માતબર જથ્થો એલસીબીએ પકડી પાડ્યો …

11 months ago
ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેર માર્ગો પર ગંદકીનું સામ્રાજ્ય | Dirt reigns on public roads in Dhurama…

ધ્રાંગધ્રાના ધુ્રમઠ ગામે જાહેર માર્ગો પર ગંદકીનું સામ્રાજ્ય | Dirt reigns on public roads in Dhurama…

8 months ago
જામનગર નજીકની રિસોર્ટ આગ દુર્ઘટના બાદ તંત્ર સક્રિય : પાંચ દિવસમાં 16 હોટલ-રેસ્ટોરન્ટ સીલ | 16 hotels…

જામનગર નજીકની રિસોર્ટ આગ દુર્ઘટના બાદ તંત્ર સક્રિય : પાંચ દિવસમાં 16 હોટલ-રેસ્ટોરન્ટ સીલ | 16 hotels…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News