gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સ્પીકરપદેથી ઓમ બિરલાને હટાવવા માટે વિપક્ષની સહી ઝુંબેશ | Opposition’s signature campaign to remove O…

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in INDIA
0 0
0
સ્પીકરપદેથી ઓમ બિરલાને હટાવવા માટે વિપક્ષની સહી ઝુંબેશ | Opposition’s signature campaign to remove O…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– લોકસભાના સ્પીકર સામે પક્ષપાતી વલણનો વિપક્ષનો આરોપ

– વિપક્ષના સાંસદોને બોલવા નથી દેવાતા જ્યારે સત્તાધારી પક્ષને બેફામ બોલવાની, બીજાને અપમાનીત કરવાની પણ છૂટ : કોંગ્રેસ

નવી દિલ્હી : લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવા માટે વિપક્ષ પ્રસ્તાવ લાવે તેવી શક્યતાઓ છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બજેટ સત્રમાં બોલતા અટકાવવા બદલ તેમજ વિપક્ષના આંઠ સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે ઓમ બિરલા સામે પક્ષપાતનો આરોપ લગાવીને વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં હોવાના અહેવાલો છે. બીજી તરફ સોમવારે રાહુલ ગાંધી અને વિપક્ષના અન્ય કેટલાક નેતાઓ ઓમ બિરલાને મળ્યા હતા અને સંસદમાં વિવાદોનો ઉકેલ લાવવા પર ચર્ચા કરી હતી. 

લોકસભામાં બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ પર તમામ સાંસદો દ્વારા ભાષણ આપવામાં આવી રહ્યા હતા, વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ચીનની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો, આ દરમિયાન લોકસભાના અધ્યક્ષ અને સ્પીકર ઓમ બિરલાએ તેમને બોલતા અટકાવ્યા હોવાનો આરોપ તેમણે લગાવ્યો છે. ભાષણ વખતે તેઓ ઓમ બિરલાને એમ પણ કહેતા જોવા મળ્યા હતા કે સ્પીકર તમે કહો તે મુજબ બોલું. જ્યારે આ જ સમયગાળા દરમિયાન હોબાળો કરવા બદલ વિપક્ષના આઠ સાંસદોને લોકસભામાં સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ તમામ મુદ્દાથી કોંગ્રેસ લોકસભાના સ્પીકર ઓમ બિરલાથી નારાજ જોવા મળી રહી છે. 

એવા અહેવાલો છે કે લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ પર વિપક્ષના ૧૦૦થી વધુ સાંસદોએ સહી કરી દીધી છે. કોંગ્રેસના સાંસદ કે. સી. વેણુગોપાલે કહ્યું હતું કે પોતાના વિચારો રજુ કરવાની પણ સ્વતંત્રતા નથી અપાઇ રહી, જ્યારે બીજી તરફ સરકાર તરફથી ઇચ્છે તે લોકસભામાં બોલવાની છૂટ છે. વિપક્ષના સાંસદો સામે વાંધાજનક નિવેદનો કરવાની પણ છૂટ મળી રહી છે. જે નેતાઓ જીવિત નથી તેમની વિરુદ્ધ બોલવાની પણ લોકસભામાં છૂટ અપાઇ રહી છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા કોંગ્રેસની મહિલા સાંસદો પર આરોપો લગાવી રહ્યા છે. સંસદમાં વિપક્ષ માટે કોઇ જ સ્થાન નથી. 

બીજી તરફ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ સૈન્ય વડા એમ એમ નરવણેના પુસ્તકમાં જે ખુલાસા થયા છે તેનાથી ડરી ગયા છે અને તેથી તેઓ સંસદમાં નહોતા આવ્યા. વિપક્ષના સાંસદો તરફથી ધમકીઓને કારણે નહીં પણ પૂર્વ સૈન્ય વડાના પુસ્તકના ડરને કારણે મોદી સંસદથી દૂર રહ્યા. જે પણ કહી રહ્યું હોય કે નરેન્દ્ર મોદીએ વિપક્ષના સાંસદોથી ખતરો છે તેને વિપક્ષના સાંસદોની વિરુદ્ધમાં એફઆઇઆર દાખલ કરાવવાની છૂટ છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ લોકસભામાં ચાલી રહેલા વિવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો, વિપક્ષના સાંસદોએ લોકસભાના વિવાદોને લઇને રાજ્યસભામાં વિરોધ નોંધાવ્યો હતો, જોકે અધ્યક્ષે લોકસભાનો મુદ્દો રાજ્યસભામાં નહીં ઉઠાવવા કહ્યું હતું અને બોલતા અટકાવ્યા હતા જેને પગલે રાજ્યસભામાં આ મુદ્દે ભારે હોબાળો થયો હતો અને વિપક્ષના સાંસદોએ વોકઆઉટ કર્યો હતો. લોકસભામાં પણ સોમવારે વિપક્ષે ચીનની ઘૂસણખોરી, અમેરિકા સાથેની ડીલ, વિપક્ષ નેતા રાહુલ ગાંધીને બોલતા અટકાવવા સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…
INDIA

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

March 28, 2026
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
Next Post
મણિપુરમાં નવેસરથી હિંસા ભડકી, અનેક ઘરો સળગાવાયા | Fresh violence breaks out in Manipur several house…

મણિપુરમાં નવેસરથી હિંસા ભડકી, અનેક ઘરો સળગાવાયા | Fresh violence breaks out in Manipur several house...

સાઈબર ફ્રોડની નવી ખતરનાક ટેકનિક ‘નકલી મોબાઈલ ટાવર’ | ‘Fake mobile tower’ a new dangerous technique o…

સાઈબર ફ્રોડની નવી ખતરનાક ટેકનિક 'નકલી મોબાઈલ ટાવર' | 'Fake mobile tower' a new dangerous technique o...

54000 કરોડના ડિજિટલ ફ્રોડ સરકારની બેદરકારી : સુપ્રીમ | Government’s negligence in Rs 54 000 crore di…

54000 કરોડના ડિજિટલ ફ્રોડ સરકારની બેદરકારી : સુપ્રીમ | Government's negligence in Rs 54 000 crore di...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં સંત કબીર આવાસના એક ફ્લેટમાં બે વર્ષનો બાળક ફસાતાં દોડધામ: પાડોશીઓએ લોક તોડીને દરવાજો ખોલી …

જામનગરમાં સંત કબીર આવાસના એક ફ્લેટમાં બે વર્ષનો બાળક ફસાતાં દોડધામ: પાડોશીઓએ લોક તોડીને દરવાજો ખોલી …

3 months ago
શિવસેના યુબીટીમાં ડખાં ! પાર્ટીના સાંસદ-અધ્યક્ષ વચ્ચે વિવાદ, ઉદ્ધવ ઠાકરેને કરાઈ ફરિયાદ

શિવસેના યુબીટીમાં ડખાં ! પાર્ટીના સાંસદ-અધ્યક્ષ વચ્ચે વિવાદ, ઉદ્ધવ ઠાકરેને કરાઈ ફરિયાદ

12 months ago
રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ટ્રમ્પની સંપત્તિમાં ધરખમ વધારો, સાત મહિનામાં 870 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા…

રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ટ્રમ્પની સંપત્તિમાં ધરખમ વધારો, સાત મહિનામાં 870 કરોડ રૂપિયાના બોન્ડ ખરીદ્યા…

7 months ago
જવેલર પાસે રૂ. 36 લાખના દાગીના લઈ સામે નકલી બિસ્કીટ પધરાવનાર મૂળ અમરેલી- ભાવનગરના 2 ઝડપી લેવાયા | 2 …

જવેલર પાસે રૂ. 36 લાખના દાગીના લઈ સામે નકલી બિસ્કીટ પધરાવનાર મૂળ અમરેલી- ભાવનગરના 2 ઝડપી લેવાયા | 2 …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News