gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની ધરપકડ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 7 કલાક ચલાવ્યુ…

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in GUJARAT
0 0
0
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની ધરપકડ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 7 કલાક ચલાવ્યુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajasthan Gangster Arrest In Ahmedabad Crime Branch: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક ઇનપુટના આધારે રાજસ્થાનની અત્યંત કુખ્યાત અમન બચ્ચા ગેંગના બે સાગરીતોને સતત 7 કલાકની કામગીરી બાદ ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા છે. આ ગેંગ ગુજરાતને પોતાનું નવું ઠેકાણું બનાવી અહીંથી ગુનાહિત સામ્રાજ્ય ચલાવવાના પ્રયત્નમાં હતા. જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે કોટાના અમન ઉર્ફે બચ્ચા અને સુહેબ ઉર્ફે ચિન્ટુ નામના આરોપીઓને વેજલપુર-વિશાલા રોડ પરથી ફિલ્મી સ્ટાઇલમાં પીછો કરીને દબોચી લીધા હતા. મહત્ત્વનું છે કે, આ બંને રવિ ગોદારા ગેંગ સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. 

બંને આરોપી ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતા

મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક બાતમીના આધારે સતત 7 કલાક સુધી હાઈ-વોલ્ટેજ પીછો કરીને રાજસ્થાનના બે કુખ્યાત ભાગેડુ ગેંગસ્ટરો, અમન ઉર્ફે બચ્ચા (એહસાનઅલી સૈયદ) અને સુહેબ ઉર્ફે ચિન્ટુ (ફિરોઝખાન પઠાણ)ને ઝડપી પાડ્યા છે. આ બંને રાજસ્થાનના કોટામાં આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતા અને તેમની સામે સંગઠિત ખંડણી, હત્યાનો પ્રયાસ તેમજ ટાર્ગેટેડ શૂટિંગ જેવા 20થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. આ ઓપરેશન દ્વારા ગુજરાત પોલીસે આંતરરાજ્ય ગુનેગારોના ષડયંત્ર પર પાણી ફેરવી દીધું છે અને હવે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને કોટા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ મામલે ક્રાઈમ બ્રાંચના PI I. N. ઘાસૂરાએ આ ઓપરેશન અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, અમન બચ્ચા ગેંગ એક અત્યંત ખતરનાક અને સોપારી કિલર પ્રકારના ગુનેગારોનું ગ્રુપ છે, જે હુમલો કરવામાં જરાપણ અચકાતા નથી. પોલીસને બાતમી મળી હતી કે તેઓ અમદાવાદમાં પોતાનું સેટઅપ કરવા માટે સ્થાનિક સંપર્કો શોધી રહ્યા છે, જો કે પોલીસ પાસે શરૂઆતમાં તેમના કોઈ મોબાઈલ નંબર કે અન્ય વિગતો નહોતી. સતત ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ ટ્રેસિંગ અને ઇન્ફોર્મર્સની મદદથી પોલીસ તેમની પાછળ લાગી હતી. જ્યારે પોલીસ એકદમ નજીક પહોંચી ત્યારે આરોપીઓને શંકા થતાં તેઓએ ક્રેટા ગાડી ફુલ સ્પીડમાં ભાગહતી, પરંતુ ક્રાઈમ બ્રાંચની ટીમે જીવના જોખમે પીછો ચાલુ રાખ્યો અને હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ તેમને રસ્તા પર જ આંતરી લીધા હતા અને બંનેની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: ચેતજો! તમને પનીરના નામે કેમિકલ પીરસાય છે, અમદાવાદની 27 હજાર રેસ્ટોરન્ટમાં કાળો કારોબાર

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા બંને આરોપીઓ કુખ્યાત રવિ ગોદારા ગેંગ સાથે સંકળાયેલા છે અને હાલમાં તેમની બિશ્નોઈ ગેંગ સાથે તકરાર ચાલી રહી છે. આ ગેંગસ્ટરો અમદાવાદમાં પોતાનું ખંડણીનું નેટવર્ક સ્થાપિત કરવા અને નવા સ્થાનિક ટાર્ગેટ શોધવાના ઈરાદે ગુજરાતમાં આશરો લઈ રહ્યા હતા. ગુજરાતમાં પોતાનું ગુનાહિત સામ્રાજ્ય જમાવે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી લીધી છે. રાજસ્થાન પોલીસ સાથેના સંકલન દ્વારા હવે તેમના ગુનાઈત ઇતિહાસની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે, જેથી આ ગેંગના અન્ય સાગરીતો સુધી પણ પહોંચી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

August 26, 2026
ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.
GUJARAT

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

August 26, 2026
Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

August 26, 2026
Next Post
જનેતાનો હત્યારો પુત્ર: વલસાડમાં દવા પીવા મુદ્દે તકરાર થતા પાપી પુત્રએ ત્રિકમના ઘા ઝીંકી માતાની હત્યા…

જનેતાનો હત્યારો પુત્ર: વલસાડમાં દવા પીવા મુદ્દે તકરાર થતા પાપી પુત્રએ ત્રિકમના ઘા ઝીંકી માતાની હત્યા...

ચેતજો! તમને પનીરના નામે કેમિકલ પીરસાય છે, અમદાવાદની 27 હજાર રેસ્ટોરન્ટમાં કાળો કારોબાર | Fake Paneer…

ચેતજો! તમને પનીરના નામે કેમિકલ પીરસાય છે, અમદાવાદની 27 હજાર રેસ્ટોરન્ટમાં કાળો કારોબાર | Fake Paneer...

7 લાખ ઝાડુ અને 3 કરોડ રૂપિયાનો ધુમાડો! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ખરીદી જાણી ચોંકી જશો | AMC …

7 લાખ ઝાડુ અને 3 કરોડ રૂપિયાનો ધુમાડો! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ખરીદી જાણી ચોંકી જશો | AMC ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ભારત રમત-ગમતમાં પાછળ છે, તે માટે લોકોની ઉદાસીનતા પણ જવાબદાર’: અંજુ બોબી જ્યોર્જ | Anju Bobby George…

‘ભારત રમત-ગમતમાં પાછળ છે, તે માટે લોકોની ઉદાસીનતા પણ જવાબદાર’: અંજુ બોબી જ્યોર્જ | Anju Bobby George…

11 months ago
નર્સિંગની વિદ્યાર્થિનીનો પીછો કરી હેરાન કરતો બાઇક ચાલક | Biker harassing and chasing nursing student

નર્સિંગની વિદ્યાર્થિનીનો પીછો કરી હેરાન કરતો બાઇક ચાલક | Biker harassing and chasing nursing student

8 months ago
માંડલ મૃત્યુંજય મહાદેવજીને પ્રથમ શ્રાવણિયા સોમવારે દુર્લભ શૃંગાર | Rare adornment of Mandal Mrityunj…

માંડલ મૃત્યુંજય મહાદેવજીને પ્રથમ શ્રાવણિયા સોમવારે દુર્લભ શૃંગાર | Rare adornment of Mandal Mrityunj…

1 year ago
ગારિયાધાર નગરપાલિકાના 6.62 કરોડના પુરાંતવાળા બજેટને મંજૂરી | Gariyadhar Municipality surplus budget …

ગારિયાધાર નગરપાલિકાના 6.62 કરોડના પુરાંતવાળા બજેટને મંજૂરી | Gariyadhar Municipality surplus budget …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News