Rajasthan BJP Rename Vice-Chancellors from Kulpati to Kulguru: રાજસ્થાનમાં હવે યુનિવર્સિટીના કુલપતિ કુલગુરૂ કહેવાશે. ભાજપના નેતાઓએ કુલપતિના નામમાં પતિ શબ્દને ખોટો જણાવી તેને ગુરૂ કરવાની માંગ કરી હતી. ત્યારબાદ સરકારે રાજસ્થાન વિધાનસભામાં નામ બદલવા માટે બિલ રજૂ કરી તેને વિધાનસભામાં પસાર કર્યું હતું.
કુલપતિનું નામ બદલીને ‘કુલગુરૂ’ કરાયું
રાજસ્થાન વિધાનસભામાં ‘યુનિવર્સિટીના કાયદા સંશોધન બિલ’ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ હેઠળ પ્રદેશની 32 સરકારી સહાય મેળવવા માટે યુનિવર્સિટીમાં કુલપતિનું પદનામ બદલીને ‘કુલગુરૂ’ અને પ્રતિકુલપતિ (Pro Vice Chancellery) નું નામ બદલીને ‘પ્રતિકુલગુરૂ’ કરી દેવામાં આવ્યું છે. આ બદલાવ ફક્ત હિન્દી ભાષામાં લાગુ પડશે. જોકે, અંગ્રેજીમાં Vice Chancellor અને Pro Vice Chancellery જ રહેશે.
આ પણ વાંચોઃ VIDEO: નીતિશ કુમારે ફરી લોથ મારી, રાષ્ટ્રગાન વચ્ચે વિચિત્ર પ્રકારની હરકતો કરતાં હોબાળો
વિપક્ષે કર્યો વિરોધ
બિલ પર ચર્ચા દરમિયાન નેતા વિપક્ષ ટીકારામ ઝૂલીએ પ્રદેશની યુનિવર્સિટીમાં બાહ્ય કુલપતિઓના વર્ચસ્વ પર પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, રાજસ્થાનની 32 યુનિવર્સિટીમાંથી ફક્ત ચારમાં જ રાજ્યના કુલપતિ છે. જોકે, સૌથી વધારે કુલપતિ ઉત્તર પ્રદેશથી નિયુક્ત કરવામાં આવ્યા છે. ઝૂલીએ એક મેડિકલ યુનિવર્સિટીનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, મહારાષ્ટ્રથી એક એવા વ્યક્તિને કુલપતિ બનાવી દેવામાં આવ્યા છે, જે ડૉક્ટર પણ નથી. તે આ પદ માટે અયોગ્ય છે. પ્રદેશની અનેક યુનિવર્સિટીમાં શિક્ષકોને સમય પર વેતન નથી મળી રહ્યું અને 4 હજારથી વધારે જગ્યા ખાલી પડી છે. ફક્ત નામ બદલવાથી કોઈ મોટો બદલાવ નહીં આવે, જ્યાં સુધી યુનિવર્સિટીઓમાં વૈદિક સંસ્કૃતિ અને સનાતન ધર્મના સંસ્કાર નહીં લાવવામાં આવે.
આ પણ વાંચોઃ દુર્ઘટના નહીં બદલો..! પૂણેમાં બસમાં આગની ઘટનામાં 4ના મોત મામલે મોટો ખુલાસો, ડ્રાઈવરે કર્યો કાંડ
સંસદીય કાર્યમંત્રી જોગારામ પટેલે કહ્યું કે, વિપક્ષ ફક્ત રાજકારણ કરવા માટેના મુદ્દા શોધી રહ્યું છે. ભાજપ સરકારનો હેતુ પ્રદેશમાં સર્વાંગી વિકાસ અને બગડેલા ઢાંચાને ઠીક કરવાનો છે.
ભારે બ્રીફકેસ લાવે છે તેને કુલપતિ બનાવી દેવાય છે
વળી, અપક્ષ ધારાસભ્ય રવિન્દ્ર સિંહ ભાટીએ કહ્યું કે, કુલગુરૂ કરવાની બદલે આ પરંપરાને બદલવામાં આવે. જે ભારે બ્રીફકેસ લાવે છે તેને કુલપતિ બનાવવામાં આવે છે. આ કામ બંને પાર્ટીઓના રાજમાં થતું આવ્યું છે.