gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતના ટેક્સટાઈલ પર અમેરિકામાં શૂન્ય ટેરિફની સંભાવના : ગોયલ | Zero tariff likely in US on Indian tex…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in INDIA
0 0
0
ભારતના ટેક્સટાઈલ પર અમેરિકામાં શૂન્ય ટેરિફની સંભાવના : ગોયલ | Zero tariff likely in US on Indian tex…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બાંગ્લાદેશ જેવા લાભ લેવા ભારતે કોટન-યાર્ન અમેરિકા પાસેથી ખરીદવું પડશે

– ભારત સાથેનો વેપાર કરાર ઐતિહાસિક, અમેરિકાના કોલસાની નિકાસને નવી ઊંચાઈએ લઈ જશે : ટ્રમ્પ

નવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારની જાહેરાત કર્યાના ૧૦ દિવસ પછી પણ આ કરાર અંગે વિવાદો યથાવત્ છે. અમેરિકાએ આ કરાર અંગેની ફેક્ટ શીટમાં મોટા ફેરફારો કરી કેટલીક શરતોમાં છૂટ આપી છે ત્યારે ભારતીય નિકાસકારોને પણ રાહત મળી રહી હોવાની વિગતો સામે આવી છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે ગુરુવારે કહ્યું કે, ભારતના કાપડ ક્ષેત્રને અમેરિકામાં વધુ લાભ મળી શકે છે. ભારતીય કાપડ પર અમેરિકામાં શૂન્ય ટેરિફની સંભાવના છે. બીજીબાજુ ટ્રમ્પ સરકારે ફેક્ટ શીટમાં કરેલા ફેરફારો અંગે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે, ૭ ફેબુ્રઆરી ૨૦૨૬ના રોજ બંને દેશના સંયુક્ત નિવેદન જ વેપાર કરારનો મુખ્ય આધાર છે.

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર વાટાઘાટોમાં મહત્વની ભૂમિકા ભજવનારા કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે સંકેત આપ્યા છે કે ભારતીય ટેક્સટાઈલ સેક્ટરને પણ બાંગ્લાદેશની જેમ અંતિમ સમજૂતી પર હસ્તાક્ષર થયા પછી શૂન્ય ટેરિફની સુવિધા મળવાની આશા છે. તેમના આ નિવેદનથી ભારતના કાપડ નિકાસકારોને ઘણી રાહત મળી શકે, કારણ કે ભારતીય નિકાસકારો સામે બાંગ્લાદેશ સાથે અમેરિકાના વેપાર કરારે મોટો પડકાર ઊભો કર્યો છે.

પીયુષ ગોયલે સ્પષ્ટ કર્યું કે, બાંગ્લાદેશને જેમ અમેરિકામાંથી કાચો માલ ખરીદીને તેને સંશોધિત કરી કાપડ તૈયાર કરીને તેની અમેરિકામાં નિકાસ કરવામાં આવે તો કોઈ ટેરિફ નહીં લાગે. આવી જ સુવિધા ભારતને પણ મળશે. જોકે, હાલ વચગાળાના વેપાર કરારની ફ્રેમવર્કમાં આ બાબતનો સમાવેશ થઈ શક્યો નથી, પરંતુ આ વચગાળાનો કરાર તૈયાર થઈને અંતિમ કરારનું સ્વરૂપ લેશે ત્યારે તેમાં તેનો સમાવેશ થશે. અત્યારે આપણો વેપાર કરાર તૈયાર થઈ રહ્યો છે અને તે અંતિમ કરારનું સ્વરૂપ લેશે ત્યારે તમને તેની પ્રત્યેક ઝિણવટપૂર્વકની વિગતો સમજમાં આવશે. અમેરિકાએ કરારની ફેક્ટશીટમાં કરેલા ફેરફારો અંગે વિદેશ મંત્રાલયે ગુરુવારે કહ્યું કે, ભારત અને અમેરિકાનું ૭ ફેબુ્રઆરી ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલ સંયુક્ત નિવેદન જ આ કરારનો મૂળ આધાર છે. આ સંયુક્ત નિવેદનમાં પારસ્પરિક અને બંને દેશો માટે લાભદાયક વચગાળાના વેપાર કરારનું માળખુપ તૈયાર કરાયું હતું. અમેરિકાએ ફેક્ટશીટમાં કરેલાલ ફેરફાર ભારત માટે રાહતપૂર્ણ છે, જેમાં સૌથી મોટો ફેરફાર ભારત દ્વારા ૫૦૦ અબજ ડોલરથી વધુના મૂલ્યના અમેરિકન ઉત્પાદનો ખરીદવાની કટીબદ્ધતા જણાવાઈ હતી, પરંતુ સુધારેલી આવૃત્તિમાં તેને ખરીદવાના ઈરાદા અથવા યોજનાના રૂપમાં રજૂ કરાયું છે. એટલે કે હવે આ શરત બંધનકર્તા નથી. આ સિવાય ફેક્ટશીટમાં દાળો અને કૃષિ જેવા શબ્દો હટાવી લેવાયા છે. 

દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પેભારત સાથેના વેપાર કરારને ઐતિહાસિક ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, આ સોદો અમેરિકાની કોલસા નિકાસને નવી ઊંચાઈ પર લઈ જશે. ચેમ્પિયન ઓફ કોલ કાર્યક્રમમાં પ્રમુખ ટ્રમ્પે ભારત સાથે કરારને વૈશ્વિક ઊર્જા બજારમાં અમેરિકાની વધતી તાકતનું પ્રતીક ગણાવ્યું. ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા હાલમાં દુનિયાનો નંબર-૧ ઊર્જા ઉત્પાદક દેશ બની ગયો છે અને હવે ઝડપથી એક મોટા ઊર્જા નિકાસકારના રૂપમાં ઊભરી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકાએ ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશો સાથે ઐતિહાસિક વેપાર કરાર કર્યા છે, જેનો લાભ અમેરિકન કોલસાના નિકાસકારોને મળશે. દુનિયામાં આપણો કોલસો સૌથી સારી ગુણવત્તાનો મનાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડાબી નહીં, જમણી બાજુ હૃદય, દિલ્હીની હોસ્પિટલમાં પહેલીવાર થઈ દુનિયાની અનોખી સર્જરી | Heart problem rm…
INDIA

ડાબી નહીં, જમણી બાજુ હૃદય, દિલ્હીની હોસ્પિટલમાં પહેલીવાર થઈ દુનિયાની અનોખી સર્જરી | Heart problem rm…

April 3, 2026
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ | 5 9 magnitude…
INDIA

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ | 5 9 magnitude…

April 3, 2026
પાકિસ્તાન માટે કામ કરનારા 4 આતંકવાદીઓની UPથી ધરપકડ, સલૂનની આડમાં દેશ વિરોધી ષડયંત્ર | up ats four te…
INDIA

પાકિસ્તાન માટે કામ કરનારા 4 આતંકવાદીઓની UPથી ધરપકડ, સલૂનની આડમાં દેશ વિરોધી ષડયંત્ર | up ats four te…

April 3, 2026
Next Post
અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ, ચાની કીટલી પર યુવક પર જીવલેણ હુમલો | Ahmedabad Vejalpur Firing: Youth …

અમદાવાદના વેજલપુરમાં ફાયરિંગ, ચાની કીટલી પર યુવક પર જીવલેણ હુમલો | Ahmedabad Vejalpur Firing: Youth ...

સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …

સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે 'ઘીના કમળ' | ...

અચાનક કડાકા બાદ ફરી તેજી, સોનામાં ₹1500 તો ચાંદીમાં ₹5500થી વધુનો ઉછાળો આવ્યો | Gold and silver rebo…

અચાનક કડાકા બાદ ફરી તેજી, સોનામાં ₹1500 તો ચાંદીમાં ₹5500થી વધુનો ઉછાળો આવ્યો | Gold and silver rebo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NIFTY 50 કંપનીઓને નવા લેબર કોડથી રૂ.13,161 કરોડનો ફટકો | NIFTY 50 companies face Rs 13 161 crore hit…

NIFTY 50 કંપનીઓને નવા લેબર કોડથી રૂ.13,161 કરોડનો ફટકો | NIFTY 50 companies face Rs 13 161 crore hit…

1 month ago
ગુજરાતમાં બાળકો દત્તક લેવાની સંખ્યામાં 20 ટકાનો વધારો, 10 વર્ષમાં 1,287 બાળકો દત્તક લેવાયા | 20 perc…

ગુજરાતમાં બાળકો દત્તક લેવાની સંખ્યામાં 20 ટકાનો વધારો, 10 વર્ષમાં 1,287 બાળકો દત્તક લેવાયા | 20 perc…

6 months ago
રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ વચ્ચે ગઠિયાઓ પણ સક્રિય | cheaters active in railway station

રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ વચ્ચે ગઠિયાઓ પણ સક્રિય | cheaters active in railway station

5 months ago
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા ર…

ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા ર…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News