gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટનો નિર્ણય, ચૂંટણી યોજાશે પણ પરિણામ પર રોક, બેલેટ પેપર ર…

G METRO NEWS by G METRO NEWS
February 13, 2026
in GUJARAT
0 0
0
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટનો નિર્ણય, ચૂંટણી યોજાશે પણ પરિણામ પર રોક, બેલેટ પેપર ર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat High Court On BCA : ગુજરાત હાઇકોર્ટમાં વડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં BCCI, બરોડા ક્રિકેટ એસોસિએશન(BCA), પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલેને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. 

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી અંગે હાઈકોર્ટનો નિર્ણય

BCAની ચૂંટણી પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી જેવા પદો માટે યોજાઇ રહી છે. જેમાં પક્ષકારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. જોકે, સુપ્રીમ કોર્ટના વર્ષ 2022ના ચુકાદા મુજબ સુધી હોદ્દા પર રહેનાર વ્યક્તિ ચૂંટણી માટે આપોઆપ અયોગ્ય બને છે. વળી હોદ્દા ઉપર સતત બે ટર્મ પછી 03 વર્ષનો કુલિંગ પિરિયડ જરૂરી છે. જેથી અરજદારો દ્વારા ચૂંટણી ઓફિસર સમક્ષ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર પક્ષકાર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલેને અયોગ્ય જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જોકે, ચૂંટણી ઓફિસર દ્વારા અરજદારે રજૂ કરેલા વાંધા ઉપર કોઈ નિર્ણય લેવાયો નથી અને વળી ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરાઈ છે. બીજી વખત પણ વાંધો રજૂ કરવા છતાં અરજદારોની વાતને ગણકારવામાં આવી નથી. 

બરોડા ક્રિકેટ એસોસિયેશન વતી રજૂઆત કરવામાં આવી હતી કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર મેમોરેન્ડમ ઓફ એસોસિએશનને સુધારવામાં આવ્યું છે. ફરિયાદો માટે ઓમ્બ્યુસમેન્ટની રચના છે. જેના ચેરમેન તરીકે કેરાલા હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ કાર્યરત છે. જ્યારે અરજદારો પાસે બીજી કાનૂની પ્રક્રિયા ઉપલબ્ધ છે, ત્યારે હાઇકોર્ટમાં સીધી અરજી ટકવા પાત્ર નથી. 

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાના નવા કલેવર: દિવાલો પર ચમકશે રાજ્યના કલા-કારીગરોનું કૌશલ્ય અને સાંસ્કૃતિક વારસો

સામે પક્ષે અરજદારો દ્વારા રજૂઆત કરાઈ હતી કે, BCCI અને BCA સંપૂર્ણપણે ખાનગી વ્યક્તિઓ નથી. ભારતમાં ઓર્ગેનાઇઝ ક્રિકેટ ઉપર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો સંપૂર્ણ કાબુ છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ક્રિકેટ બોડી ભંગ કરી શકે નહીં. અરજદારોના વાંધા ઉપર નિર્ણય લીધા વગર ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવી તે લોકશાહીના સિદ્ધાંતોનો ભંગ છે. 

ચૂંટણી યોજાશે પણ પરિણામ પર રોક, બેલેટ પેપર રાખવા પડશે સીલબંધ!

ગુજરાત હાઇકોર્ટે બંને પક્ષકારોને સાંભળીને પ્રાથમિક દ્રષ્ટિએ નોંધ્યું હતું કે, BCCI અને BCA સંપૂર્ણ પ્રાઇવેટ વ્યક્તિ નથી. બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં પણ હોય છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ભારતમાં ઓર્ગેનાઈઝ ક્રિકેટ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે. ચૂંટણી પ્રક્રિયામાં સ્ક્રૂટિની એ ફક્ત એક મિકેનિકલ પ્રક્રિયા નથી. 

અયોગ્ય પ્રક્રિયાઓ સામે આવેલી અરજી ઉપર કોર્ટ મૂક પ્રેક્ષક બની શકે નહીં. સુપ્રીમ કોર્ટના નિર્દેશો ચૂંટણી અધિકારી અવગણ્યા છે. આ કેસને મેરીટ ઉપર નક્કી કરવો જરૂરી છે. જો કે ચૂંટણી પ્રક્રિયા જાહેર થયા બાદ તેની ઉપર અત્યારે સ્ટે આપી શકાય તેમ નથી. જો અરજીને નકારી દેવામાં આવે તો તેનો હેતુ માર્યો જાય તેમ છે. 

આ પણ વાંચો: ગાંધીનગર: GIFT સિટીના નવા ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક, હસમુખ અઢિયાનું લેશે સ્થાન

આખી હાઇકોર્ટે મૌખિક હુકમ કર્યો હતો કે, 15 ફેબ્રુઆરીના રોજ યોજનારી બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સમય અનુસાર જ યોજાશે. તેમાં અરજીમાં સામેલ પક્ષકારો ભાગ પણ લઈ શકશે. પરંતુ હાઇકોર્ટની પૂર્વ મંજૂરી વગર પરિણામ જાહેર કરી શકાશે નહીં. બેલેટ પેપરને સુરક્ષિત રીતે રાખવાના રહેશે. હાઇકોર્ટમાં આ મુદ્દે વધુ સુનાવણી 17 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ
GUJARAT

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

August 11, 2026
ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
Next Post
અમરેલીના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ, રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો | Munjiyasar Dam canal c…

અમરેલીના મુંજીયાસર ડેમની કેનાલમાં ભંગાણ, રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો | Munjiyasar Dam canal c...

જયરાજ આહીર ફરી આવ્યો વિવાદમાં, પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં, કલેક્ટરે આપ્યા તપાસના…

જયરાજ આહીર ફરી આવ્યો વિવાદમાં, પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં, કલેક્ટરે આપ્યા તપાસના...

કફ શીરપ વેચતા પહેલા પોલીસે રૃા.૧.૩૦ લાખના જથ્થા સાથે પકડાયો | A toriir ekkewe safeien opuchopuch mi …

કફ શીરપ વેચતા પહેલા પોલીસે રૃા.૧.૩૦ લાખના જથ્થા સાથે પકડાયો | A toriir ekkewe safeien opuchopuch mi ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રહેણાંક મકાનમાંથી બિયરના 264 ટીન મળ્યાં, બુટલેગર ફરાર | 264 cans of beer found in residential buildi…

રહેણાંક મકાનમાંથી બિયરના 264 ટીન મળ્યાં, બુટલેગર ફરાર | 264 cans of beer found in residential buildi…

1 year ago
ટેક્સપેયર્સ માટે મોટી રાહત, હવે આ તારીખ સુધી ભરી શકશો ITR, લંબાવાઈ ડેડલાઈન | ITR Deadline Extended C…

ટેક્સપેયર્સ માટે મોટી રાહત, હવે આ તારીખ સુધી ભરી શકશો ITR, લંબાવાઈ ડેડલાઈન | ITR Deadline Extended C…

1 year ago
કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં કુલ ૫૨ બેઠકોમાંથી 26 બેઠકો મહિલાઓ માટે અનામત | 26 out of 52 seats in Kara…

કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં કુલ ૫૨ બેઠકોમાંથી 26 બેઠકો મહિલાઓ માટે અનામત | 26 out of 52 seats in Kara…

8 months ago
પ.બંગાળના કોલકાતામાં હોટેલમાં લાગી ભીષણ આગ, 14ના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | Massive fire breaks o…

પ.બંગાળના કોલકાતામાં હોટેલમાં લાગી ભીષણ આગ, 14ના મોતની આશંકા, અનેક ઈજાગ્રસ્ત | Massive fire breaks o…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News