– ફુલસરના શખ્સોએ 5 ઈંડા ઘરે લાવી કૂકડીના ઈંડા સાથે રાખી દીધા હતા
– સાડા દસ વર્ષ પૂર્વેની ઘટનામાં તળાજા કોર્ટનો ચુકાદો, 10-10 હજારનો દંડ પણ ફટકાર્યો
તળાજા : તળાજા તાલુકાના ફુલસર ગામના ત્રણ શખ્સને મોરના ઈંડા ગેરકાયદે રીતે કબજામાં રાખવાના કેસમાં ત્રણ વર્ષની સાદી કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકારતો કોર્ટે હુકમ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તળાજાના ફુલસર ગામે રહેતો ધીરૂ નાનુભાઈ વાઘેલા, વલકુ પુનાભાઈ વાઘેલા અને નીરૂ પુનાભાઈ વાઘેલા નામના શખ્સોએ મોર (માદા)ના જીવિત ઈંડા નં.૫ માળામાં હોય, તેને પોતાના ઘરે લઈ જઈ પાલતું કૂકડીના ઈંડા સાથે રાખી આ ઈંડા સેવીને તેમાંથી બચ્ચા થતા મોટા કરી તેને ખાવાનો બદઈરાદે ધરાવ્યો હતો.