![]()
વિરમગામ – વિરમગામ નગરપાલિકાની
સેનેટરી અને ફાયર ટીમે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ ઝુંબેશ હેઠળ હાંસલપુર જીઆઇડીસીમાં આવેલી ‘એપલ માવા‘ બનાવતી રઘુવીર ટ્રેડિંગ ફેક્ટરી પર દરોડો
પાડયો હતો. તપાસ દરમિયાન સ્વાસ્થ્ય માટે જોખમી અને હલકી ગુણવત્તાના ૨,૫૮૦ કિલો પ્લાસ્ટિક રોલ મળી આવતા તે જપ્ત કરાયો હતો. પાલિકાએ માલિક પાસેથી રૃ.૧૦,૦૦૦નો દંડ વસૂલી કાર્યવાહી હાથ ધરી છે.










