Jamnagar Gambling Raid : જામનગરમાં ગોકુલ નગર નજીક પાણાખાણ શેરી નંબર એકમાં રહેતા નારણભાઈ વેજાણંદભાઈ ડેર નામના વેપારી શખ્સના મકાનમાં ચાલતા જુગારધામ પર ગઈકાલે રાત્રે એલસીબીની ટુકડી ત્રાટકી હતી, જે દરમિયાન 7 જેટલા જુગારીઓ ગંજીપાના વડે જુગાર રમતાં મળી આવ્યા હતા.
આથી પોલીસે નારણભાઈ ડેર ઉપરાંત વનરાજભાઈ સવજીભાઈ પારજીયા, રમેશ બાબુભાઈ મકવાણા, ભીખુભાઈ પોલાભાઈ ડાંગર, સંજય બાબુભાઈ તારાવીયા, અજય ભીખુભાઈ જંડાલિયા તેમજ ગોવિંદભાઈ નાથાભાઈ રાઠોડની પોલીસે અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 67,000ની માલમતા કબજે કરી છે.