gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બેસ્ટ ઓફ લક : આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ વિદ્યાર્થી પોતાનું ભાવિ આંકશે | Best of luck: Board exa…

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in GUJARAT
0 0
0
બેસ્ટ ઓફ લક : આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ વિદ્યાર્થી પોતાનું ભાવિ આંકશે | Best of luck: Board exa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થાથી લઈ સુરક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ

– વિ.પ્ર.ના કેન્દ્રો, વધુ સંખ્યા ધરાવતા કુલ 60 સેન્ટર પર કાયમી ઓબ્ઝર્વરની નિમણૂંક, ધો.10 ના છાત્રો પોતાના સીટ નંબર પર જ બેસે તે સુનિશ્ચિત કરવા સુચના

ભાવનગર : ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા તા. ૨૬ ફેબુ્ર.થી ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને વિદ્યાર્થીઓ કોઈપણ ભય વિના મુક્ત મને પરીક્ષા આપે તે સુનિશ્ચિત કરવા સુચના અપાઈ છે. ભાવનગર જિલ્લામાં ધો. ૧૨માં સા.પ્ર.ના ૧૮૭૧૦ વિદ્યાર્થી વિ.પ્ર.ના ૬૨૯૨ વિદ્યાર્થી પરીક્ષા આપનાર છે. જ્યારે ધો. ૧૦માં ૩૭૫૦૧ વિદ્યાર્થી પરીક્ષા માટે નોંધાયા છે. જ્યારે ધો. ૧૦ના છાત્રો પ્રથમવાર પરીક્ષા આપતા હોય પોતાના સીટ નંબર પરજ બેસે તે સુનિશ્ચિત કરવા ખંડ નિરીક્ષકોને સુચના અપાઈ છે તો સુરક્ષા વ્યવસ્થા માટે ૬૦ સેન્ટરો પર ઓબ્ઝર્વેરની નિમણુંક કરાઈ હોવાનું જણાયું છે.

આવતીકાલે ગુરૂવારથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેની હોલટીકીટ આવ્યા બાદ આજે સ્થળ પરીક્ષણ માટે શાળાઓ ખુલ્લી રખાઈ હતી. બોર્ડની આ વર્ષની પરીક્ષામાં ધો. ૧૨ સાયન્સ પ્રવાહ પરીક્ષા ૬૯ સેન્ટરો પર કુલ ૬૨૪ બ્લોકમાં લેવાશે. તો ધો. ૧૨ વિ.પ્ર. માટે ૩૧ સેન્ટરના ૩૧૯ બ્લકમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે અને બે ઝોન કાર્યરત કરાયા છે. જ્યારે ધો. ૧૦ માટે ૧૩૨ સેન્ટરોના ૧૨૫૪ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે અને ત્રણ ઝોન કાર્યરત કરાયા છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ લેન્ડલાઈન નંબર કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત છે. આ પરીક્ષા દરમ્યાન બે ફલાઈંગ સ્કવોડ દેખરેખ માટે નિમાઈ છે. તો ગેરરીતી ડામવા ધો. ૧૨ વિ.પ્ર. અને વધુ સંખ્યા વાળા તેમજ શંકાવાળા મળી કુલ ૬૦ સેન્ટરો પર કાયમી ઓબ્ઝર્વરની નિમણુંક કરવામાં આવી છે. આ સાથે પરીક્ષા પૂર્વ પોલીસ તાલીમ લીધેલા શિક્ષકો દ્વારા તમામ વર્ગખંડોનું અને શાળા પરીસરનું ચેકીંગ કરશે. દરેક સેન્ટર પર બે પોલીસ કોન્સ્ટેબલ અને બે હોમગાર્ડ જવાનોને ડયુટી ફાળવાઈ છે. જ્યારે પ્રશ્ન પત્રની ગોપનીયતા જાળવવા પ્રશ્નપત્ર કેન્દ્ર સુધી જતી વેળા, ખોલતા પહેલા, અને ખોલ્યા બાદના ફોટોગ્રાફ નિશ્ચિત સમયે પાટ એપ્લીકેશનમાં અપલોડ કરવાના રહેશે. તો ધો. ૧૦ના વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા પરથમ વખત હોય ભુલથી અન્ય નંબર પર ન બેસે પોતાના સીટ નંબર ઉપર જ બેસે તે સુનિશ્ચિત કરવા કેન્દ્ર સંચાલક અને ખાસ ખંડ સંચાલકને સુચના અપાઈ છે અને કેન્દ્રમાં પ્રવેશતા પૂર્વે યોગ્ય તપાસ કરી વિદ્યાર્થી મુક્ત મને પોતાની પરીક્ષા આપે તેવું વાતાવરણ બનાવવા આજે મળેલી વિડીયો કોન્ફરન્સમાં જણાવાયું હતું. જ્યારે બે પેપર વચ્ચે એક દિવસની રજાનો ગેપ પણ વિદ્યાર્થીઓ માટે તૈયારીનો અપાયો છે. તો શિક્ષણ તંત્ર દ્વારા પરીક્ષા લક્ષી તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. ત્યારે તમામ વિદ્યાર્થી માટે બેસ્ટ ઓફ લક.

પરીક્ષાના પ્રથમ દિવસે ધો. 12 માં 78 કેન્દ્રો અને ધો. 10 માં 124 કેન્દ્રો રન થશે

બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ભાવનગર જિલ્લામાં ધો. ૧૨ સા.પ્ર.માં સહકાર પંચાયત વિષયમાં ત્રણ કેન્દ્રો પર ૧૦૪ વિદ્યાર્થી તો અર્થશાસ્ત્ર વિષયમાં ૪૫ કેન્દ્રો પર ૧૦૩૭૯ વિદ્યાર્થી પરીક્ષા આપનાર છે તો વિ.પ્ર.માં ભૌતિક વિજ્ઞાાન વિષયમાં ૩૦ કેન્દ્રો રન થશે અને કુલ ૬૨૬૮ વિદ્યાર્થી પરીક્ષા આપશે. જ્યારે ધો. ૧૦માં પ્રથમ ભાષા ગુજરાતી વિષયમાં ૩૦૮૮૮ અને અંગ્રેજી ભાષામાં ૨૨૦૩ વિદ્યાર્થી ૮૪ બિલ્ડીંગનાં ૧૧૫૨ બ્લોકમાં પ્રથમ પેપર લખશે. આમ પરીક્ષાનાં પ્રથમ દિવસથી લઈ અંતીમ દિવસ સુધીનું આયોજન ઝોનલ અધિકારીને સોંપવામાં આવ્યું છે.

બોટાદ જિલ્લામાં ધો. 10 નાં 10260 અને ધો. 12 માં 6690  વિદ્યાર્થી પરીક્ષા આપશે

ભાવનગર જિલ્લાની સાથે બોટાદ જિલ્લામાં પણ બોર્ડની પરીક્ષાની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. આ વર્ષે બોટાદમાં ધો. ૧૦માં ૧૦૨૬૦ વિદ્યાર્થી માટે ૩૪ સેન્ટર પર ૩૪૨ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે. તો ધો. ૧૨ સા.પ્ર.માં નોંધાયેલા ૫૭૩૦ વિદ્યાર્થી ૧૯ સેન્ટરના ૧૯૧ બ્લોકમાં પરીક્ષા આપશે. જ્યારે ધો. ૧૨ વિ.પ્ર. માટે પાંચ સેન્ટરનાં ૪૮ બ્લોકમાં ૯૬૦ વિદ્યાર્થી માટે બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે. બોટાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ સ્થળ સંચાલકોની બેઠક બોલાવી પરીક્ષા લક્ષી જરૂરી સુચના જાહેર કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
જૂનિયર ક્લાર્ક બાદ હવે સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર તરીકે પસંદગી | After Junior Clerk now selected as Sta…

જૂનિયર ક્લાર્ક બાદ હવે સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર તરીકે પસંદગી | After Junior Clerk now selected as Sta...

શ્રમિકોએ પેન્શન વધારા, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદી જેવા મુદ્દે સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો | Exp…

શ્રમિકોએ પેન્શન વધારા, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદી જેવા મુદ્દે સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો | Exp...

બાલાસિનોરમાં 137 વર્ષથી ઉજવાતા 'ફગવા મહોત્સવ'ની ઉત્સાહભેર ઉજવણી

બાલાસિનોરમાં 137 વર્ષથી ઉજવાતા 'ફગવા મહોત્સવ'ની ઉત્સાહભેર ઉજવણી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આધેડ મહિલા પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા આરોપીને આજીવન કેદ | Accused of raping and murdering middl…

આધેડ મહિલા પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા આરોપીને આજીવન કેદ | Accused of raping and murdering middl…

5 months ago
એમ.એસ.યુનિ.માં અધ્યાપકોની 800 જગ્યાઓ માટેનું રોસ્ટર મંજૂર થવામાં વિલંબ | delay in roster approval fo…

એમ.એસ.યુનિ.માં અધ્યાપકોની 800 જગ્યાઓ માટેનું રોસ્ટર મંજૂર થવામાં વિલંબ | delay in roster approval fo…

8 months ago
ગોધરા શહેરમાં 13 કલાકના વીજકાપથી ગ્રાહકોમાં રોષ, MGVCL કચેરીએ મચાવ્યો હોબાળો | Gondhra Power Outage:…

ગોધરા શહેરમાં 13 કલાકના વીજકાપથી ગ્રાહકોમાં રોષ, MGVCL કચેરીએ મચાવ્યો હોબાળો | Gondhra Power Outage:…

12 months ago
ભારતે અબુ ધાબી પાસેથી ખરીદ્યું 20 લાખ બેરલ ‘અપર ઝકુમ’ ઓઈલ, જાણો આ રશિયન ક્રૂડથી કેટલું અલગ છે | Indi…

ભારતે અબુ ધાબી પાસેથી ખરીદ્યું 20 લાખ બેરલ ‘અપર ઝકુમ’ ઓઈલ, જાણો આ રશિયન ક્રૂડથી કેટલું અલગ છે | Indi…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News