અડાલજ અને કલોલની હોટલમાં લઈ જઈને
તું મારું કંઈ બગાડી નહીં શકે, હું લગ્ન નહીં કરું તેમ કહેતા મહિલાએ અડાલજ પોલીસમાં ફરિયાદ આપી
ગાંધીનગર : ગાંધીનગર નજીક આવેલા પેથાપુર વિસ્તારમાં રહેતી ત્યક્તા
મહિલાને લગ્ન કરવાની લાલચ આપીને કલોલના લોન એજન્ટ દ્વારા હોટલમાં લઈ જઈને દુષ્કર્મ
આચારવામાં આવ્યું હતું અને ત્યારબાદ લગ્ન કરવાની ના પાડતા મહિલાએ અડાલજ પોલીસ
મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ શરૃ કરી હતી.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
શહેરમાં રહેતી યુવતી દ્વારા આઠ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કરવામાં આવ્યા હતા અને
ત્યારબાદ આ લગ્નજીવનથી તેણે એક બાળકીને જન્મ પણ આપ્યો હતો. દરમિયાનમાં પરિવારને
આથક જરૃરિયાત ઊભી થતા લોન એજન્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમાં કલોલ ખાતે
રહેતા આકાશસિંહ જીતેન્દ્રસિંહ વાઘેલાનો સંપર્ક થતા તેણે ૩૫,૦૦૦ની લોન કરી
આપી હતી. આ દરમિયાન આ લોન એજન્ટ દ્વારા હપ્તા બાબતે આવનાર ઉઘરાણી કરવામાં આવતી હતી
અને તે સમયે મહિલા અને લોન એજન્ટ વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. આ દરમિયાન મહિલાને તેના
પતિ સાથે પણ અણબનાવ શરૃ થયા હતા અને તેના કારણે તેણે બે વર્ષ પહેલા છૂટાછેડા પણ લઈ
લીધા હતા. પુત્રી સાથે પેથાપુર વિસ્તારમાં રહેતી આ મહિલાને લોન એજન્ટ આકાશસિંહ
દ્વારા અડાલજ ખાતે મળવા માટે બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ તેને હોટલમાં લઈ જઈ
વાતચીત શરૃ કર્યા બાદ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં અવારનવાર આ
પ્રકારે તેને હોટલમાં લઈ જઈને પોતાની હવસનો શિકાર બનાવવામાં આવી હતી તો મહિલાને
લગ્ન કરવાની લાલચ પણ આપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ તેણે લગ્ન કરવા માટે ઇન્કાર
કરી દીધો હતો અને તું મારું કંઈ બગાડી નહીં શકે તેવી ધમકી પણ આપી હતી.
જેના પગલે કંટાળીને મહિલાએ આ લોન એજન્ટ સામે અડાલજ પોલીસ
મથકમાં દુષ્કર્મની ફરિયાદ આપતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી
છે.