gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડાકોરમાં આસ્થાનો મહાકુંભ : 5 લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શન કર્યા | More than 5 lakh devotees h…

G METRO NEWS by G METRO NEWS
March 4, 2026
in GUJARAT
0 0
0
ડાકોરમાં આસ્થાનો મહાકુંભ : 5 લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શન કર્યા | More than 5 lakh devotees h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– લાખો શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં ફાગણી પૂનમનો લોકમેળો અને રંગોત્સવ સંપન્ન 

– ભક્ત અને ભગવાનનો અનોખો મિલાપ : પરંપરાગત રીતે સોનાની પિચકારી દ્વારા કેસૂડાના જળનો ભક્તો પર છંટકાવ, વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાની ખાસ તકેદારી રાખવામાં આવી 

ડાકોર,નડિયાદ : ફાગણી પૂનમ મહોત્સવના અંતિમ દિવસે ડાકોરમાં ભક્તિનો મહાસાગર ઉમટયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ વર્ષે ચંદ્રગ્રહણના વિશેષ સંયોગને કારણે ઠાકોરજીની સેવા-પૂજાના ક્રમમાં ફેરફાર સાથે ઉત્સવની અનોખી રોનક જોવા મળી હતી. હોળી મેળાના પ્રારંભથી પૂર્ણાહુતિ સુધીમાં અંદાજે પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન રણછોડરાયજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.  

ચંદ્રગ્રહણ હોવાથી ઠાકોરજીની તમામ ધામક વિધિઓ અને ભોગ રાત્રિના ૨.૦૦ વાગ્યાથી સવારના ૧૨.૦૦ વાગ્યા સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવ્યા હતા. રાત્રે ૨.૦૦ વાગ્યે ઠાકોરજીની આરતી બાદ તેમને પવિત્ર કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું. સ્નાન બાદ ઠાકોરજીને ફૂલડોલમાં બિરાજમાન કરાયા હતા. આજ્ઞા માળા ધારણ કરાવી ગોપાલ લાલજીને નિજમંદિરની બહાર આસોપાલવના તોરણથી સજાવેલા પારણે ઝુલાવવામાં આવ્યા હતા. આ મનોહર દર્શન સતત બે કલાક સુધી ખુલ્લા રહ્યા હતા. ધૂળેટી પર્વ નિમિત્તે સેવક ભાઈઓએ ઠાકોરજીને નવરંગે રંગ્યા હતા. પરંપરાગત રીતે સોનાની પિચકારી દ્વારા કેસૂડાના જળનો ભક્તો પર છંટકાવ કરવામાં આવ્યો હતો, જેનાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને રંગોના આનંદમાં તરબોળ થયું હતું. ઠાકોરજીને વિશેષ પતાસાના હારડાનો હાર પણ ધારણ કરાવવામાં આવ્યો હતો. શણગારભોગ બાદ ધૂળેટી પર્વની વિધિવત પૂર્ણાહુતિ કરી ઠાકોરજીને ફૂલ અને દ્રાક્ષની બંગલીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ વિશેષ દર્શન બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી ખુલ્લા રહ્યા હતા. 

ફાગણી પૂનમ મહોત્સવ દરમિયાન રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેના પરિણામે સમગ્ર ઉત્સવ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ સંઘ સાથે ડાકોર પહોંચ્યા હતા. આ પદયાત્રીઓ માટે વિશેષ માર્ગદર્શન અને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ અને વહીવટી તંત્ર વચ્ચેના ઉત્તમ સંકલનને કારણે લાખોની મેદની હોવા છતાં કોઈ મોટી ફરિયાદ નોંધાઈ નહોતી. ભક્તોને પીવાના પાણી અને આરોગ્યની સુવિધાઓ પણ તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
પલાણા ગામે હોળીના પર્વે અનોખી પરંપરા, ધગધગતા અંગારા ઉપર દોડયાં શ્રદ્ધાળુઓ | A unique tradition on th…

પલાણા ગામે હોળીના પર્વે અનોખી પરંપરા, ધગધગતા અંગારા ઉપર દોડયાં શ્રદ્ધાળુઓ | A unique tradition on th...

યુવાનનું ગળું દબાવી પથ્થરના ઘા ઝીંકી મોત નિપજાવનાર હત્યારો ઝડપાયો | The murderer who strangled the y…

યુવાનનું ગળું દબાવી પથ્થરના ઘા ઝીંકી મોત નિપજાવનાર હત્યારો ઝડપાયો | The murderer who strangled the y...

મહુવાના બુટિયાનાળા પાસે અકસ્માત સર્જાયો, મહિલાનું મોત, 3 ને ઈજા | Accident near Butianala in Mahuva …

મહુવાના બુટિયાનાળા પાસે અકસ્માત સર્જાયો, મહિલાનું મોત, 3 ને ઈજા | Accident near Butianala in Mahuva ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ISIના નિશાને શિવરાજ સિંહ ચૌહાણ, ઈનપુટ બાદ દિલ્હી-ભોપાલ આવાસ બહાર સુરક્ષા વધારાઈ

ISIના નિશાને શિવરાજ સિંહ ચૌહાણ, ઈનપુટ બાદ દિલ્હી-ભોપાલ આવાસ બહાર સુરક્ષા વધારાઈ

9 months ago
PSU કંપનીઓએ 2025માં રેકોર્ડ રૂ.74,000 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું | PSU companies paid a record Rs 74 …

PSU કંપનીઓએ 2025માં રેકોર્ડ રૂ.74,000 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું | PSU companies paid a record Rs 74 …

1 year ago
પાલિતાણાના શખ્સને દુષ્કર્મના ચકચારી કેસમાં 10 વર્ષની સજા

પાલિતાણાના શખ્સને દુષ્કર્મના ચકચારી કેસમાં 10 વર્ષની સજા

9 months ago
અમદાવાદના તમામ બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાનો નિર્ણય સ્થગિત, તંત્રએ કેમ લીધો યુ-ટર્ન? | Decision to I…

અમદાવાદના તમામ બ્રિજ પર હાઈટ બેરિયર લગાવવાનો નિર્ણય સ્થગિત, તંત્રએ કેમ લીધો યુ-ટર્ન? | Decision to I…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News