gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારના રાજકારણના મોટા સમાચાર, CM નીતિશના પુત્ર નિશાંત કુમાર આવતીકાલે JDUમાં જોડાશે | Nitish Kumar’s…

G METRO NEWS by G METRO NEWS
March 6, 2026
in INDIA
0 0
0
બિહારના રાજકારણના મોટા સમાચાર, CM નીતિશના પુત્ર નિશાંત કુમાર આવતીકાલે JDUમાં જોડાશે | Nitish Kumar’s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Political News : બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભરવાની સાથે જ તેમના પુત્ર નિશાંત કુમારની સક્રિય રાજકારણમાં પ્રવેશની તૈયારી થઈ ગઈ છે. આ સાથે બિહારમાં પહેલી વખત ભાજપ માટે મુખ્યમંત્રીપદનો તખ્તો તૈયાર થઈ ગયો છે. ભાજપના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રીપદ સંભાળે તેવી શક્યતા છે જ્યારે નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે.  નિશાંતના રાજકારણમાં આવવાના હોવાની ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી છે. બિહાર ચૂંટણી પહેલા નિશાંતની રાજકારણમાં એન્ટ્રી થવાની અટકળો પણ ચાલી હતી. હવે સૌથી લાંબો સમય સુધી મુખ્યમંત્રી પદ સંભાળનાર નીતિશે ગુરુવારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ નિશાંતની ચર્ચાઓ ફરી શરૂ થઈ ગઈ છે.

નિશાંતને રાજકારણમાં લાવવાની માંગ

ઉમેદવારી નોંધાવનાર નીતીશ કુમાર (CM Nitish Kumar) મુખ્યમંત્રી પદ છોડી શકે છે, ત્યારે હવે નાયબ મુખ્યમંત્રીની રેસમાં નિશાંત કુમાર (Nishant Kumar)ના નામની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રાજકારણમાં નિશાંતની એન્ટ્રી તારીખ પણ લગભગ નક્કી થઈ ગઈ છે. જનતા દળ યુનાઈટેડના નેતાઓ અને ધારાસભ્યોની પટણામાં બેઠક યોજાઈ હતી, જેમાં નિશાંતને રાજકારણમાં લાવવાની માંગ થઈ છે. બેઠક મુદ્દે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સંજય ઝાએ કહ્યું કે, નિશાંત કુમાર રાજકારણમાં આવશે.

નિશાંતની 8મી માર્ચે રાજકારણમાં એન્ટ્રી !

નિશાંત રાજકારણમાં કંઈ તારીખે એન્ટ્રી કરશે, તે અંગે પણ સંજય ઝાએ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, નિશાંત કુમાર આઠમી માર્ચે બપોરે 3.00 કલાકે રોજ ઔપચારિક રીતે JDU સભ્યપદ લઈ શકે છે. નીતિશ રાજ્યસભામાં જવાના હોવા નિર્ણયથી પાર્ટીના ધારાસભ્યો નારાજ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : વૈશ્વિક સ્તરે તણાવ વખતે રોકાણનું સુરક્ષિત માધ્યમ ડૉલર, સોનું કે બોન્ડ, સમજો સરળ શબ્દોમાં

ચિંતા ન કરો, હું બિહાર આવીશ : નીતિશ

બેઠકમાં નીતિશના રાજ્યસભામાં જવાનો મુદ્દો પણ ઉઠ્યો છે. ધારાસભ્યોએ મુખ્યમંત્રી નીતિશને ફરી વિચાર કરવાની માંગ કરી છે. મુખ્યમંત્રીએ ધારાસભ્યોને આશ્વાસન આપ્યું છે કે, ‘હું રાજ્યસભામાં જઈ રહ્યો છું, પરંતુ બિહાર આવીશ જ. ચિંતા ન કરો, તમને લોકોને કોઈપણ પરેશાની નહીં થાય. હું પાર્ટી પર ધ્યાન આપતા રહીશ. આપણે ઘણું કામ કર્યું છે, હું બધાનું ધ્યાન રાખીશ.’

ઉલ્લેખનીય છે કે, બિહારમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રીપદ સંભાળનારા નીતિશ કુમારે ગુરુવારે (5 માર્ચે) રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી છે. આ સાથે બિહારમાં લાલુપ્રસાદ યાદવ પછી હવે બે દાયકા જેટલો લાંબો નીતિશ યુગ પણ ખતમ થયો છે. જદયુ અધ્યક્ષ નીતિશ કુમાર સાથે ભાજપ અધ્યક્ષ નીતિન નબીન અને આરએલએમ પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ પણ ગુરુવારે રાજ્યસભા માટે ઉમેદવારી ફોર્મ ભરતા બિહારમાં એક જ દિવસે ત્રણ પક્ષપ્રમુખોએ ઉમેદવારી નોંધાવી રેકોર્ડ સર્જ્યો હતો. બિહારમાં બધી જ પાંચ બેઠકો પર એનડીએના ઉમેદવારોએ ફોર્મ ભરવા છતાં વિપક્ષ રાજદના અમરેન્દ્ર ધારી સિંહે પણ ઉમેદવારી ફોર્મ ભરી રાજ્યસભામાં ચૂંટણી યોજાવાનું નિશ્ચિત કર્યું છે.

નીતિશ 2005થી બિહારના મુખ્યમંત્રી

બિહારમાં મુખ્યમંત્રીપદ છોડીને રાજ્યસભામાં જવાની નીતિશ કુમારની જાહેરાત સાથે જ બિહારના રાજકારણમાં મોટું પરિવર્તન આવ્યું છે. મુખ્યમંત્રી અને જનતા દળ યુનાઈટેડના પ્રમુખ નીતિશ કુમારે વર્ષ 2005થી મુખ્યમંત્રીની ખુરશી સંભાળી છે. ગયા વર્ષે તેઓ વિક્રમી સતત 10મી વખત મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે કહ્યું કે, તેમની વિદાય પછી બનનારી નવી સરકારને તેમનો પૂર્ણ સહયોગ અને માર્ગદર્શન હશે. નીતિશ કુમારે એક્સ પર લખ્યું કે, બે દાયકા કરતાં વધુ સમય સુધી તમે મારામાં વિશ્વાસ મૂક્યો અને મને સાથ આપ્યો તે બદલ આપ સૌનો આભાર. તેમણે ઉમેર્યું કે, તેમના રાજકીય પ્રવાસની શરૂઆતથી જ તેઓ સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાના સભ્ય બનવા માગતા હતા. મારી આ મહેચ્છા પૂરી કરવા આ વખતે મેં રાજ્યસભાની ચૂંટણીમાં ઝુકાવવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો : બિહાર બાદ યુપીના રાજકારણમાં ગરમાવો! CM યોગી સાથે RSSની અઢી કલાક બંધબારણે બેઠક

16 માર્ચે રાજ્યસભાની ચૂંટણી

બિહારમાં 16 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાશે. બિહારમાં રાજ્યસભામાં એક બેઠક જીતવા 41 ધારાસભ્યોના મતની જરૂર હોય છે. હાલમાં 243 સભ્યોની વિધાનસભામાં એનડીએ પાસે 202 બેઠકો હોવાથી બધી જ પાંચ બેઠકો તેઓ જીતી જાય તેવી શક્યતા છે. બિહારમાં નીતિશ કુમારની રાજ્યસભામાં જવાની જાહેરાતથી જનતા દળ યુનાઈટેડમાં હોબાળો મચી ગયો છે. પટનામાં જદયુની ઓફિસ બહાર કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું અને પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશવાહાનો ઘેરાવ કર્યો હતો. વધુમાં નીતિશ કુમારના પૈતૃક ગામ કલ્યાણ બિગહામાં પણ  લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે, જનતાએ નીતિશ કુમારના ચહેરા પર વોટ આપ્યા હતા.

બિહારમાં નવી સરકાર રચવાની તૈયારીઓ પણ શરૂ

બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની વિદાય નિશ્ચિત થઈ જતા હવે નવી સરકારની રચનાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. સૂત્રોએ જણાવ્યું કે ટૂંક સમયમાં જ ધારાસભ્યોની બેઠક બોલાવાશે. નીતિશ કુમારની વિદાય સાથે જ ભાજપમાં પહેલી વખત બિહારમાં મુખ્યમંત્રીપદ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ હોવાનું મનાય છે. ભાજપમાં વર્તમાન નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રીપદની રેસમાં સૌથી આગળ છે. આ સિવાય નિત્યાંનદ રાય અને દિલિપ જયસ્વાલના નામ પણ ચર્ચાઈ રહ્યા છે. ભાજપ સંગઠન અને રાજ્યના રાજકારણમાં આ ત્રણેય નેતાઓનો પ્રભાવ મહત્વપૂર્ણ મનાય છે. 

એનડીએએ ગયા વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણી નીતિશ કુમારના ચહેરા પર લડી હતી. જોકે, હવે 75 વર્ષના નીતિશ કુમારે 50 વર્ષના એન્જિનિયર પુત્ર નિશાંત કુમાર માટે નાયબ મુખ્યમંત્રી પદના બદલામાં ભાજપને સત્તા સોંપવાનો નિર્ણય લીધો હોવાનું મનાય છે. નીતિશ કુમારની જેમ જ નિશાંતને પણ વિધાન પરિષદના માર્ગે ગૃહમાં લવાય અને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે. હોળીની પૂર્વ સંધ્યાએ જ ભાજપના નેતા વિજય કુમાર ચૌધરીએ દાવો કર્યો હતો કે નીતિશકુમારના પુત્ર નિશાંત ટૂંક સમયમાં જ સક્રિય રાજકારણમાં પ્રવેશ કરશે. જોકે, તેમણે નીતિશ કુમારના મુખ્યમંત્રીપદ છોડવાની સ્થિતિમાં તેમનો ઉત્તરાધિકારી કોણ હશે તે અંગે કશું કહ્યું નહોતું, પરંતુ હવે સ્થિતિ સ્પષ્ટ થઈ રહી હોવાનું રાજકીય નિરિક્ષકોનું કહેવું છે.

આ પણ વાંચો : 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ’, ભારતના આ રાજ્યનો ઐતિહાસિક નિર્ણય

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia
INDIA

રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા ભારતને ટ્રમ્પની મંજૂરી | Trump approves India to buy crude oil from Russia

March 7, 2026
ડાયાબિટિસની દવા મેટફોર્મિન કેવી રીતે કામ કરે છે તેનું રહસ્ય 60 વર્ષે ખૂલ્યું | The secret of how the…
INDIA

ડાયાબિટિસની દવા મેટફોર્મિન કેવી રીતે કામ કરે છે તેનું રહસ્ય 60 વર્ષે ખૂલ્યું | The secret of how the…

March 7, 2026
ભારતના ફળોના એક હજાર કન્ટેનર ખાડી દેશોમાં ફસાયા, ખેડૂતોને ફટકો | One thousand containers of Indian f…
INDIA

ભારતના ફળોના એક હજાર કન્ટેનર ખાડી દેશોમાં ફસાયા, ખેડૂતોને ફટકો | One thousand containers of Indian f…

March 7, 2026
Next Post
એકથી વધુ બાળકો પેદા કરો અને ઈનામ મેળવો! આ રાજ્યમાં NDAની સરકાર લાવી ‘બેબી પોલિસી’ | Chandrababu Naid…

એકથી વધુ બાળકો પેદા કરો અને ઈનામ મેળવો! આ રાજ્યમાં NDAની સરકાર લાવી 'બેબી પોલિસી' | Chandrababu Naid...

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના રૂ.3 લાખ કરોડ સ્વાહા | Stock Market…

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના રૂ.3 લાખ કરોડ સ્વાહા | Stock Market...

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ 1 એપ્રિલથી વાઈસ ચીફ ઑફ આર્મી સ્ટાફનો કાર્યભાર સંભાળશે | Lt Gen Dhiraj Seth A…

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ 1 એપ્રિલથી વાઈસ ચીફ ઑફ આર્મી સ્ટાફનો કાર્યભાર સંભાળશે | Lt Gen Dhiraj Seth A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

8 છગ્ગા અને 45 બોલમાં સેન્ચુરી… ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર એશિયા કપ અગાઉ ફૂલ ફોર્મમાં | rinku singh …

8 છગ્ગા અને 45 બોલમાં સેન્ચુરી… ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર એશિયા કપ અગાઉ ફૂલ ફોર્મમાં | rinku singh …

7 months ago
કેરળમાં ફસાયેલા બ્રિટનના ફાઈટર જેટને પ્લેનમાં પરત લઈ જવાશે, રિપેરિંગ ના થઈ શકતા લેવાયો નિર્ણય

કેરળમાં ફસાયેલા બ્રિટનના ફાઈટર જેટને પ્લેનમાં પરત લઈ જવાશે, રિપેરિંગ ના થઈ શકતા લેવાયો નિર્ણય

8 months ago
સુરેન્દ્રનગરમાં રાધે ટેનામેન્ટમાં પતંગ-દોરીના ગોડાઉનમાં આગ લાગી | Fire breaks out in kite rope godow…

સુરેન્દ્રનગરમાં રાધે ટેનામેન્ટમાં પતંગ-દોરીના ગોડાઉનમાં આગ લાગી | Fire breaks out in kite rope godow…

4 months ago
કામા ગ્રુપના મેનેજર અને કર્મચારીએ ૧.૭૦ કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ | cama group staff members duped …

કામા ગ્રુપના મેનેજર અને કર્મચારીએ ૧.૭૦ કરોડની ઉચાપત કર્યાની ફરિયાદ | cama group staff members duped …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News