Govt Denies Of GPS Based Tolling From 1st May: માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે સત્તાવાર ધોરણે 1 મે, 2025થી FASTag સુવિધાઓ બંધ થઈ જવાની તેમજ તેના સ્થાને સેટેલાઇટ આધારિત જીપીએસ ટોલ કલેક્શનના અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે. મંત્રાલયે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચિત જીપીએસ આધારિત જીએનએસએસ ટોલ કલેક્શનની વાતો પર સ્પષ્ટતા કરતાં માહિતી આપી છે કે, હાલ આવી કોઈ યોજના નથી.
મંત્રાલયે જણાવ્યું કે, હાલ દેશભરમાં ક્યાંય સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સુવિધા લાગુ કરવાની યોજના નથી. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય તથા નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ આ મુદ્દે કોઈ નિર્ણય લીધો નથી. 1 મે, 2025થી FASTag સુવિધાઓ બંધ થવાના અહેવાલો પાયાવિહોણા છે.