gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં અકસ્માતોના બનાવો ચિંતાજનક : નશામાં ડ્રાઇવિંગ અને સગીર ચાલકો મોટી સમસ્યા | Accidents in Vad…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં અકસ્માતોના બનાવો ચિંતાજનક : નશામાં ડ્રાઇવિંગ અને સગીર ચાલકો મોટી સમસ્યા | Accidents in Vad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Accident : વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં દરરોજ ક્યાંક ને ક્યાંક અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. ખાસ કરીને નશાની હાલતમાં વાહન ચલાવવાના કિસ્સાઓમાં વધારો થવાથી નાગરિકોની સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા થયા છે. 

શહેરના મુખ્ય માર્ગો તેમજ આંતરિક વિસ્તારોમાં વાહન ચાલકો દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરવામાં આવે છે. અનેક કિસ્સાઓમાં અકસ્માત બાદ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ચાલક નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હતો. કેટલાક બનાવોમાં તો વાહનમાંથી દારૂની બોટલો અથવા અન્ય નશીલી ચીજ વસ્તુઓ પણ મળી આવી છે. જેના કારણે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શહેરમાં નશાની હાલતમાં ડ્રાઇવિંગ પર કડક નિયંત્રણ કેમ નહીં.

બીજી તરફ શહેરમાં સગીર વયના બાળકો દ્વારા વાહન ચલાવવાના બનાવો પણ ચિંતાજનક બન્યા છે. અનેક વિસ્તારોમાં સ્કૂલ કે કોલેજ જતા વિદ્યાર્થીઓ બાઈક અને સ્કૂટર બેફામ હંકારતા જોવા મળે છે. કેટલાક કિસ્સાઓમાં તો સગીર ચાલકો દ્વારા અકસ્માત સર્જાયા હોવાની ફરિયાદો પણ પોલીસ સુધી પહોંચી છે. 

ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે ડ્રાઇવ યોજી નશામાં વાહન ચલાવતા ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. બ્રેથ એનાલાઈઝર દ્વારા તપાસ કરી ઘણા ચાલકોને પકડી પાડવામાં આવે છે. છતાં થોડા દિવસો બાદ ફરી સ્થિતિ યથાવત થઈ જતી હોવાની ચર્ચા શહેરમાં થઈ રહી છે.

શહેરમાં વધતા અકસ્માતોના બનાવોને ધ્યાનમાં લઈને નાગરિકો માગ કરી રહ્યા છે કે નશામાં ડ્રાઇવિંગ, ઓવરસ્પીડિંગ અને સગીર ચાલકો સામે કડકાઈ દાખવવી જરૂરી છે. 

રાત્રિના સમયે મુખ્ય માર્ગો પર યુવાનો બેફામ 

નાગરિકોનું કહેવું છે કે, શહેરમાં રાત્રિના સમયે ખાસ કરીને મુખ્ય માર્ગો પર યુવાનો બેફામ ગતિએ વાહન દોડાવતા હોય છે. કેટલાક સ્થળોએ રેસિંગ જેવી પ્રવૃત્તિઓ પણ જોવા મળે છે. જેના કારણે અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઉભું થાય છે. કેટલાક નવા મોડલના વાહનોનું પીકઅપ અને પાવર વધારે હોવાના કારણે તે ઝડપથી સ્પીડ પકડી લે છે. અનુભવી ન હોય તેવા ચાલકો માટે આવા વાહનોને કંટ્રોલમાં રાખવું મુશ્કેલ બની શકે છે.

વડોદરામાં પાછલા એક વર્ષમાં ડ્રીંક એન્ડ ડ્રાઈવના કિસ્સા

(1) 5 માર્ચ 26- ગોરવામાં બાઈક ચાલકે મહિલાને અડફેટે લીધી 

(2) 25 ફેબ્રુઆરી 26 – ઓ.એન.જી.સી. પાસે એસઆરપી જવાને ત્રણ વાહનોને અડફેટે લીધા

(3) 23 ફેબ્રુઆરી 2026 – ન્યુ સમા રોડ પર કાર બેરીકેડ તોડી માટીના ઢગલા પર ચડી ગઈ

(4) 24 મે 2025 – છાણી બ્રિજ પાસે પીએસઆઇએ ત્રણ વાહનોને અડફેટ લીધા 

(5) 13 માર્ચ 2025 – કારેલીબાગ રક્ષિત કાંડ, સાત લોકો ઈજાગ્રસ્ત, એકનું મોત 

(6) 9 એપ્રિલ 2025 -ગોત્રી રોડ પર તબીબની કારે અકસ્માત સર્જ્યો

(7) 28 જાન્યુઆરી 2026 -અકોટા વિસ્તારમાં નિવૃત્ત પોલીસ કર્મી પુત્રની કાર્ય અકસ્માત સર્જ્યો

(8) 27 જાન્યુઆરી 2026 – પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટીનએ અકોટા વિસ્તારમાં અકસ્માત કરજો 

(9) ૧ ઓગસ્ટ 2025 – એરપોર્ટ પાસે કાર ચાલકે મોપેડ સવાર વૃદ્ધને ટક્કર મારી 

(10) 15 માર્ચ 2025 – તાંદલજામાં કાર ચાલકે બાઈક ચાલકને લીધો 

(11) 22 ઓક્ટોબર 2025 – અવધૂત ફાટક પાસે કાર ચાલકે શ્રમિકો પર કાર ચઢાવી દીધી 

(12) 12 જાન્યુઆરી 2026 – સારાભાઈ કેમ્પસ પાસે મહિલા કાર ચાલકે શ્રમિકોના ઝુપડામાં કાર ઘુસાડી 

(13) 14 નવેમ્બર 2025 – માંજલપુર વિસ્તારમાં બસ અને કાર વચ્ચે ટક્કર 

(14) પાંચ જુલાઈ 2025 – પાણીગેટ વિસ્તારમાં કાર ચાલકે ત્રણ લોકોને લીધા 

(15) 8 એપ્રિલ 2025 – ખોડીયાર નગર વિસ્તારમાં કાર ચાલકે સાત વાહનોને ટક્કર મારી

સગીર વયના બાળકો બેફામ વાહન હંકારતા અકસ્માતોની ભીતિ 

શહેરના અનેક વિસ્તારોમાં સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ બાઈક, સ્કૂટર અને ક્યારેક કાર પણ ચલાવતા જોવા મળે છે. ખાસ કરીને સાંજના સમયે અને રાત્રિના સમયે યુવાનો દ્વારા ઓવરસ્પીડિંગ અને સ્ટંટ કરતા દ્રશ્યો પણ જોવા મળે છે. 9 માર્ચ 2026ના રોજ અમિત નગર સર્કલ પાસે 16 વર્ષના સગીર કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા હતા. આ અગાઉ 23 મે 2024 ના રોજ સ્પોર્ટ્સ બાઇકની અડફેટે યુવતી ઈજાગ્રસ્ત થતા સગીરના પિતાની ધરપકડ કરી હતી.

લક્ઝરી કાર, મોટા અવાજે સાઉન્ડ સિસ્ટમ અને સ્ટંટનો શોખ: યુવાનોમાં વધતી ખતરનાક ટ્રેન્ડ

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં લક્ઝરી કાર, મોટા અવાજે સાઉન્ડ સિસ્ટમ વગાડવી, કાફલામાં વાહનો દોડાવવું અને સ્ટંટ કરીને વીડિયો બનાવવાની માનસિકતા વધી રહી છે. ક્યારેક એક જ કલરના અથવા એક જ પ્રકારના વાહનોનો કાફલો લઈ યુવાનો ફોટોશૂટ અને વીડિયો બનાવતા જોવા મળે છે. આ દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થતું હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે.સોશિયલ મીડિયા પર રીલ્સ અને વીડિયો બનાવવા માટે યુવાનોમાં દેખાડો કરવાની માનસિકતા વધી રહી છે. ઘણા લોકો રસ્તાને જ શૂટિંગ સ્થળ બનાવી દે છે. ક્યારેક તો રસ્તા પર વાહનો ઉભા રાખીને ફોટોશૂટ કરવામાં આવે છે અથવા સ્ટંટ કરીને વીડિયો બનાવવામાં આવે છે. આ પ્રકારની હરકતોને કારણે અકસ્માતની શક્યતા વધી જાય છે.

વાલીઓ જ નાના બાળકોને વાહન આપી દેતા માર્ગ સુરક્ષાને મોટું જોખમ

વાલીઓ પોતે જ સગીર વયના બાળકોને બાઈક, સ્કૂટર અથવા ક્યારેક કાર ચલાવવા માટે આપી દેતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. જેના કારણે માર્ગ અકસ્માતોની ભીતિ વધી રહી છે અને ટ્રાફિક નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું જોવા મળે છે.કેટલાક વાલીઓ બાળકોને સ્કૂલ કે ટ્યુશન માટે સરળતા રહે તે કારણસર વાહન આપી દેતા હોય છે, પરંતુ આ નિર્ણય ઘણીવાર જોખમી સાબિત થઈ શકે છે. માર્ગ સુરક્ષા માત્ર પોલીસની જવાબદારી નથી, પરંતુ પરિવાર અને સમાજની પણ જવાબદારી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?
GUJARAT

અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?

March 11, 2026
રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્…
GUJARAT

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્…

March 11, 2026
રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે ય…
GUJARAT

રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે ય…

March 11, 2026
Next Post
તંત્રના પાપે જનતાની હાલત ‘ઝોળી’ જેવી! 20 લાખની એમ્બ્યુલન્સો ધૂળ ખાઈ રહી છે અને સગર્ભાઓ રઝળવા મજબૂર |…

તંત્રના પાપે જનતાની હાલત 'ઝોળી' જેવી! 20 લાખની એમ્બ્યુલન્સો ધૂળ ખાઈ રહી છે અને સગર્ભાઓ રઝળવા મજબૂર |...

‘હાલ દેશ ખૂબ જ ગંભીર સ્થિતિમાં…’, કેજરીવાલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર | arvind kejriwal attack…

‘હાલ દેશ ખૂબ જ ગંભીર સ્થિતિમાં...', કેજરીવાલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર | arvind kejriwal attack...

બનાસકાંઠાના ગુંદરી હાઈવે પર અકસ્માત, ટેન્કરે ટક્કર મારતા બાઈક સવાર 2 વિદ્યાર્થીના કરૂણ મોત | Acciden…

બનાસકાંઠાના ગુંદરી હાઈવે પર અકસ્માત, ટેન્કરે ટક્કર મારતા બાઈક સવાર 2 વિદ્યાર્થીના કરૂણ મોત | Acciden...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ગોરવા-સુભાનપુરામાં રાત્રે છોડાતા ઝેરી ગેસથી લોકોના આરોગ્ય પર ખતરો, આંદોલનની ચીમકી | Toxic G…

વડોદરાના ગોરવા-સુભાનપુરામાં રાત્રે છોડાતા ઝેરી ગેસથી લોકોના આરોગ્ય પર ખતરો, આંદોલનની ચીમકી | Toxic G…

3 days ago
કર્ણાટકનાં મંત્રીનાં સચિવનાં ઘરે લોકાયુક્તના દરોડા : રૂ.14 કરોડ જપ્ત | Lokayukta raids Karnataka min…

કર્ણાટકનાં મંત્રીનાં સચિવનાં ઘરે લોકાયુક્તના દરોડા : રૂ.14 કરોડ જપ્ત | Lokayukta raids Karnataka min…

3 months ago
સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે એક વર્ષમાં રૂ. 15.40 કરોડનો દંડ વસૂલ્યા | Surendranagar Mines and Miner…

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે એક વર્ષમાં રૂ. 15.40 કરોડનો દંડ વસૂલ્યા | Surendranagar Mines and Miner…

3 weeks ago
સુરતના યુવાનના મોતમાં એફ.એસ.એલ. રિપોર્ટની જોવાતી રાહ | FSL report awaited in Surat youth’s death

સુરતના યુવાનના મોતમાં એફ.એસ.એલ. રિપોર્ટની જોવાતી રાહ | FSL report awaited in Surat youth’s death

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News