gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુકેશ અંબાણી અમેરિકામાં 300 અબજ ડોલરની રીફાઇનરી નાખશે | Mukesh Ambani to set up 300 billion refinery…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in INDIA
0 0
0
મુકેશ અંબાણી અમેરિકામાં 300 અબજ ડોલરની રીફાઇનરી નાખશે | Mukesh Ambani to set up 300 billion refinery…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરતા ભારત અને વડાપ્રધાન મોદીનો આભાર માન્યો

– નવી રીફાઇનરી વર્ષે 175 અબજ ડોલરનું મૂલ્ય  ધરાવતા 50 અબજ બેરલ રીફાઈન્ડ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરશે

– મુકેશ અંબાણી સાથેના વ્યક્તિગત સંબંધોના કારણે ટ્રમ્પે નરમ પડી ભારત પર લાદેલો 50 ટકા ટેરિફ ઘટાડી 18 ટકા કર્યો હોવાનું અનુમાન

નવી દિલ્હી : ગુજરાતના જામનગરમાં વિશ્વની સૌથી મોટી રીફાઇનરી સફળતાપૂર્વક ચલાવ્યા પછી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના અમેરિકામાં પણ ડંકો વગાડવા જઈ રહ્યા છે. તેઓ અમેરિકામાં સ્થપાનારી ૩૦૦ અબજ ડોલરની શેલ રીફાઇનરીમાં જંગી રોકાણના કારણે ભારત-અમેરિકા વચ્ચેના સબંધો વ્યૂહાત્મક ઊંચાઈએ પહોંચશે એટલું જ નહીં અમેરિકા ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર થશે. તેની સાથે આ સોદો ભૂરાજકીય મોરચે પણ ભારતને વૈશ્વિક રાજકારણમાં એક વ્યૂહાત્મક સ્થિતિ પર મૂકવામાં ઘણો ઉપયોગી નીવડશે. આજે આ ડીલના કારણે જ અમેરિકન પ્રમુખ ટ્રમ્પ ભારત પરનો ટેરિફ ૫૦ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવા માટે તૈયાર થયા હોવાનું પ્રબળપણે માનવામાં આવે છે. આટલો મોટો સોદો ફક્ત ટ્રમ્પ અને મુકેશ અંબાણી સાથેના મજબૂત વ્યક્તિગત સંબંધો અને પરસ્પર વિશ્વાસના કારણે પાર પડયો છે. તેથી જ ટ્રમ્પે જાહેરમાં ભારતનો અને રિલાયન્સનો આભાર માન્યો છે. 

મુકેશ અંબાણીનો અકલ્પનીય સોદો

રિલાયન્સની જામનગર રીફાઇનરી રશિયન ઓઇલ પ્રાસેસ કરવામાં કાબેલ છે, પરંતુ અમેરિકન પ્રતિબંધોના લીધે રિલાયન્સ પર જોખમ વદી રહ્યુ હતુ. આથી મુકેશ અંબાણીએ દૂરનું વિચારીને અમેરિકાના બ્રાઉન્સવિલેમાં પ્લાન્ટ નાખવાનું નક્કી કર્યુ, જે માત્ર અમેરિકાના શેલ ઓઇલ પર ચાલશે. આમ રિલાયન્સ પર રશિયન ઓઇલ પરની નિર્ભરતાનો ટેગ હટી જશે અને અમેરિકાને ઉર્જા સુરક્ષા મળશે અને હજારો નોકરીઓનું સર્જન થશે. 

સોદો થવાનું કારણ

અમેરિકામાં હાલમાં ૩૨  રીફાઇનરી  છે. તેની સંયુક્ત ક્ષમતા પ્રતિ દિન ૧.૮૪ કરોડ બેરલ છે. આમાના મોટાભાગની રીફાઇનરીઓ કેટલાય દાયકાઓ પહેલા બનાવાયેલી છે. આ રીફાઇનરીઓ ખાસ કરીને વેનેઝુએલા અને કેેનેડાનું હાઈ સલ્ફર ક્રૂડ ઓઇલ અને હેવી ક્રૂડ ઓઇલ પ્રોસેસ કરી શકાય તે રીતે ડિઝાઇન કરાયેલી છે. જ્યારે અમેરિકામાં હાલમાં શેલ ઉત્પાદનમાં લાઇટર ક્રૂડ ઓઇલનું પ્રભુત્વ છે. 

રિલાયન્સે રીફાઇનરી સાથે 20 વર્ષના ઇંધણ ખરીદીના કરાર કર્યા

આ નવી રીફાઇનરી સંપૂર્ણપણે શેલ ગેસ આધારિત હશે, એમ અમેરિકા ફર્સ્ટ રીફાઇનિંગ (એએફઆર)એ જણાવ્યું છે. અમેરિકાની ઓછી જાણીતી કંપની એએફઆર આ રીફાઇનિંગ પ્રોજેક્ટની સૂત્રધાર છે. રિલાયન્સેે આ રીફાઇનરી સાથે ૨૦ વર્ષના ઇંધણ ખરીદીના કરાર કર્યા છે.  ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટ ટ્રુથ સોશ્યલમાં પ્રોજેક્ટમાં રિલાયન્સનો ભાગીદાર તરીકે ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આ ઐતિહાસિક ૩૦૦ અબજ ડોલર એટલે કે ૨૭ લાખ કરોડ રુપિયાથી વધુ રકમની ડીલ છે. 

આ પ્રોજેક્ટનો ખર્ચ ૪થી પાંચ અબજ ડોલરનો આવે તેમ નિષ્ણાતો માને છે. રિલાયન્સ અમેરિકામાં પહેલી જ વખત કોઈ આટલા મોટા પ્રોજેક્ટમાં ભાગીદાર બની રહી છે. નવા કરાર મુજબ યુએસ લાઇટ શેલ ઓઇલના ૧.૨ અબજ બેરલનો જથ્થો ખરીદવામાં આવશે અને તેના પર પ્રોસેસિંગ કરવામાં આવશે. તેનું મૂલ્ય ૧૨૫ અબજ ડોલર થાય છે. એએફઆર પ૦ અબજ ગેલન રીફાઇન્ડ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરશે, જેનું મૂલ્ય ૧૭૫ અબજ ડોલર થાય છે.

અમેરિકામાં 50 વર્ષ પછી પહેલી રીફાઇનરી

એએફઆરે નામ લીધા વગર જણાવ્યું હતું કે અમને દસ આંકડાના મૂલ્યએ વૈશ્વિક અગ્રણી કંપની પાસેથી નવ આંકડામાં રોકાણ મળવાનું છે. રિલાયન્સે આ અંગે તાત્કાલિક ધોરણે કોઈ ટિપ્પણી કરી નથી. એક વખત આ પ્રોજેક્ટ પૂરો થશે તો તે અમેરિકામાં લુઇસિયામાં ગેરીવિલે ખાતે ૧૯૭૭ની રીફાઇનરી પછીનો પ્રથમ પ્રોજેક્ટ હશે. ટ્રમ્પ કે એએફઆરે આ પ્રોજેક્ટની કે તેને પૂરો કરવાની સમયમર્યાદાની જાહેરાત કરી નથી. 

અમેરિકાના ભારત સાથેની વેપાર ખાધમાં ઘટાડો થશે

આમ ૩૦૦ અબજ ડોલરના જંગી રોકાણથી અમેરિકાના ભારત સાથેના વેપાર અસંતુલનમાં નોંધપાત્ર ઘટાડો થશે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જાહેરાત કરી હતી કે અમેરિકા ફર્સ્ટ રીફાઇનિંગનો આ પ્રોજેક્ટ અમેરિકન કામદારો, ઉર્જા ક્ષેત્ર અને સાઉથ ટેક્સાસના લોકો માટે જબરદસ્ત ભેટ છે.  બ્રાઉન્સવિલેના પોર્ટ ખાતે સ્થપાનારી આ નવી રીફાઇનરી અમેરિકન બજારોને ઇંધણ પૂરુ પાડશે. રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનાવશે અને અમેરિકન ઊર્જા ઉત્પાદનમાં વધારો કરશે, તેની સાથે અબજો ડોલરની હકારાત્મક આર્થિક અસર છોડશે, એમ તેમણે લખ્યું હતું.  ટૂંકમાં, મુકેશ અંબાણીનું અમેરિકામાં આ રોકાણ માત્ર નફો કરવા માટે નથી, પણ તે ભારતને વિશ્વની ઉર્જા રાજનીતિમાં ‘કિંગમેકર’ બનાવવાની દિશામાં એક મોટું ડગલું છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને મુકેશ અંબાણી વચ્ચેનો આ ઐતિહાસિક સોદો માત્ર વેપાર નથી, પરંતુ એક ખૂબ જ મોટી ‘જીઓપોલિટિકલ ગેમ’ છે. 

ટ્રમ્પ, ભારત અને રશિયન ઓઈલ :  પડદા પાછળની વાર્તા

૧. ટ્રમ્પનું ભારત પર દબાણ અને ‘ડીલ’નો માર્ગ : ટ્રમ્પ ભારત પર ઊંચા ટેક્સ (Tariff) અને રશિયા પાસેથી તેલ ખરીદવા બાબતે નારાજ હતા.

– ફેબ્રુઆરી ૨૦૨૬ની સમજૂતી : ફેબ્રુઆરીમાં ભારતે અમેરિકા સાથે એક મોટી ટ્રેડ ડીલ કરી. જે મુજબ, ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ઓછું કરવાની અને અમેરિકા પાસેથી ઇં૫૦૦ બિલિયનની ઉર્જા અને સંરક્ષણ સાધનો ખરીદવાની ખાતરી આપી.

– વળતરમાં શું મળ્યું? આ ખાતરીના બદલામાં ટ્રમ્પે ભારત પરના ૨૫% વધારાના ટેરિફ હટાવી લીધા અને તેને ઘટાડીને ૧૮% કર્યા. આનાથી રિલાયન્સ જેવા મોટા ગુ્રપ માટે અમેરિકામાં એન્ટ્રી લેવાનો રસ્તો સાફ થયો.

૨. રિલાયન્સ અને રશિયા : દબાણ કે વ્યૂહરચના? રિલાયન્સની જામનગર રિફાઇનરી રશિયન ઓઈલ પ્રોસેસ કરવામાં માહેર છે. પરંતુ યુએસના પ્રતિબંધો (Sanctions) ને કારણે રિલાયન્સ માટે જોખમ વધી રહ્યું હતું. મુકેશ અંબાણીએ દૂરનું વિચારીને અમેરિકાના બ્રાઉન્સવિલે (Texas) માં પ્લાન્ટ નાખવાનું નક્કી કર્યું, જે માત્ર અમેરિકાના ‘શેલ ઓઈલ’ (Shale Oil) પર ચાલશે. આનાથી રિલાયન્સ પરથી ‘રશિયન ઓઈલ નિર્ભરતા’નો ટેગ હટી જશે.

૩. ટ્રમ્પ અને અંબાણીના અંગત સંબંધો : આ સોદો આટલો મોટો ($300 બિલિયન) હોવા છતાં આટલી ઝડપથી પાર પડવાનું મુખ્ય કારણ ટ્રમ્પ અને અંબાણી વચ્ચેનો વર્ષો જૂનો વિશ્વાસ છે. ટ્રમ્પને પોતાની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ સાબિત કરવા માટે એક એવી કંપની જોઈતી હતી જે અમેરિકામાં નોકરીઓ લાવે. રિલાયન્સ તે માટે શ્રેષ્ઠ સાબિત થઈ.

રિલાયન્સનું અગાઉ શેલ એસેટમાં ૮ અબજ ડોલરનું રોકાણ હતું

નવી દિલ્હી : રિલાયન્સ જૂથે અગાઉ યુએસ શેલ એસેટ્સમાં ૨૦૧૦થી ૨૦૧૬ વચ્ચે કુલ આઠ અબજ ડોલરનું જંગી રોકાણ કર્યુ હતુ. તે સમયે તે અમેરિકામાં શેલ ગેસ એસેટ્સના મોરચે મહારથી બનવા માંગતુ હતુ, પરંતુ તેના પછી અમેરિકન તંત્રની શેલ એસેટ્સને લઈને નીતિગત અસંબદ્ધતાના કારણે રિલાયન્સે તેનું જંગી રોકાણ છૂટુ કર્યુ હતુ. તે સમયે તેને કલ્પના પણ નહીં હોય કે ભવિષ્યમાં તેને અમેરિકામાં જ શેલ એસેટ્સમા આટલો મોટો સોદો પાર પાડવાની તક પડશે. આમ શેલ એસેટ્સમાં મહારથી બનવાની તેની દોઢ દાયકા જૂની મહત્ત્વાકાંક્ષા હવે પૂરી થઈ રહી છે. 

ટ્રમ્પ અને અંબાણી વચ્ચેના સોદાની સાથે સાથે 

૧. વિરોધથી વિશ્વાસ સુધીની સફર: ટ્રમ્પ અગાઉ ભારત પર ‘ટેરિફ કિંગ’ (વધુ ટેક્સ લેનાર દેશ) હોવાનો આરોપ લગાવતા હતા. પરંતુ ૨૦૨૬માં સ્થિતિ બદલાઈ છે. ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિ હેઠળ તેમને એવી કંપનીની જરૂર હતી જે અમેરિકામાં મોટું રોકાણ કરે અને રોજગારી આપે. રિલાયન્સ પાસે વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ચલાવવાનો અનુભવ છે, જેનો લાભ ટ્રમ્પ અમેરિકાની ઉર્જા સુરક્ષા માટે લેવા માંગે છે.

૨. રશિયન ઓઈલ અને ભારત પર દબાણ : અત્યાર સુધી રિલાયન્સ અને ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદતા હતા. ટ્રમ્પ સરકારે ફેબુ્રઆરી ૨૦૨૬માં ભારત પર ૫૦% જેટલો ટેરિફ લાદવાની ધમકી આપી હતી જેથી ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરે.

– કેવી રીતે મામલો ઉકેલાયો? ફેબુ્રઆરી ૨૦૨૬માં એક ઐતિહાસિક વેપાર સમજૂતી થઈ, જેમાં ભારતે રશિયન તેલ પરની નિર્ભરતા ઘટાડવા અને બદલામાં અમેરિકા પાસેથી ઇં૫૦૦ બિલિયનની ઉર્જા અને ટેકનોલોજી ખરીદવાની ખાતરી આપી. આથી ટ્રમ્પે ભારત પરના ટેરિફ ઘટાડીને ૧૮% કરી દીધા.

૩. મધ્ય-પૂર્વ નું યુદ્ધ અને અચાનક બદલાવ : હાલમાં ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને કારણે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz)માં તેલનો પુરવઠો ખોરવાયો છે. તેલના ભાવ આસમાને પહોંચતા ટ્રમ્પને સમજાયું કે માત્ર રશિયાને રોકવાથી કામ નહીં ચાલે, અમેરિકામાં જ રિફાઇનરી ક્ષમતા વધારવી પડશે. આ માટે અંબાણી તેમના માટે સૌથી ભરોસાપાત્ર ભાગીદાર સાબિત થયા.

વૈશ્વિક પ્રભાવ : રશિયા અને ચીન

અસરગ્રસ્ત દેશ શું અસર થશે? રશિયા રશિયા માટે ભારત મોટું બજાર હતું. હવે જ્યારે રિલાયન્સ અમેરિકામાં પ્લાન્ટ નાખશે અને અમેરિકન તેલ પ્રોસેસ કરશે, ત્યારે રશિયાના તેલની માંગ ઘટશે. આથી રશિયાની યુદ્ધ લડવાની આર્થિક ક્ષમતા પર સીધી અસર પડશે.

ચીન ચીન હંમેશા ઊર્જા સપ્લાય લાઇન પર કબજો કરવા માંગે છે. ભારત અને અમેરિકાની આ ભાગીદારી ચીનને એશિયા અને પશ્ચિમના દેશોમાં અલગ-થલગ કરી દેશે. તે ચીનની આર્થિક તાકાત માટે મોટો પડકાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘સત્ય બોલીશ તો તકલીફમાં પડી જઈશ…’, રામ મંદિરના ચઢાવાની ચોરી અંગે બ્રજભૂષણનું ચોંકાવનારું નિવેદન | …
INDIA

‘સત્ય બોલીશ તો તકલીફમાં પડી જઈશ…’, રામ મંદિરના ચઢાવાની ચોરી અંગે બ્રજભૂષણનું ચોંકાવનારું નિવેદન | …

June 11, 2026
શત્રુઘ્ન સિંહાનો ‘પ્લાન’ શું છે? એક તરફ મોદીને કહ્યા ‘ગાઇડ’, તો બીજી તરફ મમતા દીદીને સાથ આપવાની સોગં…
INDIA

શત્રુઘ્ન સિંહાનો ‘પ્લાન’ શું છે? એક તરફ મોદીને કહ્યા ‘ગાઇડ’, તો બીજી તરફ મમતા દીદીને સાથ આપવાની સોગં…

June 11, 2026
VIDEO | ધોળા દિવસે જિમ ટ્રેનરની હત્યા, કસરત કરનારા સામે જ બે હુમલાખોરોએ ગોળી ધરબી | Gym Trainer Kapi…
INDIA

VIDEO | ધોળા દિવસે જિમ ટ્રેનરની હત્યા, કસરત કરનારા સામે જ બે હુમલાખોરોએ ગોળી ધરબી | Gym Trainer Kapi…

June 11, 2026
Next Post
ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઃ અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી છેતરતા | Ewe leenien koko: A otupu chon Mer…

ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઃ અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી છેતરતા | Ewe leenien koko: A otupu chon Mer...

મર્યાદિત વ્યૂહાત્મક ઊર્જા જથ્થાને કારણે ભારતના અર્થતંત્ર પર તોળાતું જોખમ | The threat to India’s eco…

મર્યાદિત વ્યૂહાત્મક ઊર્જા જથ્થાને કારણે ભારતના અર્થતંત્ર પર તોળાતું જોખમ | The threat to India's eco...

13.26 કરોડ સાથે ફેબુ્રઆરીમાં ઈ-વે બિલની સંખ્યા અત્યારસુધીમાં ત્રીજી મોટી | The number of e way bills…

13.26 કરોડ સાથે ફેબુ્રઆરીમાં ઈ-વે બિલની સંખ્યા અત્યારસુધીમાં ત્રીજી મોટી | The number of e way bills...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક પડકારો વચ્ચે રાહતના સમાચાર, રિટેલ મોંઘવારી જુલાઈમાં ઘટી આઠ વર્ષના તળિયે | india july inflati…

વૈશ્વિક પડકારો વચ્ચે રાહતના સમાચાર, રિટેલ મોંઘવારી જુલાઈમાં ઘટી આઠ વર્ષના તળિયે | india july inflati…

10 months ago
ગુજરાતમાં શિયાળાની જમાવટ: નલિયા 11 ડિગ્રી સાથે ઠંડુગાર, આગામી 7 દિવસ વાતાવરણ કેવું રહેશે? | gujarat …

ગુજરાતમાં શિયાળાની જમાવટ: નલિયા 11 ડિગ્રી સાથે ઠંડુગાર, આગામી 7 દિવસ વાતાવરણ કેવું રહેશે? | gujarat …

6 months ago
ધ્રાંગધ્રા હાઉસિંગ બોર્ડના કામમાં ભ્રષ્ટાચારની રાવ | Corruption in the work of Dhrangadhra Housing B…

ધ્રાંગધ્રા હાઉસિંગ બોર્ડના કામમાં ભ્રષ્ટાચારની રાવ | Corruption in the work of Dhrangadhra Housing B…

5 months ago
અંબોડ બ્રિજ પરથી પસાર થતાં ભારે વાહનો રોકવા ગડર લગાવી દેવાયાં | Barriers were installed to stop heav…

અંબોડ બ્રિજ પરથી પસાર થતાં ભારે વાહનો રોકવા ગડર લગાવી દેવાયાં | Barriers were installed to stop heav…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News