gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છમાં વંટોળ-અમદાવાદમાં આંધી, રાજકોટમાં 1 ઈંચ વરસાદ: ગુજરાતમાં જુઓ ક્યાં કેવો માહોલ | Gujarat Weath…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
કચ્છમાં વંટોળ-અમદાવાદમાં આંધી, રાજકોટમાં 1 ઈંચ વરસાદ: ગુજરાતમાં જુઓ ક્યાં કેવો માહોલ | Gujarat Weath…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Update: ગુજરાતના વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ ખેડૂતો અને સામાન્ય જનજીવનને મુશ્કેલીમાં મૂકી દીધું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના કચ્છ, અમદાવાદ, મોરબી, રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં સાંજે 4 વાગ્યા બાદ કમોસમી વરસાદ (માવઠું) અને ભારે પવન ફૂંકાતા ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે.

કચ્છમાં મિનિ વાવાઝોડું ત્રાટક્યું

કચ્છના વાગડ અને પશ્ચિમ કચ્છમાં કુદરતનો બેવડો માર જોવા મળ્યો છે. રાત્રે ફૂંકાયેલા મિની વાવાઝોડા બાદ આજે સાંજે પણ મિનિ વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઇ છે, અનેક વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. પવનના જોરને કારણે કંડલામાં મોબાઈલ ટાવર ધરાશાયી થયો છે, તેમજ કંડલા પોર્ટ પર લાકડાનો જથ્થોને કન્ટેન્ટરને પવનના સુસવાટાના કારણે ભારે નુકસાન થયું છે. નખત્રાણા, લખપત અને અબડાસામાં વરસાદને કારણે વરિયાળી, ઈસબગુલ, એરંડા અને ઘઉંના પાકને ભારે નુકસાન થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

કચ્છમાં કમોસમી કહેરની તસવીરો

કચ્છમાં વંટોળ-અમદાવાદમાં આંધી, રાજકોટમાં 1 ઈંચ વરસાદ: ગુજરાતમાં જુઓ ક્યાં કેવો માહોલ 2 - image

કચ્છમાં વંટોળ-અમદાવાદમાં આંધી, રાજકોટમાં 1 ઈંચ વરસાદ: ગુજરાતમાં જુઓ ક્યાં કેવો માહોલ 3 - image

કચ્છમાં વંટોળ-અમદાવાદમાં આંધી, રાજકોટમાં 1 ઈંચ વરસાદ: ગુજરાતમાં જુઓ ક્યાં કેવો માહોલ 4 - image

અમદાવાદમાં આંધી

રાજ્યનું આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં વરસાદ કરતા પવનનું જોર વધુ જોવા મળ્યું. અમદાવાદ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સમી સાંજે આંધી આવતા શહેર પર ધૂળની ડમરીઓનું રાજ જોવા મળ્યું, સિંધુભવન રોડ સહિત અનેક વિસ્તારોમાં તોતીંગ વૃક્ષો ધરાશાયી થયા હતા. ગત મોડી રાત્રે પવન એટલો તેજ હતો કે અનેક જગ્યાએ સાઈનબોર્ડ અને હોર્ડિંગ્સ નીચે પડ્યા હતા. AMCની ટીમ હાલ રસ્તાઓ સાફ કરવાની કામગીરી કરી રહી છે.

કચ્છમાં વંટોળ-અમદાવાદમાં આંધી, રાજકોટમાં 1 ઈંચ વરસાદ: ગુજરાતમાં જુઓ ક્યાં કેવો માહોલ 5 - image

રાજકોટ: પંથકમાં ભારે પવન સાથે વરસાદ

ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટા પંથકમાં પણ ભારે પવન સાથે માવઠું થયું છે. પવનની ગતિ વધુ હોવાથી અનેક સ્થળોએ વૃક્ષો પડવાના બનાવો નોંધાયા છે. રાજકોટમાં 1 ઈંચ જેટલો વરસાદ થયો હોવાનું અનુમાન છે.

જામનગર: અષાઢી જેવો માહોલ

જામનગરમાં ચૈત્ર માસમાં અષાઢ જેવો માહોલ સર્જાયો હતો. લાલપુરમાં 16મીમી અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં અડધા કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જીરું, લસણ, મેથી અને ચણા જેવા તૈયાર પાકો ખેતરમાં જ પલળી જતા મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

કચ્છના 5 તાલુકામાં વરસાદ

સવારે ૦6.૦૦ થી સાંજના 16.૦૦ કલાક એટલે કે 4 વાગ્યામાં સુધીમાં ગુજરાતમાં નોંધાયેલા કમોસમી વરસાદની વિગતો મુજબ, સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના ઓખામંડળ તાલુકામાં 0.79 ઈંચ નોંધાયો છે. ત્યારબાદ જામનગરના લાલપુર તાલુકામાં 0.63  ઈંચ  અને કચ્છના મુંદ્રા તાલુકામાં 0.59 ઈંચ વરસાદ પડ્યો છે. કચ્છ જિલ્લાના અન્ય તાલુકાઓની વાત કરીએ તો, ભુજ માં 0.35  ઈંચ જેટલો વરસાદ થયો છે. જ્યારે નખત્રાણા, અબડાસા અને લખપત ત્રણેય તાલુકાઓમાં એકસમાન 0.31  ઈંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદ મુખ્યત્વે બપોરે 2 થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન પડ્યો છે, જો કે લખપત માં બપોરે 12 વાગ્યાથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી.

કચ્છમાં વંટોળ-અમદાવાદમાં આંધી, રાજકોટમાં 1 ઈંચ વરસાદ: ગુજરાતમાં જુઓ ક્યાં કેવો માહોલ 6 - image

મોરબી: પવનના સુસવાટા અને વીજ સંકટ

મોરબી જિલ્લામાં ભારે પવન સાથે ખાબકેલા કમોસમી વરસાદે અનેક જગ્યાએ નુકસાન કર્યું છે. નવલખી બંદર પર દરિયામાં કરંટ જોવા મળ્યો હતો અને તેજ પવનને કારણે કોલસાની ડમરીઓ ઉડતા વિઝિબિલિટી ઘટી હતી. અનેક જગ્યાએ પતરા ઉડવાના બનાવો પણ બન્યા છે. માળિયા મિયાણાના રાયસંગપર પાસે 400 કેવીનો વીજ ટાવર નમી પડતા વીજ પુરવઠો ખોરવાયો છે. વરસામેડી પંથકમાં વરસાદ પડતા મીઠાના ઉત્પાદન પર વિપરીત અસર પડી છે.

દેવભૂમિ દ્વારકા: ઓખામાં સૌથી વધુ વરસાદ

હવામાન વિભાગના આંકડા મુજબ આજે સવારથી સાંજ સુધીમાં દેવભૂમિ દ્વારકાના ઓખામાં સૌથી વધુ 20મીમી વરસાદ નોંધાયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

બનાસકાંઠા અને પાટણ: ઉત્તર ગુજરાતમાં ચિંતા

બનાસકાંઠા: થરા અને વડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. બટાકા અને તમાકુના પાકને નુકસાન થવાની ભીતિ છે.

પાટણ (સાંતલપુર)

અહીં અગરિયાઓની સ્થિતિ કફોડી બની છે. ભારે પવનમાં અગરિયાઓના રહેણાંકના છાપરા ઉડી ગયા છે અને ઘરવખરીને નુકસાન થયું છે.

9 જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગના Nowcast(નાઉ કાસ્ટ)મુજબ, આજે(19 માર્ચ) દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, કચ્છ, અમરેલી અને પાટણ જિલ્લામાં 62થી 87 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં 41થી 61 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. આ સાથે કમોસમી વરસાદ, મેઘગર્જના અને કરા પડવાની શક્યતા છે. તેમજ ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા “ઇદ-ઉલ-ફિત્ર” ની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ | “Id ul Fitr” was cel…
GUJARAT

જામનગરમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા “ઇદ-ઉલ-ફિત્ર” ની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ | “Id ul Fitr” was cel…

March 21, 2026
વડોદરાના કપુરાઈ અને ગાયત્રી નગર વિસ્તારમાં તારીખ 23મીએ પાણીનો કકળાટ સર્જાશે | Water scarcity will oc…
GUJARAT

વડોદરાના કપુરાઈ અને ગાયત્રી નગર વિસ્તારમાં તારીખ 23મીએ પાણીનો કકળાટ સર્જાશે | Water scarcity will oc…

March 21, 2026
વડોદરામાં ઈદની ઉત્સાહભેર ઉજવણી : મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાઝ પઢી ખુદાની બંદગી કરી | Eid celebrated…
GUJARAT

વડોદરામાં ઈદની ઉત્સાહભેર ઉજવણી : મુસ્લિમ બિરાદરોએ સામૂહિક નમાઝ પઢી ખુદાની બંદગી કરી | Eid celebrated…

March 21, 2026
Next Post
ગુજરાતમાં કરા સાથે વરસાદની આગાહી: 9 જિલ્લામાં રેડ ઍલર્ટ, 60થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાશે | IMD gujar…

ગુજરાતમાં કરા સાથે વરસાદની આગાહી: 9 જિલ્લામાં રેડ ઍલર્ટ, 60થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાશે | IMD gujar...

અમદાવાદમાં રિક્ષામાં લવ ટ્રાયંગલ! એક જ પ્રેમી માટે બે પ્રેમિકાઓ બાખડી, એકે બીજીના વાળ કાપી નાંખ્યા |…

અમદાવાદમાં રિક્ષામાં લવ ટ્રાયંગલ! એક જ પ્રેમી માટે બે પ્રેમિકાઓ બાખડી, એકે બીજીના વાળ કાપી નાંખ્યા |...

છોટાઉદેપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષના આગમન પૂર્વે જ કુદરતનો પ્રકોપ, વિશાળ ડોમમાં મોટું નુકસાન | Chhota…

છોટાઉદેપુરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષના આગમન પૂર્વે જ કુદરતનો પ્રકોપ, વિશાળ ડોમમાં મોટું નુકસાન | Chhota...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અક્ષરધામ પાસે ખાણીપીણી એકમોમાં તપાસ આદરી ઃ૨૫ને નોટિસ ફટકારાઇ | Notice issued to 25 food establishmen…

અક્ષરધામ પાસે ખાણીપીણી એકમોમાં તપાસ આદરી ઃ૨૫ને નોટિસ ફટકારાઇ | Notice issued to 25 food establishmen…

4 months ago
બોટાદમાં લોન હોવા છતાં મકાનનો દસ્તાવેજ કરી છેતરપિંડી આચરી | Fraud committed by using house documents…

બોટાદમાં લોન હોવા છતાં મકાનનો દસ્તાવેજ કરી છેતરપિંડી આચરી | Fraud committed by using house documents…

3 days ago
ધ્રાંગધ્રામાં મારામારીના બનાવમાં 5 શખ્સ સામે ગુનો | Crime against 5 people in Dhrangadhra fight inci…

ધ્રાંગધ્રામાં મારામારીના બનાવમાં 5 શખ્સ સામે ગુનો | Crime against 5 people in Dhrangadhra fight inci…

5 months ago
ઉદ્ધવ ઠાકરેએ ગુજરાતનો ઉલ્લેખ કરી કોંગ્રેસ પર સાધ્યું નિશાન, અમદાવાદના અધિવેશન પર ઉઠાવ્યા સવાલ | Maha…

ઉદ્ધવ ઠાકરેએ ગુજરાતનો ઉલ્લેખ કરી કોંગ્રેસ પર સાધ્યું નિશાન, અમદાવાદના અધિવેશન પર ઉઠાવ્યા સવાલ | Maha…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News