gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં કમોસમી કાળ યુવકને ભરખી ગયો, પર્વત પાટિયામાં મનપાનું ભારે ભરખમ બોર્ડ તૂટી પડતાં મોત | Gujarat…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
સુરતમાં કમોસમી કાળ યુવકને ભરખી ગયો, પર્વત પાટિયામાં મનપાનું ભારે ભરખમ બોર્ડ તૂટી પડતાં મોત | Gujarat…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Unseasonal Rain: ગુજરાતના અનેક જિલ્લાઓમાં અચાનક વાતાવરણ પલટાતા 40 કિમીની ઝડપે ફૂંકાયેલા પવન અને વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં અમદાવાદમાં 20થી વધુ અને જામનગરમાં 55થી વધુ વૃક્ષો ધરાશાયી થતા વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે. જામનગરમાં હેવી વીજ લાઈનના બે ટાવર ભારે પવનના કારણે પડી જતાં અનેક વિસ્તારમાં અંધારપટ છવાયો છે. રાજ્યમાં આજે સાંજે 8 વાગ્યા સુધીમાં 36 તાલુકામાં વરસાદ ખાબક્યો છે જેમાંથી રાજકોટ શહેરમાં સૌથી વધુ 1.38 ઈંચ વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા છે.

જુઓ કમોસમી વરસાદની તમામ લાઈવ અપડેટ

સુરતમાં મિનિ વાવાઝોડું યુવકને ભરખી ગયું!

સુરતમાં પણ ભારે પવને શહેરમાં બાનમાં લીધું હતું. ત્યારે પર્વત પાટિયા વિસ્તારમાં એક કરૂણ ઘટના બની છે. સુરત મનપાનું ભારે ભરખમ બોર્ડ પવનના કારણે તૂટીને એક યુવક પર પડતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પ્રાથમિક વિગતો અનુસાર યુવકનું નામ નીતિન વાજા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ કુદરતી નહીં પણ માનવસર્જિત ભૂલના કારણે યુવકનો ભોગ લેવાયો છે ત્યારે ઘટનાએ જાહેર સ્થળો પર લગાવેલા બોર્ડ અને સ્ટ્રક્ચરની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે. 

માતાજીના મંદિરનો મંડપ હવામાં ઉછળ્યો: વીજ લાઈન પર પડ્યો

બાવળા-સરખેજ હાઈવે પર આવેલા સરી ગામ પાસે આજે કુદરતી આફત અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. અચાનક ફૂંકાયેલા તેજ પવન અને વાવાઝોડાને કારણે હાઈવે પર સ્થિત એક મંદિરનો મંડપ હવામાં ઉડીને હાઈવોલ્ટેજ વીજ લાઈન પર ફસાઈ ગયો હતો. જોકે, સદનસીબે વીજ કંપનીની સતર્કતા અને આધુનિક લાઈનને કારણે મોટી જાનહાનિ ટળી હતી. ​સરી ગામે હાઈવે પર ઉગતા પોરના મેલડી માતાજીનું મંદિર આવેલું છે. હાલમાં ચૈત્રી નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો હોવાથી મંદિરના પટાંગણમાં ભક્તો માટે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો. આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા અને જોરદાર વાવાઝોડું ફૂંકાતા, આ મંડપ જમીન પરથી ઉખડીને હવામાં ઉછળ્યો હતો. હવામાં ઉડેલો આ મંડપ સીધો મંદિર ઉપરથી પસાર થતી 11 KV ફીડરની લાઈન પર જઈને ચોંટી ગયો હતો.

સુરતમાં કમોસમી કાળ યુવકને ભરખી ગયો, પર્વત પાટિયામાં મનપાનું ભારે ભરખમ બોર્ડ તૂટી પડતાં મોત 2 - image

​સામાન્ય રીતે આવી ઘટનાઓમાં મોટો બ્લાસ્ટ થતો હોય છે અથવા તો આખા મંડપમાં કરંટ ઉતરી આવવાથી ભયંકર હોનારત સર્જાતી હોય છે. પરંતુ આ કિસ્સામાં ચિત્ર અલગ હતું. વીજ કંપની દ્વારા તાજેતરમાં જ આ વિસ્તારમાં નવી આધુનિક વીજ લાઈન નાખવામાં આવી છે.આ લાઈન એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે તેના પર કોઈ પણ વસ્તુ અથડાય કે ચોંટે તો પણ કરંટ લાગતો નથી જેથી મંડપ લોખંડ કે કાપડનો હોવા છતાં, આ વિશિષ્ટ વાયરિંગને કારણે કોઈ શોર્ટ સર્કિટ થઈ ન હતી કે કોઈ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી. ​ઘટના બાદ સ્થાનિકો અને મંદિરના ટ્રસ્ટીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ભક્તોમાં પણ એવી ચર્ચા હતી કે માતાજીની અસીમ કૃપા અને વીજ વિભાગની કામગીરીને કારણે આજે એક મોટી હોનારત ટળી ગઈ છે.

7 જિલ્લામાં રેડ ઍલર્ટ 

આજે(19 માર્ચ) સાંજે 7 વાગ્યાના હવામાન વિભાગના Nowcast મુજબ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે.

સુરતમાં કમોસમી કાળ યુવકને ભરખી ગયો, પર્વત પાટિયામાં મનપાનું ભારે ભરખમ બોર્ડ તૂટી પડતાં મોત 3 - image

જામનગરના ઢીચડા રોડ પર તોફાની પવનના કારણે પતરાની આખે આખી ફેન્સીંગ ઉડી ગઈ

જામનગરમાં ઢીંચડા રોડ પર ફૂંકાયેલા વાવાઝોડા ના કારણે રોડની સાઈડમાં કામ ચાલી રહ્યું હતું, અને પતરાની લાંબી ફેન્સીંગ બનાવવામાં આવી હતી, જે આખે આખી ફેન્સીંગ હવામાં ઉડવા લાગી હતી. જો કે સદભાગ્યે આ ફેન્સીંગ ના કારણે કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. જેનો વિડીયો પણ એક બાઈક ચાલક યુવાને ઉતારી લીધો હતો, અને તે સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.

સુરતમાં કમોસમી કાળ યુવકને ભરખી ગયો, પર્વત પાટિયામાં મનપાનું ભારે ભરખમ બોર્ડ તૂટી પડતાં મોત 4 - image

જામનગરમાં  હેવી વીજ લાઈન જમીનદોસ્ત, લાઈવ વીડિયો ડરામણો

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં બપોરના સમયે અચાનક તોફાની પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું, અને તોફાની વરસાદ પણ શરૂ થઈ ગયો હતો. જેમાં જેટકોને ભારે નુકસાની થઈ છે.  જામનગર થી સિક્કા તરફ જતી એસાર કંપનીની હેવી વીજ લાઈન કે જેના 220 કે.વી. ના બે મોટા ટાવરો એક પછી એક જમીનદોસ્ત થઈ ગયા હતા, જેના કારણે તે વિસ્તારનો વિજ પુરવઠો ખોરવાયો હતો. અનેક વાયરો તૂટીને નીચે પડ્યા હોવાથી જેટેકોની ટીમને દોડાદોડી થઈ છે, અને હેવી લાઈન બંધ કરી દેવામાં આવી છે. તેમજ સમારકામની કામગીરી પણ યુદ્ધ ના ધોરણે હાથ ધરી લેવામાં આવી છે. આ ઉપરાંત જેટકો નો 132 કે.વી.નો હેવી લાઇન નો કનસુમરા વિસ્તારમાંથી પસાર થતો  એક ટાવર પણ જમીન દોસ્તી થયો હતો. જેથી કનસુમરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાયો છે, અને ત્યાં પણ જેટકો ની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી સમારકામની કામગીરી હાથ ધરી લેવામાં આવી છે.

સુરતમાં કમોસમી કાળ યુવકને ભરખી ગયો, પર્વત પાટિયામાં મનપાનું ભારે ભરખમ બોર્ડ તૂટી પડતાં મોત 5 - image

ફાયર બ્રિગેડની 10 ટીમોએ કામગીરી ઉપાડી

જામનગરમાં વાવાઝોડા દરમિયાન ચાલુ રિક્ષા પર ઝાડ પડવાની ઘટના બની હતી, જેમાં ફાયર બ્રિગેડની 10 ટીમોએ યુદ્ધના ધોરણે ઓપરેશન હાથ ધરી ગણતરીના કલાકોમાં જ રસ્તાઓ ખુલ્લા કરી પ્રશંસનીય કામગીરી કરી છે. 70થી વધુ ફાયરના જવાનોની અલગ અલગ 10 ટીમોં બનાવી હતી, અને કરવત, કુહાડા, રસ્સા વગેરે ની સાધન સામગ્રી સાથે તમામ ટીમોને દોડતી કરી દેવામાં આવી હતી, અને માત્ર દોઢ કલાકના સમયગાળા દરમિયાન 45 થી વધુ ફરિયાદોનો નિકાલ કરી નાખવામાં આવ્યો હતો.

સુરતમાં કમોસમી કાળ યુવકને ભરખી ગયો, પર્વત પાટિયામાં મનપાનું ભારે ભરખમ બોર્ડ તૂટી પડતાં મોત 6 - image

અમદાવાદમાં આંધી

રાજ્યનું આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં વરસાદ કરતા પવનનું જોર વધુ જોવા મળ્યું. સમી સાંજે આંધી આવતા શહેર પર ધૂળની ડમરીઓનું રાજ જોવા મળ્યું, સિંધુભવન રોડ સહિત અનેક વિસ્તારોમાં તોતીંગ વૃક્ષો ધરાશાયી થયા હતા. શહેરમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાતા 20થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. અમદાવાદ ગ્રામ્યમાં વાતાવરણમાં પલટો, જેમાં બાવળા નાનંદ બાગમાં સ્વદેશી મેળામાં નુકસાન થયું હતું.

સુરતમાં કમોસમી કાળ યુવકને ભરખી ગયો, પર્વત પાટિયામાં મનપાનું ભારે ભરખમ બોર્ડ તૂટી પડતાં મોત 7 - image

શિવકથાનો મંડપ પડી ગયો 

અમરેલી જિલ્લાના ધારી, ચલાલા અને બાબરા પંથકમાં ગાજવીજ સાથે ખાબકેલા વરસાદે ભારે તબાહી મચાવી છે. વલારડી ગામે વઘાસિયા પરીવાર દ્વારા આયોજિત શિવકથાના મંડપ પડી ગયો છે, જ્યારે ખેતરોમાં તૈયાર પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

કયા જિલ્લામાં કેટલો વરસાદ?

જિલ્લો

તાલુકા

વરસાદ (ઈંચમાં)

રાજકોટ

રાજકોટ

૧.૩૮

જૂનાગઢ

ભેસાણ

૧.૩૮

અમરેલી

બગસરા

૦.૮૭

રાજકોટ

ધોરાજી

૦.૭૯

દેવભૂમિ દ્વારકા

ઓખામંડળ

૦.૭૯

રાજકોટ

ઉપલેટા

૦.૬૭

રાજકોટ

લોધિકા

૦.૬૩

કચ્છ

મુંદ્રા

૦.૬૩

જામનગર

લાલપુર

૦.૬૩

રાજકોટ

કોટડા સાંગાણી

૦.૪૭

કચ્છ

ભુજ

૦.૪૩

સુરેન્દ્રનગર

ચોટીલા

૦.૩૯

રાજકોટ

જેતપુર

૦.૩૯

જામનગર

કાલાવડ

૦.૩૫

જૂનાગઢ

વંથલી

૦.૩૫

સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા

૦.૩૧

કચ્છ

લખપત

૦.૩૧

કચ્છ

નખત્રાણા

૦.૩૧

કચ્છ

અબડાસા

૦.૩૧

જૂનાગઢ

જૂનાગઢ

૦.૨૮

જૂનાગઢ

જૂનાગઢ સીટી

૦.૨૮

જામનગર

જામજોધપુર

૦.૨૪

દેવભૂમિ દ્વારકા

કલ્યાણપુર

૦.૨૪

મોરબી

હળવદ

૦.૨૪

પાટણ

સાંતલપુર

૦.૨૦

રાજકોટ

પડધરી

૦.૨૦

રાજકોટ

જસદણ

૦.૨૦

રાજકોટ

જામકંડોરણા

૦.૨૦

પોરબંદર

કુતિયાણા

૦.૨૦

બોટાદ

બોટાદ

૦.૧૬

કચ્છ

માંડવી

૦.૧૨

સુરેન્દ્રનગર

લખતર

૦.૧૨

મોરબી

માળીયા

૦.૧૨

રાજકોટ

ગોંડલ

૦.૦૮

કચ્છ

અંજાર

૦.૦૪

સુરેન્દ્રનગર

દસાડા

૦.૦૪

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station
GUJARAT

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

June 19, 2026
અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…
GUJARAT

અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

June 19, 2026
ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…
GUJARAT

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

June 19, 2026
Next Post
મિનિ વાવાઝોડું: રાજકોટમાં દોઢ ઈંચ વરસાદ; ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં કુદરતનું રૌદ્ર રૂપ | High Spee…

મિનિ વાવાઝોડું: રાજકોટમાં દોઢ ઈંચ વરસાદ; ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં કુદરતનું રૌદ્ર રૂપ | High Spee...

અરવલ્લી: માલપુર, મેઘરજ અને શામળાજીના ડુંગરો પર લાગી આગ, છતાં વન વિભાગ નિષ્ક્રિય હોવાનો આરોપ | Araval…

અરવલ્લી: માલપુર, મેઘરજ અને શામળાજીના ડુંગરો પર લાગી આગ, છતાં વન વિભાગ નિષ્ક્રિય હોવાનો આરોપ | Araval...

ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સુવેન્દુ અધિકારી કોર્ટ પહોંચ્યા, પોલીસ પર કર્યો ગંભીર આક્ષેપ | West Bengal…

ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા સુવેન્દુ અધિકારી કોર્ટ પહોંચ્યા, પોલીસ પર કર્યો ગંભીર આક્ષેપ | West Bengal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક સિક્કામાંથી નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરનાર શખ્સ એસઓજીની ટીમના હાથે ઝડપાયો : સપ્લાયરનુ…

જામનગર નજીક સિક્કામાંથી નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરનાર શખ્સ એસઓજીની ટીમના હાથે ઝડપાયો : સપ્લાયરનુ…

10 months ago
જામનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન: તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માગ | Congress …

જામનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન: તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માગ | Congress …

8 months ago
PM મોદીનો પ્રવાસ પૂર્ણ થતાં જ ઈરાન પર હુમલો કરી શકે છે અમેરિકા’, ઈઝરાયલ પર ભડક્યા ઓવૈસી | Iran may b…

PM મોદીનો પ્રવાસ પૂર્ણ થતાં જ ઈરાન પર હુમલો કરી શકે છે અમેરિકા’, ઈઝરાયલ પર ભડક્યા ઓવૈસી | Iran may b…

4 months ago
છોટાઉદેપુરમાં વેઠનો વહીવટ!: ડાયવર્ઝન માર્ગ પર માટી-કિચડના ખાડામાં ટેન્કર ફસાયું, અકસ્માતો વધ્યા | Pa…

છોટાઉદેપુરમાં વેઠનો વહીવટ!: ડાયવર્ઝન માર્ગ પર માટી-કિચડના ખાડામાં ટેન્કર ફસાયું, અકસ્માતો વધ્યા | Pa…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News