gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડુ, વીજળી, વરસાદી તોફાન, : રાજકોટમાં દોઢ ઈંચ, કૃષિક્ષેત્રને વ્યાપક નુકસાન | …

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડુ, વીજળી, વરસાદી તોફાન, : રાજકોટમાં દોઢ ઈંચ, કૃષિક્ષેત્રને વ્યાપક નુકસાન | …
2
VIEWS
Share on FacebookShare on Twitter

60 કિમી ઝડપે પવન ફૂંકાયો, વૃક્ષો-બોર્ડ પડયા, દરિયામાં 15  ફૂટ ઉંચા મોજા  : જામનગરમાં વીજ ટાવર પડયા, પતરાં હવામાં ઉડયા, વાહનો દબાયા, પ્રાસલામાં વીજળી પડતા 3 ઘવાયાઃ રાજકોટ, જુનાગઢ, અમરેલી, દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, કચ્છ જિ.માં તોફાની વરસાદથી અફરાતફરી, કથાના મંડપો પણ ધરાશાયી

 રાજકોટ, : બે માસથી સામાન્ય ઝરમર છાંટા પણ ન આવ્યા અને આજે ચૈત્રી નવરાત્રિના પ્રારંભે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા સાયક્લોનિક સર્ક્યુલેશનની તીવ્ર અસરથી સૌરાષ્ટ્ર-કચ્છમાં સાંજ સુધીમાં મેઘરાજાના રૌદ્રરૂપના દર્શન થયા હતા. વીજળીના કડાકા ભડાકા અને કલાકના 60  કિ.મી.ની તીવ્ર ઝડપે વાવાઝોડા જેવા પવન સાથે સાંજ સુધીમાં 40 થી વધુ સ્થળોએ ઝાપટાંથી દોઢ ઈંચ વરસાદ ત્રાટક્યો હતો. વરસાદથી વધુ પવન તોફાની હતો.અને વરસાદથી વધુ પવન વિનાશક હતો. રાજકોટ, જામનગરમાં 100થી વધુ વૃક્ષો સહિત અનેક વૃક્ષો પડયાછે,અનેક સ્થળે પતરાં, મંડપ, તંબુ ધસી પડતા અફરાતફરીનો માહૌલ સર્જાયો હતો. ધૂળની ડમરી સાથે અંધારૂં છવાતા વાહન વ્યવહાર દોઢ-ખોરવાઈ ગયો હતો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘંઉ, જીરૂ સહિત પાકને નુક્શાનના અહેવાલો મળ્યા છે, પવન ચક્કીને ફરતી બંધ કરી દેવાઈ હતી.ઠેરઠેર વિજપૂરવઠો ખોરવાયો હતો.હાલ ચૈત્ર માસમાં ભાગવત સપ્તાહ સહિત ધાર્મિક કાર્યક્રમો મંડપ નાંખીને અનેક સ્થળોએ થયા હતા જેમાં તોફાની વરસાદથી ભાગદોડ થઈ હતી. હાઈવે પર અને બજારોમાં કમોસમી વરસાદના પ્રચંડ રૂપથી ભયની લાગણી પ્રસરી હતી.રાજકોટ,અમરેલી, જુનાગઢ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, બોટાદ સહિત જિલ્લામાં હળવો-ભારે વરસાદ નોંધાયો છે, જો કે કોઈ જાનહાનિના અહેવાલ નથી.

રાજકોટમાં વેધર ઓફિસમાં 28 નોટ્સ અર્થાત્ 55 કિ.મી. પવનની ઝડપ નોંધાઈ છે, તીવ્ર પવનથી શહેરમાં 50 જેટલા વૃક્ષો ધરાશાયી થતા તેમજ કેટલાક હોર્ડીંગ બોર્ડ ધસી પડ્યા હતા. મનપા દ્વારા રસ્તા ક્લીયર કરાવવા કાર્યવાહી હાથ ધરાઈ છે. ઈસ્ટઝોનમાં 39, સેન્ટ્રલમાં 34 અને વેસ્ટઝોનમાં 38 મિ.મિ. અર્થાત્ એકંદરે દોઢથી પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે. 

રાજકોટ જિલ્લામાં લોધિકા, ઉપલેટા,ધોરાજીમાં એક ઈંચ, જેતપુર, પડધરી, જસદણ, જામકંડોરણા, ગોંડલ તાલુકામાં અર્ધા ઈંચ સુધીનો વરસાદ સાથે મેઘરાજાનું પ્રચંડ રૂપ જોવા મળ્યું હતું.ઉપલેટામાં શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું, યાત્રાધામ વીરપુરમાં તોફાની વરસાદથી અફરાતફરીનો માહૌલ સર્જાયો હતો તો તાલુકાના પ્રાંસલા ગામે વીજળી પડતા ખેતરમાં કામ કરતા રમાબેન રાણાભાઈ ચૌહાણ અને તેમના બે પુત્રો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડાયા છે જ્યાં રમાબેનની હાલત ગંભીર છે. ઘંઉ ,જીરૂ,ચણા સહિતનો પાક બગડવાની ચિંતા જન્મી છે. ગોંડલમાં મરચાં માટેના મંડપો ધસી પડયા હતા,જામજોધપુર ,મોટીમારડ ,જેતલસર,ભાયાવદર તા.સહિત જિલ્લામાં ખેતીવાડીને નુક્શાન થયું છે. 

જામનગરમાં અલ્પ સમય માટે પણ વિનાશક વાવાઝોડાથી ૫૫ વૃક્ષો ધસી પડતા અનેક વૃક્ષો નીચે રિક્ષા,કાર,સ્કુટર સહિત વાહનો દબાતા ફાયરબ્રિગેડની ટીમ ધસી ગઈ હતી. વિનાશક પવનથી જેટકોના 220 કે.વી.ના 2, 132 કે.વી.નો એક એમ હાઈપાવરના 3 તોતિંગ વીજટાવર ધસી પડતા વિજપૂરવઠો ખોરવાયો હતો. ઢીંચડા રોડ પર રોડ પર પતરાંની લાબી ફેન્સીંગ હવામાં ઉડવા લાગી હતી જેના વિડીયો વાયરલ થયા હતા.  

મોરબીમાં વાવડી ચોકડીએ હોર્ડીંગ હવામાં ઉડયા અને વાવડી રોડ પર મકાનોની સોલાર પેનલને પણ નુક્શાન થયું હતું. કુદરતના પ્રચંડરૂપથી ભયનું મોજુ ફેલાયું હતું. રાજપર રોડ પર લગ્નમંડપ અને આલાપ પાર્કમાં કથામંડપ પડી ગયા હતા. માળિયા પંથકમાં મીઠાના અગરોમાં પણ નુક્શાનીના અહેવાલો મળ્યા છે. સરદાર બાગ પાસે કાર ઉપર ઝાડ પડતા ફાયર ટીમ દોડી ગઈ હતી. 

જુનાગઢ જિલ્લામાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે ભેેંસાણમાં બે કલાકમાં દોઢ ઈંચ, જુનાગઢ અને વંથલીમાં અર્ધો ઈંચ, માણાવદરમાં પોણો ઈંચ વરસાદ પાકની કાપણી સમયે વરસતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી.

અમરેલી જિ.ના બાબરામાં ચૈત્રી નવરાત્રિ અન્વયે જુના તળાવ પાસે, વલારડી ગામે શિવકથા માટે, વાસાવડ રોડ પર ભાગવત સપ્તાહના સમિયાણાને ભારે નુક્શાન પહોંચ્યું છે તો ઈંટ ઉત્પાદકોને પણ પણ નુક્શાન પહોંચ્યું છે. પવનચક્કીના આશરે ૧૫૦ યુનિટો બંધ કરી દેવાયા હતા, ઠેરઠેર વૃક્ષો ધરાશયી થવા,પતરાં ઉડયાના અહેવાલો છે. ઘંઉ,ધાણાન સહિત પાકને નુક્શાન થયું છે અને ગોવિંદપુર,ડાભાળી ગામે ખેતરોમાં પાણી ભરાયા હતા. રાજુલામાં અતિ તીવ્ર વંટોળિયો ફૂંકાતા ધૂળના ગોટેગોટા ઉડયા હતા અને બજારોમાં અફરાતફરી સાથે લોકો સુરક્ષિત જગ્યાએ દોડયા હતા. 

ચોટીલામાં હાઈવે પર છાપરાં બાંધીને વ્યવસાય કરતા ધંધાર્થીઓમાં તીવ્ર પવનથી નુક્શાન થયું હતું. એરંડા જીરૂ સહિત પાકમાં નુક્શાનના અહેવાલો છે. ચોટીલા માર્કેટ યાર્ડ આવતીકાલે બંધ રાખવાનું જાહેર કરાયું છે. સુરેન્દ્રનગર જિ.માં લખતર, ધ્રાંગધ્રા, ચોટીલામાં અર્ધો ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
વિશ્વ ચકલી દિવસ : શહેરીકરણ અને આધુનિકીકરણના કારણે ચકલી લુપ્ત થવાના આરે | World Sparrow Day: Sparrows…

વિશ્વ ચકલી દિવસ : શહેરીકરણ અને આધુનિકીકરણના કારણે ચકલી લુપ્ત થવાના આરે | World Sparrow Day: Sparrows...

વટવામાં ટ્રકની ટક્કરથી વૃદ્ધાનું, બાપુનગરમાં રિક્ષાની ટક્કરથી મહિલાનું મોત | Ruemon fefin ra mano no…

વટવામાં ટ્રકની ટક્કરથી વૃદ્ધાનું, બાપુનગરમાં રિક્ષાની ટક્કરથી મહિલાનું મોત | Ruemon fefin ra mano no...

દૂધ ઉત્પાદકોના સમર્થનમાં દહેગામ સજ્જડ બંધ | Dehgam observes strict bandh in support of milk producer…

દૂધ ઉત્પાદકોના સમર્થનમાં દહેગામ સજ્જડ બંધ | Dehgam observes strict bandh in support of milk producer...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકારી કામો માટે લાઈનો લગાડતા કોન્ટ્રાક્ટરોને 16-16 વખત ટેન્ડર છતાં પોલીસના મરામતના કામોમાં રસ નથી |…

સરકારી કામો માટે લાઈનો લગાડતા કોન્ટ્રાક્ટરોને 16-16 વખત ટેન્ડર છતાં પોલીસના મરામતના કામોમાં રસ નથી |…

1 year ago
સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ફિયાસ્કો: ‘બારદાન’ની અછતનું તંત્રનું રટણ, 1 મહિનામાં માત્ર 4 ખેડૂ…

સાયલામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદીનો ફિયાસ્કો: ‘બારદાન’ની અછતનું તંત્રનું રટણ, 1 મહિનામાં માત્ર 4 ખેડૂ…

4 months ago
સાયલા હાઇવે પર ડમ્પરનો કહેર, દસ બકરાને અડફેટે લેતાં મોત | Dumper crashes on Sayla Highway kills ten …

સાયલા હાઇવે પર ડમ્પરનો કહેર, દસ બકરાને અડફેટે લેતાં મોત | Dumper crashes on Sayla Highway kills ten …

12 months ago
મુખ્યમંત્રી યોગી કડક આદેશ: ધાર્મિક સ્થળોના 500 મીટર વિસ્તારમાં નોનવેજ પર પ્રતિબંધ | Chief Minister Y…

મુખ્યમંત્રી યોગી કડક આદેશ: ધાર્મિક સ્થળોના 500 મીટર વિસ્તારમાં નોનવેજ પર પ્રતિબંધ | Chief Minister Y…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News