gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: કારમાં દારૂની બોટલ સાથે ઝડપાયેલા નબીરા સાથે પોલીસે ‘સમાધાન’ કરી લીધું, નેતાનો પુત્ર હોવાની …

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: કારમાં દારૂની બોટલ સાથે ઝડપાયેલા નબીરા સાથે પોલીસે ‘સમાધાન’ કરી લીધું, નેતાનો પુત્ર હોવાની …
7
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Drink And Drive Incident: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. રવિવારે (22મી માર્ચ) મોડી રાત્રે દૂધેશ્વર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવની એક ઘટનામાં પોલીસે નશામાં ધૂત નબીરાઓ સામે કાર્યવાહી કરવાને બદલે ‘રહસ્યમય’ સમાધાન કરી લીધું હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોએ પોલીસની કામગીરીની પોલ ખોલી નાખી છે.

ચર્ચા એવી પણ છે કે ઝડપાયેલા બે નબીરાઓ પૈકી એક નબીરો શહેરના વગદાર રાજકીય નેતાનો દીકરો છે. આ મામલે પોલીસને વારંવાર પૂછવા છતાં અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઈ મોટા રાજકીય દબાણ હેઠળ જ પોલીસે કાયદાકીય કાર્યવાહી કરવાના બદલે સમાધાનનો માર્ગ અપનાવ્યો હોવાની પ્રબળ શંકા સેવાઈ રહી છે.

શું હતી સમગ્ર ઘટના?

રવિવારની રાત્રે દૂધેશ્વર સર્કલ પાસે બે નબીરાઓ કારમાં દારૂની બોટલ સાથે નશાની હાલતમાં ઝડપાયા હતા. નશામાં ચૂર આ યુવકોએ ફરજ પરના ટ્રાફિક પોલીસ સાથે પણ ઉગ્ર બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. આ દરમિયાન સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને કારની તપાસ કરતા તેમાંથી દારૂની બોટલો મળી આવી હતી. સ્થાનિકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો, જેમાં સ્પષ્ટપણે કારની સીટ પર દારૂની બોટલો દેખાઈ રહી છે.

પોલીસની હાજરીમાં જ ‘ખેલ’ પડ્યો?

વીડિયોમાં એક રહસ્યમય પોલીસ કોન્સ્ટેબલ પણ કારમાં બેઠેલો જોવા મળે છે, જેની નજર સામે જ દારૂની બોટલો પડી હતી. આ ઘટના બાદ ટ્રાફિકના TRB જવાન અને 112ની ટીમે બંને નબીરાઓને માધુપુરા પોલીસ સ્ટેશન સોંપ્યા હતા. જોકે, આશ્ચર્યની વાત એ છે કે દારૂબંધીના કડક કાયદા હોવા છતાં, પોલીસે આ નબીરાઓનું મેડિકલ ચેકઅપ કરવાની પણ તસદી લીધી નહીં અને થોડી જ વારમાં બંનેને કોઈ પણ કાર્યવાહી વગર બિન્ધાસ્ત જવા દીધા.

આ પણ વાંચો: વડોદરામાં ડૂબવાની બે ઘટના: આલમગઢ તળાવમાં બે યુવકો અને શિનોરમાં પરિક્રમાવાસી નર્મદામાં ડૂબ્યા

લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ‘મોટું સેટિંગ’

દારૂ સાથે રંગેહાથ ઝડપાયેલા આરોપીઓ સામે ગુનો નોંધવાને બદલે પોલીસે જે રીતે સમાધાન કર્યું, તેનાથી પોલીસની નિયત સામે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે પોલીસે તગડો ‘તોડ’ કરીને આ મામલે ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો છે. સામાન્ય રીતે મારામારીના કેસમાં સમાધાન થતું હોય છે, પરંતુ દારૂ જેવા પ્રોહિબિશનના ગંભીર ગુનામાં ‘સમાધાન’ કેવી રીતે થઈ શકે? તે એક મોટો પ્રશ્ન છે.

માધુપુરા પીઆઈની ગોળ ગોળ વાતો

આ સમગ્ર મામલે જ્યારે માધુપુરા પોલીસ સ્ટેશનના PIને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે લૂલો બચાવ કરતા જણાવ્યું કે, “તે સમયે ટ્રાફિક પોલીસ અને કોલર વચ્ચે સમાધાન થઈ ગયું હોવાથી મામલો અમારા સુધી પહોંચ્યો નહોતો. અમને વીડિયો જોયા પછી ખબર પડી કે ગાડીમાં દારૂ હતો.” પોલીસ હવે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવાની વાત કરે છે. અને વીડિયોના આધારે ગુનો નોંધવાની વાતો કરી રહી છે, જે સ્પષ્ટપણે પોતાની ભૂલ છુપાવવાનો પ્રયાસ હોય તેમ લાગે છે.

અણઉત્તર રહેલા પ્રશ્નો

દારૂની બોટલ દેખાવા છતાં યુવકોનો મેડિકલ ટેસ્ટ કેમ ન કરાયો? કારમાં બેઠેલો અજાણ્યો કોન્સ્ટેબલ કોણ હતો અને તેણે કેમ રિપોર્ટ ન કર્યો? શું પોલીસ માટે કાયદા કરતા ‘સમાધાન’ વધુ મહત્વનું છે? હાલ તો વાયરલ વીડિયોએ પોલીસની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નાર્થ ચિન્હો મૂક્યા છે. હવે જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે ‘સેટિંગ’ કરનાર પોલીસકર્મીઓ સામે શું પગલાં લે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
‘ઈઝરાયલમાં હાજર તમામ ભારતીય નાગરિક સુરક્ષિત…’, LPG મુદ્દે કેન્દ્ર સરકારે જુઓ શું કહ્યું | west asi…

'ઈઝરાયલમાં હાજર તમામ ભારતીય નાગરિક સુરક્ષિત...', LPG મુદ્દે કેન્દ્ર સરકારે જુઓ શું કહ્યું | west asi...

VIDEO: પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, કોલ્ડ સ્ટોરેજમાં ગેસ પાઇપ ફાટતા દીવાલ ધરાશાયી, 4 શ્રમિકોના મોત | …

VIDEO: પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, કોલ્ડ સ્ટોરેજમાં ગેસ પાઇપ ફાટતા દીવાલ ધરાશાયી, 4 શ્રમિકોના મોત | ...

ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો માસ્ટરપ્લાન! મહિલા અનામત લાગુ કરવાની તૈયારીમાં, વિપક્ષની મદદની પણ જરૂર …

ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો માસ્ટરપ્લાન! મહિલા અનામત લાગુ કરવાની તૈયારીમાં, વિપક્ષની મદદની પણ જરૂર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૨૩ મહિના પછી પણ હરણી બોટ દુર્ઘટનામાં પીડિત પરિવારોને ન્યાય અને વળતર મળવામાં વિલંબ | delay in getting…

૨૩ મહિના પછી પણ હરણી બોટ દુર્ઘટનામાં પીડિત પરિવારોને ન્યાય અને વળતર મળવામાં વિલંબ | delay in getting…

9 months ago
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેલ્ક્યુલેટર લોન્ચ, ઊંચા પેન્શન લાભો માટે કરી શકશે NPS-UPSની તુલના | …

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેલ્ક્યુલેટર લોન્ચ, ઊંચા પેન્શન લાભો માટે કરી શકશે NPS-UPSની તુલના | …

1 year ago
સ્વીદામાં ડ્રૂઝ પ્રજા પર હુમલા થતાં ઈઝરાયલે સીરીયા પર હુમલા કર્યા | Israel strikes Syria after attac…

સ્વીદામાં ડ્રૂઝ પ્રજા પર હુમલા થતાં ઈઝરાયલે સીરીયા પર હુમલા કર્યા | Israel strikes Syria after attac…

6 months ago
Watch: લોકસભામાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદનો વીડિયો વાયરલ, ભાજપ નેતા ભડક્યાં | bjp slams kirti azad e…

Watch: લોકસભામાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદનો વીડિયો વાયરલ, ભાજપ નેતા ભડક્યાં | bjp slams kirti azad e…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News