gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મિડલ ઈસ્ટ પર સર્વપક્ષીય બેઠક પૂર્ણ, સરકારે વિપક્ષને કહ્યું- ‘ડરવાની જરૂર નથી, પરિસ્થિતિ કાબૂમાં’ | w…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in INDIA
0 0
0
મિડલ ઈસ્ટ પર સર્વપક્ષીય બેઠક પૂર્ણ, સરકારે વિપક્ષને કહ્યું- ‘ડરવાની જરૂર નથી, પરિસ્થિતિ કાબૂમાં’ | w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

File Pic | Image Source: IANS

All-Party Meeting: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે બુધવારે ભાજપ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલો જોવા મળી. કેન્દ્ર સરકાર તરફથી સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી સર્વપક્ષીય બેઠક પોણા બે કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં સરકાર તરફથી વિદેશ સચિવે વિપક્ષને માહિતી આપતા કહ્યું કે, ‘ડરવાની કોઈ જરૂર નથી. દેશમાં ઉર્જાના પૂરતા સંસાધનો ઉપલબ્ધ છે. 5 અન્ય જહાજ ભારત આવી રહ્યા છે. સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં છે. વૈશ્વિક સ્થિતિ પર સંપૂર્ણ નજર છે.’

સર્વપક્ષીય બેઠક બાદ કિરેન રિજીજૂએ કહ્યું કે, ‘પક્ષોએ એકજૂટ રહેવાનો ભરોસો આપ્યો છે. વિપક્ષે કહ્યું છે કે તેઓ સરકારની સાથે છે. TMCએ બેઠકમાં ભાગ ના લીધો. સરકારે વિપક્ષના તમામ સવાલોના જવાબ આપ્યા છે. મિડલ ઈસ્ટની પરિસ્થિતિની માહિતી આપી.’

રાજનાથ સિંહે કરી સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા

આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ, નાણામંત્રી નિર્મલા સીતારમણ, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી અને વિદેશ સચિવ વિક્રમ મિસરી હાજર છે. અન્ય પક્ષોના નેતાઓ પણ આ બેઠકમાં પહોંચી ગયા છે, જેમાં બીજેડી (BJD) તરફથી સસ્મિત પાત્રા, જેડીયુ(JDU)ના લલ્લન સિંહ, કોંગ્રેસના મુકુલ વાસનિક અને તારિક અનવર, સપા(SP)ના ધર્મેન્દ્ર યાદવ અને સીપીઆઇ-એમ(CPIM)ના જોન બ્રિટાસનો સમાવેશ થાય છે.

સરકારે વિપક્ષને કહ્યું- ‘પરિસ્થિતિ કાબૂમાં છે’

પેટ્રોલિયમ મંત્રી અને વિદેશ મંત્રી દ્વારા રજૂ કરાયેલી દોઢ કલાક લાંબી બેઠક દરમિયાન, સરકારે વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા. સરકારે જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની પેટ્રોલિયમ પેદાશોની કોઈ અછત નથી અને પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે.

હોર્મુઝ સ્ટ્રેટની પરિસ્થિતિ – જે વૈશ્વિક ચિંતાનો વિષય છે – તે અંગે પણ બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી. સરકારે ઉપસ્થિતોને માહિતી આપી હતી કે આપણા 4 જહાજો પહેલાથી જ આ પ્રદેશમાંથી રવાના થઈ ચૂક્યા છે, અને ઘણા અન્ય જહાજો ટૂંક સમયમાં રવાના થવાની અપેક્ષા છે. આ આપણા માટે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ છે. ઘણા અન્ય દેશોના જહાજો ત્યાં ફસાયેલા છે. આ વિકાસને ભારત માટે રાજદ્વારી અને વ્યૂહાત્મક સફળતા તરીકે જોવામાં આવી રહ્યો છે.’

પાકિસ્તાનની મધ્યસ્થી અંગે સરકારે શું કહ્યું?

તાજેતરના આંતરરાષ્ટ્રીય તણાવ ખાસ કરીને ઈરાનને લગતી પરિસ્થિતિ અંગે સરકારે પોતાનું વલણ પણ સ્પષ્ટ કર્યું. વિપક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે ઈરાન સાથે પાકિસ્તાનની મધ્યસ્થીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો ત્યારે સરકારે સમજાવ્યું કે આ પ્રક્રિયા કોઈ નવી ઘટના નથી, તે 1981 થી ચાલુ છે. અમેરિકા ઘણા વર્ષોથી ઈરાન સાથે વાતચીતને સરળ બનાવવા માટે પાકિસ્તાનનો ઉપયોગ કરી રહ્યું છે.

બેઠક દરમિયાન વિપક્ષે સંસદમાં વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા કોવિડ-19 પરના નિવેદન અંગે પણ ચિંતા વ્યક્ત કરી. વિપક્ષે દલીલ કરી હતી કે આવા નિવેદનો દેશમાં ગભરાટ ફેલાવી શકે છે. જવાબમાં સરકારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘એવું નથી. જો આવી પરિસ્થિતિ ક્યાંય ઊભી થાય છે, તો તેઓ ચોક્કસપણે આ બાબતની તપાસ કરશે.’

પીએમ મોદી અને ટ્રમ્પની વાતચીત અંગે જવાબ

આ દરમિયાન, સરકારે એ પણ પુષ્ટિ આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન પ્રમુખ સાથે વાતચીત કરી છે. આ વાતચીત દરમિયાન, ભારતની સ્પષ્ટ નીતિનો પુનરાવર્તિત કરવામાં આવ્યો હતો, જેમાં વડાપ્રધાને કહ્યું હતું કે, “અમે યુદ્ધ નથી ઇચ્છતા.” આ સંદેશ વૈશ્વિક મંચ પર શાંતિ અને સંતુલનની ભારતની નીતિને સ્પષ્ટપણે વ્યક્ત કરે છે. બેઠક દરમિયાન, વિદેશ સચિવે વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને ભારતના હિતો પર તેની અસરો અંગે વિગતવાર રજૂઆત પણ કરી હતી. આનાથી વિપક્ષને વ્યૂહાત્મક અને રાજદ્વારી સૂક્ષ્મતાથી વાકેફ કરવામાં મદદ મળી, જેનાથી રાષ્ટ્રીય મુદ્દાઓ પર વ્યાપક સર્વસંમતિ વિકસાવવામાં મદદ મળી.

આ કટોકટીના સમયમાં બધા નેતાઓ એક સાથે ઊભા રહેશે: કિરેન રિજિજુ

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે, ‘સરકારે વિગતવાર ચર્ચા કરી. અમે મિડલ ઈસ્ટમાં હાલના પડકારોની માહિતી આપી. હું તમામ રાજકીય પક્ષોના નેતાઓનો તેમની ભાગીદારી બદલ આભાર વ્યક્ત કરવા માંગુ છું. દરેક નેતાએ પોતપોતાની ચિંતાઓ વ્યક્ત કરી. તેમણે ભારત પર સંભવિત અસર અંગે પ્રશ્નો ઉઠાવ્યા, જેના જવાબો સરકારે આપ્યા. વિપક્ષી નેતાઓએ ખાતરી આપી કે, આ કટોકટીના સમયમાં તેઓ બધા એક થઈને પોતાનો સંપૂર્ણ ટેકો આપશે.’

વિપક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારને દેશના વિવિધ ભાગોમાંથી LPG, પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ઉભરતા અહેવાલોને સંબોધવા માટે કહેવામાં આવ્યું હતું. જવાબમાં, સરકારે સ્પષ્ટતા કરી કે હાલમાં દેશમાં આ ચીજવસ્તુઓની કોઈ વાસ્તવિક અછત નથી.

જણાવી દઈએ કે, સર્વપક્ષીય બેઠક બોલાવવાના નિર્ણયને લઈને કોંગ્રેસ અને સાથી પક્ષો દ્વારા ‘મોડા લેવાયેલો નિર્ણય’ ગણાવ્યો. તેમણે સરકારની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવ્યા અને એ પણ પૂછ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં શા માટે સામેલ નથી થઈ રહ્યા.? જણાવી દઈએ કે, આ બેઠકમાં રાહુલ ગાંધી હાજર ન રહ્યા અને TMC પાર્ટી આ બેઠકમાં સામેલ ના થઈ.

આ સર્વપક્ષીય બેઠક પહેલા વડાપ્રધાને ગૃહમાં મિડલ ઈસ્ટની સ્થિતિ પર નિવેદન આપ્યું હતું. ભાજપે વિપક્ષના આરોપોનો જવાબ આપતાં કહ્યું કે, તેઓ એક સંવેદનશીલ મુદ્દા પર રાજકારણ કરી રહ્યા છે. વિપક્ષી દળોએ કહ્યું કે, આ બેઠક ઘણી વહેલા થવી જોઈતી હતી. આ સિવાય બેઠકમાં વડાપ્રધાન મોદીની ગેરહાજરી પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, આવા મોટા વૈશ્વિક સંકટ દરમિયાન થનારી બેઠકોમાં સામાન્ય રીતે વડાપ્રધાન ખુદ સામેલ થાય છે.

બેઠકને લઈને કોંગ્રેસે શું કહ્યું?

લોકસભામાં કોંગ્રેસના મુખ્ય સચેતક મણિકમ ટેગોરે સરકારની વિદેશ નીતિની ટીકા કરી. તેમણે કહ્યું કે, મિડલ ઈસ્ટના મુદ્દે કોંગ્રેસ સર્વપક્ષી બેઠકમાં ભાગ લેશે. અમારું માનવું છે કે, આ ઘણી વહેલા થવું જોઈતી હતી. વડાપ્રધાને આ બેઠકમાં સામેલ થવું જોઈએ.

સંસદ પરિસરમાં પત્રકારો સાથે વાતચીતમાં ટેગોરે કહ્યું કે, જ્યારે પણ આવા ગંભીર મુદ્દાઓ પર બેઠક થાય છે, તો વડાપ્રધાન હંમેશા સામેલ થતા રહે છે, ભલે મનમોહન સિંહ હોય, અટલ બિહાર વાજપેયી હોય કે પીવી નરસિમ્હા રાવ. આ પહેલીવાર છે, જ્યારે વડાપ્રધાન તેમાં ભાગ નથી લઈ રહ્યા, જે દુર્ભાગ્યપૂર્ણ છે. રાહુલ ગાંધી પહેલા જ કહી ચૂક્યા છે કે વિદેશ નીતિ મજાક બની ગઈ છે. આ કરાર કરી ચૂક્યેલા વડાપ્રધાનના કારણે દેશ આ સ્થિતિમાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ચૂંટણી પહેલા CM મમતા આક્રમક, ભાજપ-ચૂંટણી પંચ પર કર્યો ગંભીર આક્ષેપ | Mamata Banerjee Attacks BJP & E…

ચૂંટણી પહેલા CM મમતા આક્રમક, ભાજપ-ચૂંટણી પંચ પર કર્યો ગંભીર આક્ષેપ | Mamata Banerjee Attacks BJP & E...

કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણય: દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ બનાવવાની મંજૂરી, જાણો વિગતવ…

કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણય: દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ બનાવવાની મંજૂરી, જાણો વિગતવ...

ચાર ધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુનું રજિસ્ટ્રેશન, જાણો કયા ધામના દ્વાર ક્યારે ખૂલશે | Char …

ચાર ધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુનું રજિસ્ટ્રેશન, જાણો કયા ધામના દ્વાર ક્યારે ખૂલશે | Char ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પુરૃષ મિત્ર સાથે રહેતી ડિવોર્સીનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Divorcee living with male friend commits s…

પુરૃષ મિત્ર સાથે રહેતી ડિવોર્સીનો ગળા ફાંસો ખાઇને આપઘાત | Divorcee living with male friend commits s…

6 months ago
ત્રણ ભાઈઓના ઝેર પીવાના મામલે સરપંચ સહિત પાંચ સામે ગુનો | Five including sarpanch booked for poisonin…

ત્રણ ભાઈઓના ઝેર પીવાના મામલે સરપંચ સહિત પાંચ સામે ગુનો | Five including sarpanch booked for poisonin…

9 months ago
NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

NEET પેપર લીક મામલે અમદાવાદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, 3 આરોપીઓ પકડ્યા | Ahmedabad Police Crack …

2 months ago
બેંકિંગ ક્ષેત્રે વિદેશી રોકાણકારો માટે દરવાજા ખુલ્લા મુકાશે | Doors will be opened for foreign inves…

બેંકિંગ ક્ષેત્રે વિદેશી રોકાણકારો માટે દરવાજા ખુલ્લા મુકાશે | Doors will be opened for foreign inves…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News