America Vice President JD Vance in Jaipur : અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ હાલ ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે. તેમણે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ તેઓ આજે જયપુર પહોંચ્યા છે. અહીં તેમણે પીએમ મોદીના ભારોભાર વખાણ કરી વૈશ્વિક લોકશાહીના સૌથી લોકપ્રિય નેતા ગણાવ્યા છે. આ દરમિયાન અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખે ભારત-અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, વેપાર પર ચર્ચા કરવાની સાથે ચીન પર પણ આડકતરું નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ‘આપણા મજબૂત સંબંધોથી વિદેશી આક્રમણકારીઓને અટકાવવામાં મદદ થશે.’
આપણો દેશ દારૂગોળાના સાધનોનું સહ-ઉત્પાદન કરશે : વેન્સ
જેડી વેન્સે જયપુરમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, ‘આપણો દેશ જેવલિનથી લઈને સ્ટ્રાઈકર કૉમ્બેટ વ્હીકલ્સ સુધી, અનેક દારૂગોળાના સાધનોનું સહ-ઉત્પાદન કરશે અને તેની વિદેશી હુમલાખોરોને રોકવા માટે આપણા બંને દેશોને જરૂર પડશે. તેમણે ભારત-અમેરિકાના સંબંધોને વિશ્વના સૌથી મજબૂત સંબંધ ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, ‘અમેરિકા અન્ય દેશોના મુકાબલો ભારત સાથે સૌથી વધુ લશ્કરી કવાયત કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેબ્રુઆરીમાં અમેરિકા-ભારત સમજૂતીની જાહેરાત કરી હતી, જે આગામી દિવસોમાં બંને દેશો માટે વધુ ગાઢ સંબંધો પાયો નાખશે.
વેન્સે ભારતને F35 ફાઈટર એરક્રાફ્ટ ખરીદવાની ફરી અપીલ કરી
અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખે ભારતને F35 ફાઈટર એરક્રાફ્ટ ખરીદવાની ઓફર કરી છે. તેમણે સંરક્ષણ સંબંધો અંગે કહ્યું કે, ‘અમે યુદ્ધ નહીં, શાંતિ ઈચ્છીએ છીએ. શાંતિનો સૌથી શ્રેષ્ઠ માર્ગ પરસ્પર તાકાતથી બને છે. ભારત અમેરિકાનો મુખ્ય સંરક્ષણ ભાગીદાર છે. ભારતે અમેરિકન સંરક્ષણ ભાગીદારીથી ઘણું મેળવવાનું છે. અમે ઈચ્છીએ છીએ કે, ભારત અમારી પાસેથી વધુ સૈન્ય ઉપકરણો ખરીદે. અમેરિકાના F35 ફાઈટર એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાને પહેલાથી વધુ સુરક્ષા કરવામાં સક્ષમ બનાવશે.’
વેન્સે વેપાર વધારવાની, ઊર્જા ક્ષેત્રમાં મદદ કરવાની ઓફર કરી
તેમણે કહ્યું કે, ‘બંને દેશોએ વધુ ઊર્જાનું ઉત્પાદન કરવું પડશે. આપણે ઊર્જા ક્ષમતાઓને વધુ મજબૂત કરીને લાભ ઉઠાવી શકીશું. અમેરિકા પાસે વિશાળ પ્રાકૃતિક સંશાધનો છે, તેથી અમેરિકાની નિકાસથી ભારતને ફાયદો થશે. આમ કરવાથી ભારત વધુ નિર્માણ કરવામાં અને વધુ ઉત્પાદન કરવામાં સક્ષમ થશે અને ઊર્જા ખર્ચ પણ ઓછો થશે. અમે ભારતને ગેસ ભંડાર, મહત્ત્વપૂર્ણ ખનિજ પુરવઠો સહિત તેમના અનેક કુદરીત સંસાધનો શોધવામાં મદદ કરવા માંગીએ છીએ. ઊર્જા કંપનીના ઉત્પાદનથી ભારત અને અમેરિકા બંનેને ફાયદો થશે.’
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓનો પર્યટકો પર ભયાનક હુમલો, આડેધડ ગોળીબાર, અનેકના મોત
આ પણ વાંચો : આરોગ્ય વિભાગનું એલર્ટ : મધ્યપ્રદેશમાં ફરી કોરોનાની એન્ટ્રી, બે નવા કેસ નોંધાયા, એક મહિલાનું મોત