gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયન્સ સિટી વિસ્તારમાં ૧૨ વૃક્ષોનુ નિકંદન કઢાયું, અમદાવાદમાં ૧૫ વર્ષમાં ૧૫ હજાર વૃક્ષોનું ગેરકાયદે ન…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
સાયન્સ સિટી વિસ્તારમાં ૧૨ વૃક્ષોનુ નિકંદન કઢાયું, અમદાવાદમાં ૧૫ વર્ષમાં ૧૫ હજાર વૃક્ષોનું ગેરકાયદે ન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર,27
માર્ચ,2026

અમદાવાદના સોલા સાયન્સ સિટી વિસ્તારમાં કેઆઈસીટી કોમ્પ્યુટર
કલાસીસ દ્વારા તેના કલાસીસની જાહેરાત દેખાય એ માટે ૧૨ જેટલા ૩૦ વર્ષ જુના ઘટાદાર
વૃક્ષોનુ નિકંદન કાઢી નંખાયુ.ઉત્તર-પશ્ચિમ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે આ
કલાસીસના સંચાલકને ૧૨વૃક્ષ સામે ૧૨૦ વૃક્ષ ઉગાડવા તથા ૩.૨૪ લાખ વહીવટી દંડ ભરવા
નોટિસ અપાઈ છે.કેટલુ પાલન થશે તે તંત્રને પણ ખબર નથી.૧૫ વર્ષમાં શહેરમાં ૧૫ હજાર
વૃક્ષોનુ ટોચના ભાગેથી ગેરકાયદે નિકંદન કાઢી નાંખવામા આવ્યુ તેમ છતાં મ્યુનિસિપલ
તંત્રે આંખ આડા કાન કરી બેદરકારી પ્રદર્શિત કરી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે
કરેલા દાવા મુજબ
, ગોતા
વોર્ડમાં કે.આઈ.સી.ટી.કોમ્પ્યુટર એજયુકેશન કલાસીસ સી-૨૦૭ અઝોન સોલીટર નામના
કોમર્શિયલ બિલ્ડિંગમાં ચલાવવામા આવી રહયા છે.આ કલાસીસના સંચાલક દ્વારા તેમના
કલાસીસની જાહેરાત દેખાય એ માટે પૂર્વ મંજુરી વગર ૧૨ વૃક્ષોનુ નિકંદન કાઢી નાંખ્યુ
હતુ. આ બાબત ધ્યાનમા આવતા પર્યાવરણને કરવામા આવેલા નુકસાન પેટે પ્રતિ વૃક્ષ દીઠ રુપિયા
એક હજાર દંડ ઉપરાંત રુપિયા એક હજાર વહીવટી ચાર્જ તથા ૧૨૦ વૃક્ષ ઉગાડવા રુપિયા
૩૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી લેવાની સાથે ૩.૨૪ લાખ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં
જમા કરાવવા નોટિસ આપવામા આવી છે. કોર્પોરેશનના ગાર્ડન વિભાગના સ્ટાફ ઉપરાંત ઝોન
તથા વોર્ડ કક્ષાએ મોટી સંખ્યામાં ઈન્સપેકટરથી લઈ ઉચ્ચ અધિકારીઓને ૧૨ વૃક્ષ કપાઈ
ગયા ત્યાં સુધી દેખાયુ નહીં એ વાત કોઈ માની ના શકે.  વાસ્તવિકતા એ છે કે
, તંત્રની
મિલીભગતથી જ શહેરમાં  ગ્રીન કવર વધારવાની
સુફીયાણી વાત વચ્ચે નિરંતર ગેરકાયદેસર વૃક્ષો કપાતા જ રહે છે.

શહેરમાં કયા વર્ષમાં કેટલા વૃક્ષો ગેરકાયદે કપાયા

વર્ષ            વૃક્ષની
સંખ્યા

૨૦૧૦-૧૧     ૫૯૧

૨૦૧૧-૧૨     ૭૮૯

૨૦૧૨-૧૩     ૬૪૮

૨૦૧૩-૧૪     ૯૯૨

૨૦૧૪-૧૫     ૧૬૨

૨૦૧૫-૧૬     ૧૦૯

૨૦૧૬-૧૭     ૭૭૧

૨૦૧૭-૧૮     ૧૬૯૧

૨૦૧૮-૧૯     ૧૯૧૬

૨૦૧૯-૨૦     ૧૬૧૯

૨૦૨૦-૨૧     ૮૩૮

૨૦૨૧-૨૨     ૧૪૬૩

૨૦૨૨-૨૩     ૧૨૦૦

૨૦૨૩-૨૪     ૧૪૧૬

૨૦૨૪-૨૫     ૨૨૦૦

બે વર્ષમાં કોને કેટલી રકમનો દંડ કરાયો?

–મે-૨૦૨૪માં
શહેરના  પશ્ચિમ વિસ્તારમાં ૫૩૬ વૃક્ષોના
ગેરકાયદે નિકંદન માટે બે એડવર્ટાઈઝિંગ એજન્સીને રુપિયા એક કરોડનો દંડ કોર્પોરેશને
કર્યો હતો. આ પૈકી એક એજન્સીએ કોર્ટનો આશરો લીધો હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા
મળે છે.

–ચાંદખેડા
વોર્ડમાં એક બાંધકામ સાઈટ ઉપરના વૃક્ષોનુ નિકંદન કઢાતા તંત્રે ઝાંઝર સ્કાય નામની
સાઈટની રજા ચિઠ્ઠી સ્થગિત કરવા ઉપરાંત રુપિયા બે લાખનો વહીવટી ચાર્જ વસૂલ કર્યો
હતો.

–વર્ષ-૨૦૨૫માં
થલતેજ-શીલજમાં શાલીન રેસીડેન્સીને ગેરકાયદે ત્રણ વૃક્ષ કાપવા બદલ રુપિયા ૮૧ હજારની
પેનલ્ટી કરી ૩૦ નવા વૃક્ષ વાવી પાંચ વર્ષ સુધી ઉછેરવા કોર્પોરેશને નોટિસ આપી હતી.

માત્ર ૧૬૪૫ વૃક્ષ રીટ્રાન્સપ્લાન્ટ કરાયાનો તંત્રનો દાવો

મ્યુનિસિપલ કોર્પોરેશને દસ વર્ષમાં કપાયેલા વૃક્ષોની સામે
એરપોર્ટ પેરાફેરી એરીયામાં ૧૪૬૫ અને દક્ષિણ ઝોનમાં ૧૮૦ વૃક્ષ રીટ્રાન્સપ્લાન્ટ
કરાયા હોવાનો દાવો કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …
GUJARAT

અમદાવાદના બગોદરા હાઈવે પર હિટ એન્ડ રન: માતાજીનો રથ લઈને જતા પદયાત્રીઓને અજાણ્યા વાહને કચડ્યા, એકનું …

March 28, 2026
ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…
GUJARAT

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ | BJP G…

March 28, 2026
અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…
GUJARAT

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

March 28, 2026
Next Post
વિદેશી દારૂ-બિયર ભરેલી કાર સાથે સિહોરનો શખ્સ ઝડપાયો | Man from Sehore caught with car loaded with fo…

વિદેશી દારૂ-બિયર ભરેલી કાર સાથે સિહોરનો શખ્સ ઝડપાયો | Man from Sehore caught with car loaded with fo...

નડિયાદની ઇડન ગાર્ડન સોસાયટી પાસે ગેસ લાઇન ફાટતા નાસભાગ | Stampede after gas line bursts near Eden Ga…

નડિયાદની ઇડન ગાર્ડન સોસાયટી પાસે ગેસ લાઇન ફાટતા નાસભાગ | Stampede after gas line bursts near Eden Ga...

સાણંદ તાલુકામાં કાન કાપી લૂંટ ચલાવતી ગેંગના 2 સભ્ય ઝડપાયા | 2 members of gang involved in ear cuttin…

સાણંદ તાલુકામાં કાન કાપી લૂંટ ચલાવતી ગેંગના 2 સભ્ય ઝડપાયા | 2 members of gang involved in ear cuttin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુડા ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા | Woman seriously injured after truc…

કુડા ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા | Woman seriously injured after truc…

3 weeks ago
કપડવંજમાં ‘દીપમાલા એપાર્ટમેન્ટ’ જર્જરિત હાલતમાં, તપાસના આદેશ | Deepmala Apartment in Kapadvanj in di…

કપડવંજમાં ‘દીપમાલા એપાર્ટમેન્ટ’ જર્જરિત હાલતમાં, તપાસના આદેશ | Deepmala Apartment in Kapadvanj in di…

2 months ago
UPI થયું ડાઉન, Google Payથી લઈને SBIના યુઝર્સ હેરાન, ટ્રાન્જેક્શનમાં આવી ખામી | upi down gpay paytm …

UPI થયું ડાઉન, Google Payથી લઈને SBIના યુઝર્સ હેરાન, ટ્રાન્જેક્શનમાં આવી ખામી | upi down gpay paytm …

12 months ago
સરણાકુઈની સીમમાં અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું મોત નીપજ્યું, એકને ઈજા | A young man died one was in…

સરણાકુઈની સીમમાં અજાણ્યા વાહનની ટક્કરે યુવાનનું મોત નીપજ્યું, એકને ઈજા | A young man died one was in…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News