gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બે પિતરાઈએ જમીન પચાવી લેવા પિતરાઈ બહેનની હત્યા કરી નાખી | Two cousins ​​killed their cousin sister t…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in GUJARAT
0 0
0
બે પિતરાઈએ જમીન પચાવી લેવા પિતરાઈ બહેનની હત્યા કરી નાખી | Two cousins ​​killed their cousin sister t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઊનાના નેસડા ગામે શંકાસ્પદ બનાવમાં અંતે ફરિયાદ

સાત દિવસ પહેલાં હાર્ટએટેકથી મોત થયાનું જણાવી અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા, પોલીસે બંનેની અટકાયત કરી

ઊના: ઊના તાલુકાના નેસડા ગામે સાત દિવસ પહેલા એક મહિલાનું હાર્ટ એટેકથી મોત થયાનું જણાવીને તેના બે પિતરાઈ ભાઈઓએ મૃતકના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. આ બનાવ શંકાસ્પદ હોવાનું જણાતા પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં બંને પિતરાઈ ભાઈઓએ જ જમીન પચાવી લેવા માટે પિતરાઈ બહેનની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતક મહિલાના પ્રેમીની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી બંનેને અટકાયતમાં લઈને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

નેસડા ગામના અને હાલ કાપોદ્રા રહી હીરા ઘસવાનું કામ કરતા સતુભાઈ આતુભાઈ ખસીયા (ઉ.વ.૩૦)એ ઊના પોલીસ સ્ટેશનમાં નેસડામાં રહેતા વિક્રમ વીરાભાઈ ગોહિલ અને મનુ કનુભાઈ ગોહિલ સામે  ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, નેસડામાં રહેતા મંસુબેન હામાભાઈ ગોહિલનું ગત તા.૨૩-૩ના રાત્રિના થયેલું મૃત્યુ શંકાસ્પદ છે. મંસુબેન સાથે ફરિયાદીને સાત વર્ષ પહેલાં ઓળખાણ થઈ હતી જે ત્યારપછી પ્રેમસંબંધમાં ફેરવાઈ હતી. 

મંસુબેનના પિતા હામાભાઈ અરજણભાઈ ગોહિલનું પંદર વર્ષ પહેલાં અવસાન થયું હતું. જ્યારે અંદાજીત એક વર્ષ પહેલાં માતા પુનીબેનનું પણ અવસાન થયું હતું. મંસાબેન પોતે પરિવારમાં એકલા હતા. ત્યારબાદ મોટાબાપાનો દીકરો વિક્રમ વીરાભાઈ ગોહિલ મંસુબેનના ઘરે રહેતો હતો. મંસુબેનના ભાગમાં ૧૨ વીઘા ખેતીની  જમીન આવી હતી. મંસુબેને આશરે પાંચ મહિના પહેલા ૫૦ ટકા જમીનનો વિક્રમ સાથે ભાગીદારી દસ્તાવેજ કરાવ્યો હતો. પરંતુ વિક્રમને પૂરેપૂરી જમીન જોઈતી હોવાથી મંસુબેનને ધમકાવતો રહેતો હતો. મંસુબેન આ વાત ઘણીવખત ફોનમાં સતુભાઈને કરતી. બંને પિતરાઈ ભાઈઓ તેને ઠપકો આપી કહેતા કે તું તારી બધી જમીન નામે કરી દે તો તારા લગ્ન કરાવી દેશું અને નામે નહીં કરી સતુ સાથે સંબંધ રાખીશ તો મારી નાખીશું તેવી ધમકી આપતા હતા. 

ગત તા.૨૦ના રાત્રિના ૮.૩૦ના સતુએ મંસુબેન સાથે ફોન પર ૩૨ મિનિટ સુધી વાત કરી હતી. જેમાં મંસુબેને કહેલ કે, આપણા બંનેની સગાઈ બાબતે વિક્રમ તથા અમારા ઘરના સભ્યોએ મનુભાઈના ઘરે મીટિંગ રાખી છે. તો વિક્રમ મને તેડવા આવશે તો હું તેની સાથે જઈશ. ચાલુ ફોન દરમ્યાન વિક્રમ તેડવા આવતા ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ સવારે ૭ઃ૩૦ના ગામના આતુભાઈ દોહાભાઈ ગોહિલનો ફોન આવેલો કે, મંસુનું મોત થયું છે, તેની રાત્રે તબિયત બગડયા બાદ એટેક આવી ગયો હતો. ઘરના સભ્યોએ ગામમાં કોઈને જાણ કર્યા વગર મંસુના પાથવદેહના અંતિમ સંસ્કાર કરી નાખ્યા છે. અમારા સમાજમાં રાત્રિના કોઈ અંતિમ સંસ્કાર કરાતા નથી.

 મંસુ આગલી રાત સુધી સ્વસ્થ હતી અને તેને કોઈ બીમારી પણ ન હતી. મોતનો બનાવ શંકાસ્પદ હોવાથી મંસુને હાર્ટએટેક નહીં પણ બંને પિતરાઈ ભાઈઓએ પૂરેપૂરી જમીન પચાવી પાડવા તેનું કોઈપણ રીતે મોત નીપજાવ્યું હોવાનું લાગી રહ્યું છે. આ બનાવમાં પોલીસની ઝીણવટભરી તપાસમાં મંસુબેનની હત્યા કરાઈ હોવાનું સ્પષ્ટ થતા વિક્રમ અને મનુની સામે બીએનએસ કલમ ૧૦૩(૧), ૫૪ મુજબ ગુનો નોંધી પોલીસે બંનેની અટક કરી હતી. નાના એવા ગામમાં જમીન બાબતે પિતરાઈ બહેનની હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ હતી. 

મનુએ હાથ પકડી રાખ્યા અને વિક્રમે ગળુ દબાવી દઈ મંસુબેનને મારી નાખી

તપાસનીશ અધિકારી પીઆઈ એન.બી. ચૌહાણે હત્યાની ઘટના અંગે જણાવ્યું હતું કે, બંને આરોપીઓ વિક્રમ અને મનુની સાત દિવસ સુધી સઘન પૂછપરછ અને અન્યોના નિવેદન લેતા જાણવા મળ્યું હતું કે, રાત્રિના સમયે વિક્રમ બાઈક પાછળ મંસુને બેસાડી મનુના ઘરે લઈ ગયો હતો. જ્યાં મનુએ મંસુબેનના હાથ પકડી રાખેલા અને વિક્રમે ગળુ દબાવી તેણીને મારી નાખી હતી. બાદમાં કલાકોના સમયમાં અમુક લોકો સાથે મંસુબેનના મૃતદેહને ઊના સ્મશાને લાવી અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. આ ઘટનામાં બીજા કોઈપણ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ ? તે અંગેની તપાસ ચાલુ છે અને જે કોઈના નામ ખુલશે તેમને છોડવામાં નહીં આવે તેમ વધુમાં જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…
GUJARAT

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…

March 29, 2026
માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…
GUJARAT

માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…

March 29, 2026
સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…
GUJARAT

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…

March 29, 2026
Next Post
તળાજી નદીના પુલનું મંથરગતિએ થતું કામ, વાહનચાલકોને હાલાકી | Work on Talaji River bridge underway at a…

તળાજી નદીના પુલનું મંથરગતિએ થતું કામ, વાહનચાલકોને હાલાકી | Work on Talaji River bridge underway at a...

રોજકા પાસે ડમ્પર અને કાર અથડાતા યુવતીનું મોત | Girl dies after being hit by dumper and car near Rojk…

રોજકા પાસે ડમ્પર અને કાર અથડાતા યુવતીનું મોત | Girl dies after being hit by dumper and car near Rojk...

તોરણીયાના એન્જિનિયરે મોબાઇલમાં લિંક ખોલતા 2.14 લાખ ઉપડી ગયા | Torania engineer opens link on mobile …

તોરણીયાના એન્જિનિયરે મોબાઇલમાં લિંક ખોલતા 2.14 લાખ ઉપડી ગયા | Torania engineer opens link on mobile ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં જ્વેલર્સને ત્યાં ગ્રાહકના શ્વાંગમાં 12 વર્ષનો છોકરો 3.13 લાખના દાગીના સાથે રફુચક્કર | Ahm…

અમદાવાદમાં જ્વેલર્સને ત્યાં ગ્રાહકના શ્વાંગમાં 12 વર્ષનો છોકરો 3.13 લાખના દાગીના સાથે રફુચક્કર | Ahm…

3 months ago
સુરત પાલિકાના ઉધના ઝોનમાં ડ્રેનેજની કામગીરીમાં અખાડા કરનારા અધિકારીનો ડ્રેનેજ કમિટીમાં ઉઘડો લેવાયો |…

સુરત પાલિકાના ઉધના ઝોનમાં ડ્રેનેજની કામગીરીમાં અખાડા કરનારા અધિકારીનો ડ્રેનેજ કમિટીમાં ઉઘડો લેવાયો |…

8 months ago
વલ્લભ વિદ્યાનગરમાં કપિલ દેવ ફાસ્ટ ફૂડ સ્વચ્છતાના અભાવે સીલ | Kapil Dev fast food in Vallabh Vidyanag…

વલ્લભ વિદ્યાનગરમાં કપિલ દેવ ફાસ્ટ ફૂડ સ્વચ્છતાના અભાવે સીલ | Kapil Dev fast food in Vallabh Vidyanag…

7 months ago
સુરતના વરાછામાં પ્રેમ પ્રકરણમાં બે સંતાનની માતાનો ગળેફાંસો ખાઈ આપઘાત | surat varachha mother of two …

સુરતના વરાછામાં પ્રેમ પ્રકરણમાં બે સંતાનની માતાનો ગળેફાંસો ખાઈ આપઘાત | surat varachha mother of two …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News