![]()
અમદાવાદ,રવિવાર
શહેરના સરસપુરમાં રહેતા યુવકે મોબાઇલમાં ગેમ રમતા સમયે ફ્લેશ થતી વિવિધ એપ્લીકેશન પૈકી કેટલીક એપ્લીેકેશન ડાઉનલોડ કરતા નાણાં ગુમાવવાનો વારો આવ્યો હતો. આ અંગે શહેરકોટડા પોલીસે ગુનો નોંધીને ટેકનીકલ એનાલીસીસના આધારે તપાસ શરૂ કરી છે.
સરસપુરમાં આવેલા હેલ્થ ક્વાટર્સમાં રહેતો અશ્વિન ચૌહાણ થોડા દિવસ પહેલા તેમના ઘરે રાતના સમયે મોબાઇલ પર એક એપ્લીકેશનથી ગેમ રમતો હતો. આ એપ્લીકેશનમાં અન્ય એપ્લીકેશન ફ્લેશ થતી હતી. જેથી ભૂલથી કેટલીક એપ્લીકેશન ડાઉનલોડ કરી લીધી હતી. ત્યારબાદ અચાનક ફોન હીટ થયા બાદ હેક થઇને બંધ થઇ ગયો હતો. જેથી ફોનની બેટરીમાં પ્રોબ્લેમ હોવાનું સમજીને અશ્વિને ફોન ચાલુ કર્યો નહોતો.
બીજા દિવસે સવારે ફોન ચાલુ કર્યૅો ત્યારે એકાઉન્ટમાંથી ૯૯ હજારનું બેલેન્સ ઓછુ હતું. જેથી શંકા જતા બેંકમાં જઇને તપાસ કરી ત્યારે કોઇએ એપ્લીકેશન ડાઉનલોડ કરાવીને ફોન હેક કર્યા બાદ નાણાં પડાવી લીધાની જાણ થઇ હતી. આ અંગે શહેરકોટડા પોલીસે ટેકનીકલ એનાલીસીસના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.










