gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતે સિંધુ જળ કરાર તોડી દુશ્મન દેશની છાતી પર કર્યો સીધો વાર, હવે આ ત્રણ સંકટ સામે ઝઝૂમશે પાકિસ્તાન …

G METRO NEWS by G METRO NEWS
April 23, 2025
in INDIA
0 0
0
ભારતે સિંધુ જળ કરાર તોડી દુશ્મન દેશની છાતી પર કર્યો સીધો વાર, હવે આ ત્રણ સંકટ સામે ઝઝૂમશે પાકિસ્તાન …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pahalgam Terrerist Attack : દક્ષિણ કાશ્મીરના પહલગામમાં ગઈકાલે મંગળવારે (22 એપ્રિલ) થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ ગુસ્સામાં અને શોકમાં છે. આ હુમલામાં 28 નિર્દોષ લોકોના જીવ ગયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે હવે પહલગામ હુમલાને લઈને બુધવારે (23 એપ્રિલ) કેન્દ્ર સરકારે અલગ અલગ મોટા નિર્ણયો લઈને પાકિસ્તાનને મુશ્કેલીમાં મુકી દીધું છે. પહલગામમાં ભયાનક આતંકવાદી હુમલો થયા બાદ કેન્દ્ર સરકારે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી સીસીએસ (કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી)ની બેઠક બાદ ભારતે સિંધુ જળ સંધિ રદ કરવા સહિત અનેક જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં, એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે કે સિંધુ જળ સંધિ શું છે અને તેના પર પ્રતિબંધ મૂકવાથી પાકિસ્તાનને કેટલું નુકસાન થઈ શકે છે.

પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે શું લીધો નિર્ણય?

  • અટારી બોર્ડર ચેક પોસ્ટ બંધ કરાશે
  • સિંધુ જળ કરાર પર રોક લગાવવાનો નિર્ણય
  • તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ
  • SAARC હેઠળ પાકિસ્તાની નાગરિકોને મળેલી વિઝા છૂટ રદ કરાઈ
  • ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને 48 કલાકમાં ભારત છોડવા આદેશ
  • ભારતમાં પાકિસ્તાન ઉચ્ચાયુક્ત બંધ
  • તમામ પાકિસ્તાની સૈન્ય સલાહકારોને ભારત છોડવા આદેશ
  • ભારત પણ પોતાના સલાહકારોને પરત બોલાવશે
  • ઉચ્ચાયુક્તોની કુલ સંખ્યા 55થી ઘટાડીને 30 કરવાનો નિર્ણય

સિંધુ જળ સંધિ શું છે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે પંજાબમાંથી વહેતી છ નદીઓના પાણીની વહેંચણી માટે 19 સપ્ટમ્બર-1960ના રોજ સિંધુ જળ સંધિ થઈ હતી. આઝાદી પછી તરત જ પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો ત્યારે ભારત અને પાકિસ્તાનના સંબંધો તંગ બન્યા હતા. પાકિસ્તાને 1951માં ડર વ્યક્ત કર્યો હતો કે, ભારત સિંધુ સહિતની નદીઓનાં પાણી રોકીને પાકિસ્તાનમાં પાણીની કૃત્રિમ અછત ઉભી કરીને દુકાળ લાવી શકે છે. પાકિસ્તાને યુ.એન.માં રજૂઆત કરતાં યુનાઈટેડ નેશન્સે વર્લ્ડ બેંકને મધ્યસ્થી કરવા કહેતાં વાટાઘાટો શરૂ થઈ અને નવ વર્ષના અંતે સંધિ થઈ હતી. ત્યારબાદ ઈન્ડસ રિવર સિસ્ટમ એટલે કે સિંધુ જળ પ્રણાલિમાં 70 ટકા પાણી પાકિસ્તાનને જ્યારે 30 ટકા પાણી ભારતને મળ્યું હતું.

સિંધુ જળ સંધિ હેઠળ ભારત-પાકિસ્તાને મળી ત્રણ-ત્રણ નદી

વર્લ્ડ બેંકની મધ્યસ્થીમાં થયેલી સિંધુ  જળ સંધિમાં ભારત વતી જવાહરલાલ નહેરૂ અને પાકિસ્તાન વતી અયુબ ખાને તેના પર સહી કરી હતી. આ સંધિ પ્રમાણે ભારત અને પાકિસ્તાનમાં થઈને વહેતી છ મોટી નદીમાંથી ત્રણ-ત્રણ નદી બંને દેશોને વહેંચી દેવાઈ છે. ભારતના ભાગે પૂર્વમાં વહેતી બિયાસ, રાવિ અને સતલજ એ ત્રણ નદી આવી હતી, જ્યારે પાકિસ્તાનના ભાગે પશ્ચિમની સિંધુ, ચેનાબ અને ઝેલમ નદી આવી.  

આ પણ વાંચો : અટારી બોર્ડર બંધ, સિંધુ જળ કરાર પર રોક; પહલગામ હુમલા બાદ ભારતના પાકિસ્તાન વિરૂદ્ધ 5 મોટા નિર્ણય

સિંધુ જળ સંધિ હેઠળના નિયમો

સિંધુ જળ સંધિ પ્રમાણે ભારત સિંધુ, ચેનાબ અને ઝેલમ નદીના પાણીનો ઉપયોગ સિંચાઈ, ટ્રાન્સપોર્ટ,  પાવર જનરેશન એ ત્રણ ઉદ્દેશ માટે પોતાને મનફાવે એ રીતે કરી શકે છે પણ તેના પર મોટા ડેમ ના બનાવી શકે કે આ નદીઓના કાંઠે ઉદ્યોગો ના ઉભા કરી શકે. ભારત ચોક્કસ માત્રામાં પાણીનો સંગ્રહ કરી શકાય તેવા ડેમ બનાવી શકે પણ ડેમ બનાવતી વખતે પાકિસ્તાનને અમુક માત્રા કરતાં ઓછું પાણી ના મળે તેનું પણ ધ્યાન રાખવું પડે.  જો કે ભારતને એવી જરૂર નથી પડી. ભારતે સતલજ, બિયાસ ને રાવિ એ ત્રણ નદીનાં પાણીનો ભરપૂર ઉપયોગ પોતાના ફાયદા કર્યો છે. સતલજ પર બંધાયેલા ભાખરા-નાંગલ બંધે પંજાબ-હરિયાણામાં ખેતીને સમૃધ્ધ કરી છે. પંજાબ અને હરિયાણાની હરિત ક્રાંતિ સતલજ નદીને આભારી છે. ભારત સતલજના પાણીનો મહત્તમ ઉપયોગ કરે છે.  

અગાઉ ભારતે ક્યારેય સિંધુ જળ સમજૂતીને અટકાવી નહોતી. જોકે પાકિસ્તાન આતંકનું કેન્દ્ર અને ઉદભવ કેન્દ્ર બની ગયું છે. પાકિસ્તાનની સરહદ પરથી અવાર-નવાર આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરતા રહે છે અને નિર્દોષ નાગરિકોને નિશાન બનાવતા રહે. આવું જ ગઈકાલે પહેલગામમાં પણ થયું, જ્યાં આતંકીઓએ પ્રવાસીઓ પર આડેધડ ફાયરિંગ કરી 28 નિર્દોષોને મોતને ઘાટ ઉતારી દીધા. આ ઘટના બાદ દેશભરમાં આક્રોશ ફેલાયો છે. કેન્દ્ર સરકારે પણ કડક નિર્ણયો લેવાની શરૂઆત કરી સિંધુ જળ સમજૂતીને રદ કરી દીધો છે. આ નિર્ણય દર્શાવે છે કે, હવે આતંકવાદને સમર્થન આપતી પાકિસ્તાની નીતિને ભારત ક્યારેય સહન નહીં કરે.

સિંધુ જળ સમજૂતી રદ કરતા પાકિસ્તાનમાં શું પડશે અસર?

1… કૃષિ સંકટ વધશે : પાકિસ્તાન 80%થી વધુ સિંચાઈ કામગીરીમાં સિંધુ નદીના પાણીનો ઉપયોગ કરે છે. જો ભારત પાણી છોડવાનું બંધ કરે અથવા અટકાવી દે, તો તેની સીધી અસર પાકિસ્તાનની ખેતી પર પડશે.

2… ઉર્જાનું પણ સંકટ : પાકિસ્તાને સિંધુ અને ઝેલમ નદીઓ પર અનેક જળવિદ્યુત પ્રોજેક્ટ્સ બનાવ્યા છે. જો પાણી પુરવઠો બંધ થશે તો વીજ ઉત્પાદન ઘટશે, જેના કારણે દેશમાં ભયાનક ઊર્જા સંકટ ઉભું થશે.

3… પીવાના પાણીની અછત : પંજાબ અને સિંધ જેવા વિસ્તારોમાં લાખો લોકો પીવાના પાણી માટે સિંધુ નદી સિસ્ટમ પર આધાર રાખે છે, આવી સ્થિતિમાં ત્યાં પાણીની કટોકટી વધુ ઘેરી બની શકે છે.

આ પણ વાંચો : કેન્દ્ર સરકારે 24 એપ્રિલે બોલાવી સર્વદળીય બેઠક, રાજનાથ સિંહ કરી શકે છે અધ્યક્ષતા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …
INDIA

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …

May 13, 2026
મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…
INDIA

મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…

May 13, 2026
‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…
INDIA

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…

May 13, 2026
Next Post
માત્ર સિંધુ જ નહીં, ભારતની આ ચાર નદીનું પાણી પણ જાય છે પાકિસ્તાન | India Pakistan 5 River History In…

માત્ર સિંધુ જ નહીં, ભારતની આ ચાર નદીનું પાણી પણ જાય છે પાકિસ્તાન | India Pakistan 5 River History In...

કાશ્મીરની ટિકિટો ધડાધડ કેન્સલ…, પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ ટુરિઝમ ઈન્ડસ્ટ્રી ખાડે જશે! …

કાશ્મીરની ટિકિટો ધડાધડ કેન્સલ..., પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ ટુરિઝમ ઈન્ડસ્ટ્રી ખાડે જશે! ...

પ.બંગાળના ત્રણ ભરતી કૌભાંડમાં ઇડીએ રૂ. 600કરોડની સંપત્તિ ટાંચમાં લીધી | ED attaches assets worth Rs …

પ.બંગાળના ત્રણ ભરતી કૌભાંડમાં ઇડીએ રૂ. 600કરોડની સંપત્તિ ટાંચમાં લીધી | ED attaches assets worth Rs ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધીએ બિહારમાં ડૉક્ટર સાથે થયેલી બર્બરતાનો VIDEO શેર કર્યો, CM નીતીશ પર સાધ્યું નિશાન

રાહુલ ગાંધીએ બિહારમાં ડૉક્ટર સાથે થયેલી બર્બરતાનો VIDEO શેર કર્યો, CM નીતીશ પર સાધ્યું નિશાન

11 months ago
‘હું ચૂપ છું તો ચૂપ રહેવા દો, મને છંછેડશો નહીં..’ મહાયુતિમાં ટેન્શન વચ્ચે એકનાથ શિંદેની ચેતવણી

‘હું ચૂપ છું તો ચૂપ રહેવા દો, મને છંછેડશો નહીં..’ મહાયુતિમાં ટેન્શન વચ્ચે એકનાથ શિંદેની ચેતવણી

5 months ago
જામનગરમાં રંગમતી નદીના પૂલ નીચે કચરાના ઢગલામાં આગ : પાડોશીઓએ જ આગ બુજાવી દીધી | Fire breaks out in g…

જામનગરમાં રંગમતી નદીના પૂલ નીચે કચરાના ઢગલામાં આગ : પાડોશીઓએ જ આગ બુજાવી દીધી | Fire breaks out in g…

1 year ago
અમદાવાદના ચકચારી હિંમત રૂડાણી હત્યા કેસમાં બે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર | ahmedabad himat ruda…

અમદાવાદના ચકચારી હિંમત રૂડાણી હત્યા કેસમાં બે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર | ahmedabad himat ruda…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News