gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહેલગામ આતંકી હુમલાને દુનિયાભરના નેતાઓએ વખોડી કાઢ્યો : ભારત સાથે ઉભા રહેવા તૈયાર થયા | World leaders…

G METRO NEWS by G METRO NEWS
April 24, 2025
in INDIA
0 0
0
પહેલગામ આતંકી હુમલાને દુનિયાભરના નેતાઓએ વખોડી કાઢ્યો : ભારત સાથે ઉભા રહેવા તૈયાર થયા | World leaders…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પાકિસ્તાન કહે છે : ‘અમારે તે હુમલા સાથે નિસ્બત નથી’

– નેપાળ અને પશ્ચિમના તમામ દેશોએ તે હુમલાની ઉગ્ર ટીકા કરી યુ.એસ., યુ.કે., જર્મની, ડેન્માર્ક ઈ.યુ. તથા ગુયાનાએ આઘાતની લાગણી દર્શાવી

નવી દિલ્હી : પહેલગામના નૃશંસ અને જઘન્ય આતંકવાદી હુમલાને દુનિયાભરના દેશોએ વખોડી કાઢ્યો છે. આ હુમલામાં નેપાળના નાગરિકોનાં પણ મૃત્યુ થયા છે. હજી સુધી ચીનના પડખામાં રહેલા આ દેશનાં વિદેશ મંત્રાલયે પણ આ હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. જ્યારે તેના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ પણ આ હુમલાને વખોડી કાઢ્યો છે. ઓલી પહેલા તો તદ્દન ચીન પરસ્ત હતા અને પાકિસ્તાન ચીનનું પાલતું છે. તે જગજાહેર છે. તે સંયોગમાં ઓલીને પોતાના જ દેશના નાગરિકોની આતંકીઓએ કરેલી હત્યાથી થોડી આંખ ઉઘડી હશે.

બીજી તરફ આ જઘન્ય હુમલાના સમાચાર મળતાં, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફને તુર્તજ સ્પષ્ટતા કરવી પડી કે પાકિસ્તાનને તે હુમલા સાથે કોઈ લેવા-દેવા નથી. તે હુમલો તો કાશ્મીરી આતંકીઓએ જ કર્યો હતો. વાત સીધી છે. આવી સ્પષ્ટતા કરવાની તેમને જરૂર શા માટે પડી ? કેમ અફઘાનિસ્તાન કે ચીનને તેવી સ્પષ્ટતા કરવી નથી પડી ?

ટુંકમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી દૂર રહેવા શીતળતા માણવા ગયેલા નિર્દોષ નાગરિકોની હત્યાનો સમય ઉલ્લેખનીય છે. એક તરફ વડાપ્રધાને ઈસ્લામ ધર્મના મોભી સઉદી અરેબિયાના યુવરાજ સાથે સંરક્ષણ કરારો કર્યા. બીજી તરફ અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વાન્સ સહકુટુમ્બ ભારતની યાત્રાએ છે. બરોબર તેવા સમયે જ કરાયેલો હુમલો ચોક્કસ ગણતરીપૂર્વક સાથે પ્રબળ પીઠબળને લીધે જ થયો હોય તે તમામ બુદ્ધિજીવો સમજી જ શકે તેમ છે. વિશ્વભરના નેતાઓએ તે હુમલાને સખત વખોડયો છે.

બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમેરે તે હુમલાને વિનાશક કહેવા સાથે ભારતને આશ્વસ્ત કર્યું છે. મૃતકોના સગાં-સંબંધીઓ પ્રત્યે હમદર્દી દર્શાવી છે.

જ્યારે આ સમાચાર પ્રસિદ્ધ થયા ત્યારે સઉદી અરબસ્તાનનાં જેદ્દાહથી પાછા ફરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તુર્તજ સંપર્ક સાથી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલગામ હુમલાને વખોડી કાઢતાં જે નિર્દોષ લોકો તે હુમલામાં માર્યા ગયા તેઓના કુટુમ્બીજનો પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.

પ્રમુખ પુતિને રાષ્ટ્રપતિ મુર્મુને સંદેશો પાઠવી આ જઘન્ય હુમલા અંગે પોતાની હમદર્દી દર્શાવી છે.

જર્મનીના ચાન્સેલર ઓલેફ શોલ્ઝે આ હુમલાને વખોડી કાઢતાં ભારતના લોકો પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરવા સાથે મૃતકોનાં પરિવારજનોને આશ્વાસનો પાઠવ્યા હતા અને ઈજાગ્રસ્તો જલ્દી સાજા થાય તેવી આશા વ્યક્ત કરી હતી.

ડેન્માર્કના વડાપ્રધાન મેટ્રો ફ્રેડ્રિકસેને પણ ભારતને આ કરૂણ સ્થિતિમાં સાથે ઉભા રહેવાનું વચન આપતાં મૃતકોનાં સગાં સંબંધીઓ પ્રત્યે હમદર્દી દર્શાવી હતી.

દક્ષિણ અમેરિકાના દેશ ગુયાનાના પ્રમુખ ઈરફાન અલિએ આ હુમલા અંગે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ જઘન્ય હુમલાખોરોને ન્યાયતંત્ર સમક્ષ ખડા કરવા જ રહ્યા.

યુરોપીયન કમીશનના પ્રમુખ ઊરમુલ્લા ફોન-દર-લીયેને કહ્યું હતું કે યુરોપ આ દુઃખની ઘડીમાં ભારતની સાથે છે. સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતની અંતર શક્તિ અતૂટ છે. તે આ આપત્તિમાં પણ ટટ્ટાર ઊભું રહી શકે તેમ છે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝે ‘ટ’ પર લખ્યું, ‘જમ્મુ અને કાશ્મીરમાં નિર્દોષો ઉપર થયેલા એ હુમલાથી મને ઊંડો આઘાત લાગ્યો છે. મૃતકોનાં સગાં-સંબંધીઓ પ્રત્યે તેમજ ઈજાગ્રસ્તો પ્રત્યે અમારૃં હૃદય છલકાઈ રહ્યું છે.’

આ રીતે ન્યુઝીલેન્ડ અને સાઇપ્રસના તથા ઈસ્ટોનિયાના વિદેશ પ્રધાનોએ પણ પહેલગામ હુમલા અંગે આઘાતની લાગણી દર્શાવતાં આ જઘન્ય કૃત્યને વખોડી કાઢ્યું છે.

આ સંયોગામાં પાકિસ્તાને પોતાનો પાંગળો બચાવ કરતાં મણિપુર અને છત્તીસગઢમાં થતા હિંસાચારનો ઉલ્લેખ કર્યો છે પરંતુ દુનિયા આખી જાણે છે કે આ જઘન્ય કૃત્ય પાછળ કોનો હાથ હોઈ શકે ? આ આતંકીઓ પાસે આટલા આધુનિક શસ્ત્રો ક્યાંથી આવ્યાં તેમને અઢળક પૈસા કોણે આપ્યાં હશે.

ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે આ હુમલા અંગે આઘાત વ્યક્ત કરતા ભારત અને મૃતકોનાં કુટુમ્બીજનો પ્રત્યે હમદર્દી વ્યક્ત કરી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
રાજનાથસિંહે એનએસએ અને ત્રણે સેનાઓના વડાઓએ સાથે મંત્રણા યોજી | Rajnath Singh holds talks with NSA and…

રાજનાથસિંહે એનએસએ અને ત્રણે સેનાઓના વડાઓએ સાથે મંત્રણા યોજી | Rajnath Singh holds talks with NSA and...

પહેલગામ હુમલાને લીધે જ.કા.ના રૂ. 12,000 કરોડના પ્રવાસન ઉદ્યોગને ફટકો : અઢી લાખની રોજી છીનવાશે | Paha…

પહેલગામ હુમલાને લીધે જ.કા.ના રૂ. 12,000 કરોડના પ્રવાસન ઉદ્યોગને ફટકો : અઢી લાખની રોજી છીનવાશે | Paha...

ભારતે સિંધુ કરાર અટકાવ્યા, પાક.ના રાજદ્વારીઓને કાઢી મુક્યા | India Suspends Indus Treaty Expels Pak …

ભારતે સિંધુ કરાર અટકાવ્યા, પાક.ના રાજદ્વારીઓને કાઢી મુક્યા | India Suspends Indus Treaty Expels Pak ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગ્રેચ્યુટીનો નિયમ બદલાયો ! જો 5 વર્ષ પહેલા નોકરી છોડશો તો શું થશે? | New Gratuity Rules 2026: One Ye…

ગ્રેચ્યુટીનો નિયમ બદલાયો ! જો 5 વર્ષ પહેલા નોકરી છોડશો તો શું થશે? | New Gratuity Rules 2026: One Ye…

3 months ago
‘બીજે ક્યાંક સ્પર્શ કર્યો હોત તો…’, હિજાબ વિવાદમાં નીતિશના વિરોધની જગ્યાએ યુપીના મંત્રી આ શું બોલી ગયા?

‘બીજે ક્યાંક સ્પર્શ કર્યો હોત તો…’, હિજાબ વિવાદમાં નીતિશના વિરોધની જગ્યાએ યુપીના મંત્રી આ શું બોલી ગયા?

8 months ago
ગુજરાતના 8 જિલ્લામાં માવઠાંની આગાહી, પંચમહાલ-મહીસાગરમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત | Gujarat Weath…

ગુજરાતના 8 જિલ્લામાં માવઠાંની આગાહી, પંચમહાલ-મહીસાગરમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત | Gujarat Weath…

6 months ago
અંબાજી પોલીસે ૯.૪૭ લાખના વિદેશી દારૂ અને મુદામાલ સાથે ૪ લોકોની ધરપકડ કરી

અંબાજી પોલીસે ૯.૪૭ લાખના વિદેશી દારૂ અને મુદામાલ સાથે ૪ લોકોની ધરપકડ કરી

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News