gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …

G METRO NEWS by G METRO NEWS
April 1, 2026
in INDIA
0 0
0
ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારતમાં રાતોરાત ઓરેકલના 12 હજાર કર્મચારી બેરોજગાર થઇ ગયા

– મારા પિતાને કેન્સર, 20 વર્ષથી ઓરેકલમાં હતા, કંપનીએ એક ફોન પણ ના કર્યો, માત્ર ઇમેલથી છૂટા કરી દીધા : પુત્રનો રોષ

– ભારતમાં ઓરેકલના 30 હજાર કર્મચારીઓ, એક મહિનામાં હજુ મોટી છટણીની કંપનીની તૈયારી

નવી દિલ્હી : અમેરિકાની ટેક કંપની ઓરેકલે ભારત સહિત વિશ્વભરમાં આશરે ૩૦ હજાર જેટલા કર્મચારીઓની એક સાથે છટણી કરી નાખી હોવાના અહેવાલો છે. જેમાં સૌથી વધુ ૧૨ હજાર કર્મચારીઓ માત્ર ભારતના છે. વળી નવાઇની વાત એ છે કે કર્મચારીઓને વહેલી સવારે છ વાગ્યે માત્ર એક ઇમેલ મોકલીને નોકરીમાંથી કાઢી મુકવાની જાણકારી આપવામાં આવી. કંપનીના કર્મચારીઓએ આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર જાહેર કરી હતી. 

ઓરેકલના કોમ્પ્યુટિંગ બિઝનેસને હાલ અનેક પ્રાંતોમાં મોટો ફટકો પડયો છે, જેમાં ભારત અને મેક્સિકોનો પણ સમાવેશ થાય છે. ઓરેકલ દ્વારા સત્તાવાર આ છટણીની કોઇ માહિતી જાહેર કરવામાં નથી આવી પરંતુ કર્મચારીઓએ પોતાને જે ઇમેલ કંપની તરફથી મળ્યો તેની વિગતો જાહેર કરી છે. ઓરેકલ દ્વારા કર્મચારીઓને જે ઇમેલ મોકલવામાં આવ્યો છે તેમાં લખ્યું છે કે કંપનીમાં મોટા ફેરફાર ચાલી રહ્યા છે, આ ફેરફારોને કારણે એવો નિર્ણય લેવાયો છે કે કર્મચારી તરીકે કંપનીમાં તમારુ જે પદ હતું તેની હવે કોઇ જરૂર નથી રહી. 

ઓરેકલના ભારતમાં જ ૩૦ હજાર જેટલા કર્મચારીઓ છે જેમાંથી ૧૨ હજાર જેટલાને છૂટા કરવામાં આવ્યા છે જ્યારે વૈશ્વિક સ્તરે ૩૦ હજાર કર્મચારીઓની છટણી કરાઇ હોવાના અહેવાલો છે. કંપનીના એક પૂર્વ કર્મચારી મેરુગુ શ્રીધરે કહ્યું હતું કે કંપનીએ ભારતમાં ૧૬ કલાકની વર્ક શિફ્ટ રાખી હતી જેના વિરોધમાં મે સામેથી જ કંપનીમાંથી રાજીનામુ આપી દીધુ હતું. કેટલાક કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર પોતાના અનુભવો જાહેર કર્યા છે, રેડિટ પર એક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે મારા પિતા ૨૦ વર્ષથી ઓરેકલમાં કામ કરી રહ્યા હતા, તેમને કેન્સર છે, કંપનીએ તેમને એક પણ ફોન ના કર્યો અને માત્ર એક ઇમેલથી છૂટા કરી દીધા. આ કંપનીઓ ખરેખર રાક્ષસ છે. કેટલાકે જવાબમાં લખ્યું કે જે કર્મચારીઓ કંપનીને ઉભી કરવામાં પીઠબળ બન્યા તેમને માત્ર એક ઇમેલથી જ છૂટા કરી દેવાયા. આ ખરેખર સારુ નથી થયું. ભારતમાં ઓરેકલના અન્ય જે કર્મચારીઓ છે તેમની નોકરી પણ જોખમમાં છે, કેમ કે અહેવાલો મુજબ એક મહિનામાં કંપની વધુ અનેક કર્મચારીઓની છટકણી કરવાની તૈયારીમાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

Next Post

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis...

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

હળવદની તક્ષશિલા સંકુલમાં આધુનિક ‘સંસ્કૃત કક્ષ’નું નિર્માણ થશે | A modern ‘Sanskrit room’ will be bui…

હળવદની તક્ષશિલા સંકુલમાં આધુનિક 'સંસ્કૃત કક્ષ'નું નિર્માણ થશે | A modern 'Sanskrit room' will be bui...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુમાં વરસાદે 115 વર્ષનો રૅકોર્ડ તોડ્યો, હિમાચલ પ્રદેશમાં હજારો મુસાફરો ફસાયા: હાઇવે-બ્રિજ નદીમાં …

7 months ago
વડોદરા પાસે દુમાડ હાઇવે પર કાપડ ભરેલા કન્ટેનરમાં આગ,3 KM ટ્રાફિક જામ | 3 KM traffic jam as container…

6 months ago
વડોદરા કોર્પોરેશને વિવિધ વિસ્તારોમાંથી લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કર્યા | Vadodara Corporation remo…

5 months ago
બજેટ એક ફેબુ્રઆરી રવિવારના દિવસે જ રજૂ થશે | budget to presented on sunday

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News