મુંબઈ : ડોનાલ્ડ ટ્રમ્પ ચાઈના પર ટેરિફ ઘટાડવા અને આકરું વલણ છોડવા સંમત થયાના સંકેત અને અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સની ભારતની મુલાકાતમાં બન્ને દેશો વચ્ચે વેપાર સંધિની દિશામાં સારી પ્રગતિના પોઝિટીવ ડેવલપમેન્ટ અને બીજી તરફ ચાઈના પણ ભારત સાથે વેપાર વધારવા હાથ લંબાવી રહ્યાના અહેવાલ સાથે ભારતના મેન્યુફેકચરીંગ પીએમઆઈ અને સર્વિસિઝ પીએમઆઈના ફ્લેશ આંકડા સારા આવતાં ભારતીય શેર બજારોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત આક્રમક ખરીદી રહી હતી. વિદેશી ફંડોની સાથે આજે મહારથીઓએ આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં એચસીએલ ટેકનોલોજીની આગેવાની પરિણામો પાછળ મોટી તેજી કરતાં અને ઓટોમોબાઈલ શેરો તેમ જ મેટલ-માઈનીંગ, હેલ્થકેર, કેપિટલ ગુડઝ શેરોમાં ખરીદી વધારીને સેન્સેક્સને ૮૦૦૦૦ની સપાટી અને નિફટીને ૨૪૩૦૦ની સપાટી પાર કરાવી હતી. અંતે સેન્સેક્સ ૫૨૦.૯૦ પોઈન્ટની છલાંગે ૮૦૧૧૬.૪૯ અને નિફટી સ્પોટ ૧૬૧.૭૦ પોઈન્ટ વધીને ૨૪૩૨૮.૯૫ની સપાટીએ બંધ રહ્યા હતા.
ઓટોમોબાઈલ શેરોમાં તેજી : ઓટો ઈન્ડેક્સ ૧૧૫૦ પોઈન્ટ ઉછળ્યો : ટાટા મોટર્સ રૂ.૨૯ ઉછળી રૂ.૬૬૦
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે આક્રમક ખરીદી કરી હતી. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૧૪૯.૫૩ પોઈન્ટ ઉછળીને ૫૦૨૨૦.૯૮ બંધ રહ્યો હતો. ટાટા મોટર્સ રૂ.૨૮.૯૫ ઉછળી રૂ.૬૫૯.૯૦, અશોક લેલેન્ડ રૂ.૮.૧૦ ઉછળી રૂ.૨૩૦.૬૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૦૦.૨૫ ઉછળી રૂ.૨૯૧૭.૪૦, ટીવીએસ મોટર રૂ.૮૧.૧૫ વધીને રૂ.૨૮૦૭.૪૦, ભારત ફોર્જ રૂ.૩૨.૪૦ વધીને રૂ.૧૧૩૫.૪૫, હીરો મોટોકોર્પ રૂ.૯૭.૭૦ વધીને રૂ.૩૯૩૦, સુંદરમ ફાસ્ટનર્સ રૂ.૧૯ વધીને રૂ.૯૩૪, મારૂતી સુઝુકી રૂ.૧૬૬.૪૫ વધીને રૂ.૧૧૯૦૦, બજાજ ઓટો રૂ.૧૦૩.૩૫ વધીને રૂ.૮૨૪૦, બોશ રૂ.૨૯૦.૮૫ વધીને રૂ.૨૮,૨૭૩.૪૦ રહ્યા હતા.
વર્ધમાન સ્પેશ્યલ સ્ટીલ ૨૦ ટકા તેજીની સર્કિટ : ટાટા સ્ટીલ, નાલ્કો, હિન્દાલ્કો, વેદાન્તામાં આકર્ષણ
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોએ આજે પસંદગીની મોટી ખરીદી કરી હતી. વર્ધમાન સ્પેશ્યલ સ્ટીલ્સમાં ત્રિમાસિક નફામાં ૪૦ ટકાનો ઘટાડો થયા છતાં કંપનીએ પંજાબમાં સ્પેશ્યલ અને એલોય સ્ટીલના મેન્યુફેકચરીંગ માટે નવો ગ્રીનફિલ્ડ સ્ટીલ પ્લાન્ટ સ્થાપી રહ્યાનું અને વાર્ષિક ૫,૦૦,૦૦૦ ટન ક્ષમતામાં બિલેટ ઉત્પાદન માટે રોલિંગ મિલ અને ટેસ્ટિંગ સવલતો રૂ.૨૦૦૦ કરોડના અંદાજી ખર્ચે સ્થાપવાની યોજના જાહેર કરતાં શેર ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં રૂ.૪૧.૫૦ ઉછળી રૂ.૨૪૯ રહ્યો હતો. ચાઈના સાથે ટ્રેડ વધવાની અને અમેરિકા સાથે પણ વેપાર વધવાની અપેક્ષા વચ્ચે આજે મેટલ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. ટાટા સ્ટીલ રૂ.૩ વધીને રૂ.૧૪૧.૧૦, નાલ્કો રૂ.૩.૪૦ વધીને રૂ.૧૬૨.૧૦, હિન્દાલ્કો રૂ.૮.૯૫ વધીને રૂ.૬૨૮.૮૦, વેદાન્તા રૂ.૫.૩૦ વધીને રૂ.૪૧૮.૩૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૩.૧૦ વધીને રૂ.૪૪૮.૮૦ રહ્યા હતા.
આઈટી ઈન્ડેક્સ ૧૩૩૯ ઉછળ્યો : એચસીએલ રૂ.૧૧૪, આઈકેએસ રૂ.૯૯, કોફોર્જ રૂ.૪૪૦ ઉછળ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં કંપનીઓના પરિણામો પાછળ ફંડોએ આજે આક્રમક તેજી કરી હતી. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૩૩૯.૧૪ પોઈન્ટની છલાંગે ૩૪૮૪૨.૯૨ બંધ રહ્યો હતો. એચસીએલ ટેકનોલોજીના ત્રિમાસિક પરિણામ અપેક્ષિત રહી નફામાં ૮.૦૫ ટકાની વૃદ્વિ થતાં અને નાણા વર્ષ ૨૦૨૬ના આવક અંદાજોના આકર્ષણે શેર રૂ.૧૧૪.૨૦ ઉછળી રૂ.૧૫૯૪.૩૦ રહ્યો હતા. આઈકેએસ રૂ.૯૮.૬૫ વધીને રૂ.૧૫૧૮.૮૫, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૧૬.૯૫ વધીને રૂ.૨૬૮.૨૦, કોફોર્જ રૂ.૪૪૦.૫૫ ઉછળીને રૂ.૭૩૯૫, લેટેન્ટ વ્યુ રૂ.૨૨.૮૫ વધીને રૂ.૪૧૫, સિગ્નિટી રૂ.૭૩.૮૦ વધીને રૂ.૧૩૫૭, ન્યુજેન રૂ.૫૨.૭૦ વધીને રૂ.૯૯૩.૯૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૪૪૪.૮૫ ઉછળીને રૂ.૮૬૨૯.૬૫, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૬૩.૨૦ વધીને રૂ.૧૨૨૯.૧૦, એમ્ફેસીસ રૂ.૧૨૨.૩૫ વધીને રૂ.૨૫૨૧, એલટીઆઈ માઈન્ડટ્રી રૂ.૨૧૮.૪૫ વધીને રૂ.૪૫૩૮.૫૦, ઈન્ટેલેક્ટ રૂ.૩૬.૨૦ વધીને રૂ.૮૦૨.૧૦, પર્સિસ્ટન્ટ રૂ.૨૦૦.૪૫ વધીને રૂ.૫૧૬૨.૭૦, વિપ્રો રૂ.૯.૪૦ વધીને રૂ.૨૪૩.૬૦, ઈન્ફોસીસ રૂ.૫૨.૪૫ વધીને રૂ.૧૪૭૪.૮૫, ટીસીએસ રૂ.૯૪.૨૫ વધીને રૂ.૩૪૧૨.૩૦, નેટવેબ રૂ.૪૦ વધીને રૂ.૧૫૪૦ રહ્યા હતા.
હેલ્થકેર શેરોમાં વધતું વેલ્યુબાઈંગ : એસએમએસ ફાર્મા, વિમતા, ઓરોબિન્દો ફાર્મા, અલકેમમાં તેજી
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે સતત વેલ્યુબાઈંગ વધારતાં તેજી રહી હતી. એસએમએસ ફાર્મા રૂ.૨૫.૧૫ ઉછળી રૂ.૨૪૦.૧૦, વિમતા લેબ્સ રૂ.૬૭ વધીને રૂ.૧૦૪૮.૨૫, ઓરોબિન્દો ફાર્મા રૂ.૫૯.૭૦ વધીને રૂ.૧૨૪૭.૮૦, અલકેમ રૂ.૨૧૮.૮૦ વધીને રૂ.૫૨૩૧.૮૦, એનજીએલ ફાઈન રૂ.૪૪.૦૫ વધીને રૂ.૧૧૩૫.૦૫, એપીએલ લિમિટેડ રૂ.૨૭.૫૦ વધીને રૂ.૮૮૩.૧૫, ઓરતી ફાર્મા રૂ.૨૭.૩૫ વધીને રૂ.૭૩૬.૯૫, સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૧.૬૫ વધીને રૂ.૧૭૮૮.૯૦, ટોરન્ટ ફાર્મા રૂ.૮૯.૧૦ વધીને રૂ.૩૩૩૪.૩૫, યુનિકેમ લેબ રૂ.૧૪.૬૦ વધીને રૂ.૬૫૦.૬૦ રહ્યા હતા.
લોઢા ડેવલપર્સ રૂ.૫૨ વધીને રૂ.૧૩૬૬ : ગોદરેજ રૂ.૫૬ વધ્યો : સિગ્નેચર, શોભા ડેવલપર્સ વધ્યા
રિયાલ્ટી કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. લોઢા ડેવલપર્સ રૂ.૫૨ વધીને રૂ.૧૩૬૬, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૫૫.૭૦ વધીને રૂ.૨૧૫૩.૧૦, સિગ્નેચર રૂ.૨૭.૦૫ વધીને રૂ.૧૧૮૩, શોભા ડેવલપર્સ રૂ.૨૪.૫૦ વધીને રૂ.૧૨૯૫.૪૦, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૨૧.૫૦ વધીને રૂ.૧૩૨૩.૩૦, બ્રિગેડ રૂ.૧૪.૨૫ વધીને રૂ૧.૦૪૭.૯૦ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ શેરોમાં તેજી : સોના કોમ, આઈનોક્સ વિન્ડ, એલજી ઈક્વિપમેન્ટ, કમિન્સ, કાર્બોરેન્ડમમાં તેજી
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોએ સિલેક્ટિવ તેજી કરી હતી. સોના બીએલડબલ્યુ પ્રીસિઝન રૂ.૨૬.૮૦ વધીને રૂ.૪૭૮.૫૫, આઈનોક્સ વિન્ડ રૂ.૫.૫૫ વધીને રૂ.૧૭૪.૫૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૪.૮૦ વધીને રૂ.૪૭૪.૩૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૬૭.૯૫ વધીને રૂ.૨૯૬૪.૮૫, સીજી પાવર રૂ.૧૪.૭૫ વધીને રૂ.૬૫૯.૮૫, કાર્બોરેન્ડમ રૂ.૨૩.૬૦ વધીને રૂ.૧૦૭૭.૨૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૩૯.૭૫ વધીને રૂ.૩૨૯૯.૫૦, લક્ષ્મી મશીન વર્કસ રૂ.૧૬૦.૮૦ વધીને રૂ.૧૬,૨૫૯.૬૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની તેજી વચ્ચે ઉછાળે પ્રોફિટ બુકિંગ : ૨૦૨૮ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં બે દિવસ આક્રમક તેજી બાદ આજે પસંદગીનું આકર્ષણ જળવાઈ રહ્યા છતાં ઘણા શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ થયું હતું. અલબત માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૦૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૨૮ અને ઘટનારની સંખ્યા ૧૯૪૯ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૩.૧૦ લાખ કરોડ વધીને રૂ.૪૩૦.૪૭ લાખ કરોડ પહોંચી
શેરોમાં આજે સતત તેજીના પરિણામે પસંદગીના શેરોના ભાવો વધી આવતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૩.૧૦ લાખ કરોડ વધીને રૂ.૪૩૦.૪૭ લાખ કરોડ પહોંચ્યું હતું.
FPIs/FII કેશમાં રૂ.૩૩૩૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૨૩૪ કરોડની ચોખ્ખી વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે બુધવારે શેરોમાં કેશમાં વધુ રૂ.૩૩૩૨.૯૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૭,૫૦૭.૨૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૧૭૪.૩૫કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૧૨૩૪.૪૬ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૂ.૧૫,૧૫૦.૮૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૩૮૫.૨૯ કરોડની વેચવાલી કરી હતી.