gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 504 પોઈન્ટ ગબડીને 83314 | Sensex plunges 504 points to 83314

G METRO NEWS by G METRO NEWS
February 6, 2026
in Business
0 0
0
સેન્સેક્સ 504 પોઈન્ટ ગબડીને 83314 | Sensex plunges 504 points to 83314
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ માટે સમંતિ સધાયા બાદ આ ટ્રેડ ડિલની વિગતો સ્પષ્ટ કરવામાં સરકારના કૃષિ, ડેરી ઉદ્યોગને સુરક્ષિત રાખવામાં આવ્યાના દાવા સામે વિપક્ષોના વિપરીત વલણ અને અમેરિકાના અહેવાલો પણ ભારતનું કૃષિ બજાર ભારત માટે ખુલ્લુ મૂકાયાના દાવા અને અમેરિકાના ભારત હવે રશિયા પાસેથી ક્રુડ ઓઈલની આયાત બંધ કરશે એવા દાવાને રશિયાએ ફગાવીને ભારત આયાત ચાલુ રાખશે એવા દાવાને લઈ અનિશ્ચિતતા વધવાના સંકેતે શેરોમાં ફરી ઉછાળે સાવચેતી જોવાઈ હતી. આ ઉપરાંત રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનીટરી પોલિસી કમિટી (એમસીપી)ની યોજાઈ રહેલી મીટિંગનો આવતીકાલે-શુક્રવારે નિષ્કર્ષ જાહેર થનાર હોય અને આ વખતે રેપો રેટ જાળવી રાખવામાં આવશે એવી પૂરી શકયતાએ ફોરેન ફંડોએ તેજીને વિરામ આપીને આજે શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. આઈટી શેરોમાં સતત વેચવાલી સાથા આજે ઓટોમોબાઈલ, કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, બેંકિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. સેન્સેક્સ ૫૦૩.૭૬ પોઈન્ટ તૂટીને ૮૩૩૧૩.૯૩ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૩૩.૨૦ પોઈન્ટ ઘટીને ૨૫૬૪૨.૮૦ બંધ રહ્યા હતા.

આઈટી શેરોમાં એઆઈના ફફડાટે વેચવાલી : હેક્ઝાવેર રૂ.૫૦, જેનેસીસ રૂ.૧૪, સિએન્ટ રૂ.૪૬ તૂટયા

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)થી આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ બિઝનેસને મોટો ફટકો પડવાના અને એન્થ્રોપિકના એઆઈ ટુલથી આઈટી ઉદ્યોગની કંપનીઓના બિઝનેસમાં ધરખમ ઘટાડાના અંદાજોએ વૈશ્વિક બજારોમાં સોફ્ટવેર શેરોમાં સંપતિનું ૨૮૫ અબજ ડોલરનું ધોવાણ થઈ ગયા બાદ આજે પણ સતત વેચવાલી રહી હતી. હેક્ઝાવેર ટેકનોલોજી રૂ.૫૦.૦૫ તૂટીને રૂ.૬૪૦.૨૫, ઝેગલ રૂ.૧૩.૬૦ ઘટીને રૂ.૨૮૭.૩૦, ઓરિઓનપ્રો રૂ.૪૨.૨૦ ઘટીને રૂ.૯૦૭.૮૫, જેનેસીસ રૂ.૧૪.૩૦ ઘટીને રૂ.૩૦૯.૧૦, સિએન્ટ રૂ.૪૬.૫૫ ઘટીને રૂ.૧૧૦૧.૬૦, રેટગેઈન રૂ.૨૫.૩૫ ઘટીને રૂ.૬૦૪.૭૫, ઈમુદ્રા રૂ.૧૨.૯૦ ઘટીને રૂ.૫૧૨.૦૫  રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૬૬.૪૩ પોઈન્ટ ઘટીને ૩૪૮૪૩.૦૮ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૨૭ તૂટયો : કેયન્સ રૂ.૧૬૭, હિન્દ એરોનોટિક્સ રૂ.૧૮૨,  ડાટા પેટર્ન રૂ.૯૦ તૂટયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફંડોએ ઉછાળે નફારૂપી વેચવાલી કરી હતી. કેયન્સ રૂ.૧૬૬.૮૫ તૂટીને રૂ.૩૬૧૪.૨૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૮૨.૧૦ તૂટીને રૂ.૪૦૩૪.૮૫, સુઝલોન રૂ.૧.૯૨ તૂટીને રૂ.૪૭.૮૬, ડાટા પેટર્નસ રૂ.૮૯.૯૦ તૂટીને રૂ.૨૫૨૬.૫૫, એઆઈએ એન્જિનિયરિંગ રૂ.૧૩૯.૯૫ તૂટીને રૂ.૩૯૭૨.૯૦, આઈનોક્સ વિન્ડ રૂ.૩.૧૫ ઘટીને રૂ.૧૦૭, કિર્લોસ્કર એન્જિન રૂ.૩૩.૨૦ ઘટીને રૂ.૧૧૯૫, ભારત ડાયનામિક્સ રૂ.૩૨.૦૫ ઘટીને રૂ.૧૨૭૨.૭૦, ટીમકેન રૂ.૭૧.૦૫ ઘટીને રૂ.૩૧૭૯.૯૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૧૩.૭૫ ઘટીને રૂ.૭૯૦.૧૦, જયોતી સીએનસી રૂ.૧૩.૬૦ ઘટીને રૂ.૮૨૩.૪૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૨૬.૬૫ પોઈન્ટ ગબડીને ૬૭૪૭૯.૦૧ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં ફંડોની તેજીને બ્રેક : ટીઆઈ ઈન્ડિયા રૂ.૨૫૬, એમઆરએફ રૂ.૨૭૫૭, હીરો રૂ.૮૮ ઘટયા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પાછલા ત્રણ દિવસ તેજી જોવાયા બાદ આજે ઉછાળે સાવચેતી સાથે ફંડોએ નફારૂપી વેચવાલી કરી હતી. ટીઆઈ ઈન્ડિયા રૂ.૨૫૬.૪૦ તૂટીને રૂ.૨૩૮૦.૮૦, એમઆરએફ રૂ.૨૭૫૭.૭૦ ઘટીને રૂ.૧,૩૪,૯૩૩.૫૫, હીરો મોટોકોર્પ રૂ.૮૮.૬૦ ઘટીને રૂ.૫૭૬૮.૮૦, એક્સાઈડ રૂ.૪.૮૫ ઘટીને રૂ.૩૩૬.૭૫, ભારત ફોર્જ રૂ.૧૯.૦૫ ઘટીને રૂ.૧૫૭૩.૨૦, હ્યુન્ડાઈ મોટર રૂ.૨૬ ઘટીને રૂ.૨૧૬૩.૫૦, બોશ રૂ.૪૨૫.૫૦ ઘટીને રૂ.૩૬,૨૬૯ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૮૬.૨૯ પોઈન્ટ ઘટીને ૬૧૩૪૬.૩૧ બંધ રહ્યો હતો.

મેટલ શેરોમાં ફરી ફંડો હળવા થયા : વેદાન્તા રૂ.૩૨ તૂટી રૂ.૬૫૫ : હિન્દુસ્તાન ઝિંક, હિન્દાલ્કો ઘટયા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડો ફરી હળવા થયા હતા. સોના અને ચાંદીમાં તેજીનો સટ્ટો વિખેરાઈ ફરી ભાવો તૂટવા સાથે મેટલ-માઈનીંગ શેરોમાં ઓફલોડિંગ થયું  હતું. વેદાન્તા રૂ.૩૨.૫૦ તૂટીને રૂ.૬૫૫.૩૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૨૮.૪૦ ઘટીને રૂ.૬૧૦.૭૫, હિન્દાલ્કો રૂ.૨૯.૧૫ ઘટીને રૂ.૯૩૪.૯૦, નાલ્કો રૂ.૧૧ ઘટીને રૂ.૩૬૩.૯૫, એનએમડીસી રૂ.૧.૩૫ ઘટીને રૂ.૮૪.૬૧ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૧૭.૦૪ પોઈન્ટ ઘટીને ૩૯૨૨૨.૩૭ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજીને વિરામ : કલ્યાણ જવેલર્સ રૂ.૧૧, ડિક્સન રૂ.૩૦૪, બર્જર રૂ.૮ ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ આજે ફંડોએ તેજીને  વિરામ આપી હળવા થયા હતા. કલ્યાણ જવેલર્સ રૂ.૧૦.૯૫ ઘટીને રૂ.૩૭૬.૨૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૩૦૪.૨૦ ઘટીને રૂ.૧૧,૩૭૭.૨૦, બર્જર પેઈન્ટ રૂ.૭.૭૫ ઘટીને રૂ.૪૭૨.૩૫, બ્લુ સ્ટાર રૂ.૨૩.૯૦ ઘટીને રૂ.૧૮૫૬.૧૫, ટાઈટન રૂ.૩૮.૪૦ ઘટીને રૂ.૪૦૯૮.૧૫ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૫૦૮.૪૫ પોઈન્ટ ઘટીને ૫૭૪૬૮.૨૮ બંધ રહ્યો હતો.

ધિરાણ નીતિ પૂર્વે બેંકિંગ શેરોમાં ફંડો નવી ખરીદીમાં સાવચેત : આઈડીબીઆઈ, આઈસીઆઈસીઆઈ ઘટયા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષા માટેની મીટિંગના આવતીકાલે શુક્રવારે નિષ્કર્ષ જાહેર થતાં પૂર્વે રેપો રેટ આ વખતે જાળવી રાખવામાં આવે  એવી શકયતાએ ફંડો બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં નવી ખરીદીમાં આજે સાવચેત રહ્યા હતા. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૨.૫૦ ઘટીને રૂ.૧૩૯૬.૨૦, આઈડીબીઆઈ બેંક રૂ.૬.૩૦ ઘટીને રૂ.૧૦૨.૯૫, એમસીએક્સ રૂ.૧૩૧.૫૫ ઘટીને રૂ.૨૪૧૨.૫૦, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૬.૪૦ ઘટીને રૂ.૧૨૫, મુથુટ ફિન રૂ.૧૪૬.૮૦ ઘટીને રૂ.૩૫૭૫.૨૦, જેએસડબલ્યુ હોલ્ડિંગ રૂ.૬૮૬.૯૫ ઘટીને રૂ.૧૭,૫૧૩.૮૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૩.૫૫ ઘટીને રૂ.૪૦૮.૬૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૬.૭૦ ઘટીને રૂ.૯૧૪.૨૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૬૩.૧૯ પોઈન્ટ ઘટીને ૬૭૫૩૬.૩૭ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગે માર્કેટબ્રેડથ ફરી નેગેટીવ : ૨૫૦૪ શેરો નેગેટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ તેજીને બ્રેક લાગ્યા સાથે આજે એ ગુ્રપ અને ઘણા સ્મોલ, મિડ કેપ શેરોમાં નફારૂપી વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ ફરી નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૪૮  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૬૬૭થી ઘટીને ૧૬૯૦  અને ઘટનારની સંખ્યા ૧૫૩૫થી વધીને ૨૫૦૪  રહી હતી.

FPIs/FIIની રૂ.૨૧૫૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૧૩૦ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૧૫૦.૫૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૪,૬૩૦.૦૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૭૮૦.૫૮ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૧૧૨૯.૮૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૫,૧૮૨.૧૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૦૫૨.૩૬ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૪૬ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૬.૭૦ લાખ કરોડ

શેરોમાં આજે ઉછાળે અનેક શેરોમાં નફારૂપી વેચવાલી થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૪૬  લાખ કરોડ ઘટીને રૂ.૪૬૬.૭૦ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…
Business

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …
Business

પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …

May 10, 2026
કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…
Business

કંપનીઓને બાયબેકની પ્રક્રિયા હવે 66 દિવસમાં પૂર્ણ કરવા સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to complete bu…

May 10, 2026
Next Post
જે.સી.બી.પર શ્રમજીવીઓને બેસાડીને જતો ડ્રાઇવર ઝડપાયો | Driver caught carrying workers on JCB

જે.સી.બી.પર શ્રમજીવીઓને બેસાડીને જતો ડ્રાઇવર ઝડપાયો | Driver caught carrying workers on JCB

એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ! સરકારે જાહેર કર્યા ચોંકાવનારા આંકડા | air india technic…

એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ! સરકારે જાહેર કર્યા ચોંકાવનારા આંકડા | air india technic...

ગાંધીનગરમાં ડમ્પરે બાઈક પર જતાં બે લોકોને ફંગોળ્યા, બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત | Fatal Road Acciden…

ગાંધીનગરમાં ડમ્પરે બાઈક પર જતાં બે લોકોને ફંગોળ્યા, બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત | Fatal Road Acciden...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ એરપોર્ટથી વિશ્વની સૌથી મોંઘી પેનનો જથ્થો ઝડપાયો, જાપાનથી આવેલા મુસાફરની પુછપરછ | Luxury Pens…

અમદાવાદ એરપોર્ટથી વિશ્વની સૌથી મોંઘી પેનનો જથ્થો ઝડપાયો, જાપાનથી આવેલા મુસાફરની પુછપરછ | Luxury Pens…

2 weeks ago
આર્થિક તંગીથી કંટાળીને બે સંતાનના પિતાએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ | Tired of financial hardship fathe…

આર્થિક તંગીથી કંટાળીને બે સંતાનના પિતાએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ | Tired of financial hardship fathe…

9 months ago
વિદ્યાર્થીઓના વિરોધ બાદ યુનિ.ની લો ફેકલ્ટીમાં ઈન્ટર્નશિપના નિયમોમાં બદલાવ | law faculty of msu chang…

વિદ્યાર્થીઓના વિરોધ બાદ યુનિ.ની લો ફેકલ્ટીમાં ઈન્ટર્નશિપના નિયમોમાં બદલાવ | law faculty of msu chang…

8 months ago
સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 82330 | Sensex falls 200 points to 82330

સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 82330 | Sensex falls 200 points to 82330

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News