Weapons Seized From Punjab Border : જમ્મુ-કાશ્મીરમાં પહલગામ 22 એપ્રિલ મંગળવારે ભયાનક ઘટના બની હતી. અહીં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર આડેધડ ગોળીબાર કરી 28 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. જોકે હવે આતંકવાદીઓ વધુ એક તબાહીનું ષડયંત્ર રચ્યું હોય તેમ પંજાબમાં મસમોટો હથિયારોનો જથ્થો મળી આવ્યો છે. આ ઘટના બાદ બીએસએફ અને સ્થાનીક પોલીસ હિતની ટીમો દોડતી થઈ ગઈ છે અને પાકિસ્તાનના નાપાક ઈરાદા નિષ્ફળ બનાવ્યું છે.
BSFએ ખેતરમાંથી હથિયારો જથ્થો જપ્ત કર્યો
બીએસએફએ આજે (25 એપ્રિલ) અમૃતસરના અજનાલા પોલીસ સ્ટેશન હેઠળના ગામ ચક્ક બાલાના એક ખેતરમાંથી સાડા ચાર કિલો RDX, પાંચ હેન્ડ ગ્રેનેડ, ચાર પિસ્તોલ, આઠ મેગેઝીન, 220 કારતૂસ, બે બેટરી અને બે રિમોટ જપ્ત કર્યા છે.
ખેતરમાં બે પેકટ દેખાતા ખેડૂતો તુરંત BSFને કરી જાણ
વાસ્તવમાં બીએસએફની પોસ્ટ શાહપુર પાસે ચક્ક બાલા ગામ આવેલું છે, જ્યાં એક ખેડૂત તેના ખેતરમાં પાક લણણીની કામગીરી કરી રહ્યો હતો. આ દરમિયાન ખેડૂતે ખેતરમાં બે પેકેટ જોયા અને તુરંત બીએસએફને જાણ કરી દીધી હતી. ત્યારબાદ બીએસએફની ટીમ તુરંત ખેતરમાં પહોંચી ગઈ હતી અને બંને પેકેટોની તપાસ કરતા તેમાં ઉપરોક્ત વિસ્ફોટ સામગ્રી અને હથિયારો મળી આવ્યા હતા.
આ પણ વાંચો : VIDEO : કઠુઆમાં ચાર શંકાસ્પદ દેખાયા, મહિલાની સૂચના બાદ આખા વિસ્તારની ઘેરાબંધી, સર્ચ ઓપરેશન શરૂ
આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ
બીએસએફએ બંને પેકેજો જપ્ત કર્યા બાદ ઘટના અંગે અજનાલા પોલીસને પણ જાણ કરી દીધી છે. આ ગામ પાકિસ્તાન સરહદથી લગભગ બે કિલોમીટર દૂર આવેલું છે. ઘટના બાદ બીએસએફ અને પોલીસની ટીમોએ આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધી છું. આ ઉપરાંત અનેક ખેતરોમાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ‘આતંકીઓ સમાજના ભાગલા પાડવા માંગે છે’ શ્રીનગરમાં બોલ્યા રાહુલ ગાંધી, પહલગામ હુમલાના પીડિતોને પણ મળ્યા