gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ભાડે રાખવાના બહાને 14 વાહન ગીરવે મૂકીને છેતરપિંડી | Fraud by pledging 14 vehicles on the p…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં ભાડે રાખવાના બહાને 14 વાહન ગીરવે મૂકીને છેતરપિંડી | Fraud by pledging 14 vehicles on the p…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ટ્રાવેલ્સ એજન્ટ હોવાનું કહીને પિતા-પુત્રનું કારસ્તાન

ભાડે મેળવીને 10% થી 30% સુધીના ઉંચા વ્યાજે બારોબાર ગીરવે મુકેલી આઠ લક્ઝરી કાર કબજે લઈને પિતા-પુત્રની ધરપકડ

જામનગર: જામનગરના ગુણાતીતાનંદ નગરમાં રહેતા પિતા-પુત્રએ ટ્રાવેલ્સ એજન્સીના નામે લોકોની મોંઘીદાટ ગાડીઓ ભાડે ફેરવવા માટે મેળવી, ત્યારબાદ તે વાહનો અન્ય લોકો પાસે ગીરવે મૂકી દઈ અડધા કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. જેથી પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં પિતા-પુત્રને દબોચી લીધા છે.

જામનગરના સીટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકમાં ધૂ્રવરાજસિંહ જાડેજા નામના યુવાને ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, ગુણાતીતાનંદ નગરમાં રહેતા અને વાહનો ભાડે ફેરવવાનો વ્યવસાય કરતા સંજય નકુમ અને તેમના પિતા રણમલ કુરજીભાઈ નકુમે ટ્રાવેલ્સ એજન્સીમાં ગાડીઓની જરૂર છે કહીને સારા ભાડાની લાલચ આપી ફરિયાદી અને તેમના પરિચિતોને વિશ્વાસમાં લીધા હતા. જેથી ૧૪ જેટલી ગાડીઓ આ પિતા-પુત્રને સોંપી હતી. આ ઉપરાંત રૂા. ૫.૧૦ લાખ રોકડા પણ લીધા હતા. બાદમાં પિતા-પુત્ર ગાડીઓ અને નાણાં લઈને રફુચક્કર થઈ ગયા હતા. જેથી તપાસ કરતા જાણવા મળ્યું કે, બન્નેએ આ તમામ ૧૪ ગાડીઓ જામનગરના અલગ-અલગ વ્યક્તિઓ પાસે બારોબાર ગીરવે મૂકી દીધી હતી. આ વાહનો ગીરવે મૂકીને તેના પર ૧૦% થી ૩૦% સુધીના ઉંચા વ્યાજે મોટી રકમ મેળવી લીધી હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું હતું.

આ ઘટનાની ગંભીરતાને જોતા સીટી સી-ડિવિઝનના પીઆઈ પી.કે. ડાભી તેમજ તેમની ડી-સ્ટાફની ટીમે તાત્કાલિક ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી આરોપી સંજય નકુમ અને રણમલભાઈ નકુમને શોધી કાઢી ધરપકડ કરીને ૮ ગાડીઓ શોધીને કબજે કરી હતી. હાલની ફરિયાદમાં ૧૪ ગાડીઓનો ઉલ્લેખ છે, પરંતુ પોલીસને આશંકા છે કે ૨૫થી વધુ વાહનો તફડાવ્યા હોઈ શકે છે. જેથી છેતરપિંડીનો આંકડો પોણા કરોડ રૂપિયા સુધી પહોંચે તેવી શક્યતા છે.

મોડસ ઓપરેન્ડીઃ ભાડાનું બહાનું અને વ્યાજનો ખેલ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ પિતા-પુત્રની જોડી ખૂબ જ શાતિર રીતે ગુનાને અંજામ આપતી હતી. તેઓ લોકો પાસેથી કાર મેળવી લીધા બાદ માલિકોને ભાડું ચૂકવતા નહોતા. જ્યારે ગાડી માલિકો ભાડું માંગતા, ત્યારે ‘હજુ કંપનીમાંથી પેમેન્ટ આવ્યું નથી’ અથવા ‘હિસાબ બાકી છે’ તેવા બહાના બતાવી સમય પસાર કરતા હતા.

વ્યાજખોરો સામે ફરિયાદ કરવા જતાં સકંજામાં આવ્યા

ચકચારી કાર ચિટીંગના આરોપી સંજય રમણભાઈ નકુમ અને તેમના પિતાએ થોડા દિવસો પહેલા રાજકોટ રેન્જ ડીઆઈજી સમક્ષ વ્યાજખોરો સામે ફરિયાદ કરી હતી. જોકે, પોલીસ તપાસમાં ચોંકાવનારો વળાંક આવ્યો હતો કે આ પિતા-પુત્ર અનેક લોકોની કાર ભાડે લઈ છેતરપિંડી આચરી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ પોલીસે પિતા-પુત્રની પણ ફરિયાદના આધારે જામનગરના દિવ્યરાજસિંહ, મયુરસિંહ, સહદેવસિંહ અને કરણસિંહ જાડેજા સામે ગુનો નોંધ્યો છે. આ શખ્સોએ ૧૦% થી ૩૦% જેટલા રાક્ષસી વ્યાજે નાણાં આપી, ૪૦ કોરા ચેક પડાવી લીધા હતા અને અત્યાર સુધીમાં રૂા.૨૧ લાખ જેટલું વ્યાજ વસૂલ્યું હોવાનો આરોપ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી
GUJARAT

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

October 14, 2026
ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…
GUJARAT

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

October 14, 2026
રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન
GUJARAT

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

October 14, 2026
Next Post
કઠલાલ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી હાલાકી | Street lights off at Kathlal Overbridge causing c…

કઠલાલ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી હાલાકી | Street lights off at Kathlal Overbridge causing c...

રોડ ક્રોસ કરતા આધેડનું ટ્રકે ટક્કર મારતા મોત નીપજ્યું | Middle aged man dies after being hit by truc…

રોડ ક્રોસ કરતા આધેડનું ટ્રકે ટક્કર મારતા મોત નીપજ્યું | Middle aged man dies after being hit by truc...

ચૂંટણી પહેલા વાણી વિલાસ , ભલે અમે ઓછા થયા ખાડીયાને પાકિસ્તાન બનવા નહીં દઈએ | Speechless before the e…

ચૂંટણી પહેલા વાણી વિલાસ , ભલે અમે ઓછા થયા ખાડીયાને પાકિસ્તાન બનવા નહીં દઈએ | Speechless before the e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…

5 months ago
જામનગરમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્રની કાર્યવાહી આજે પણ અવિરત ચાલુ : વધુ 500 કિલો ઘાસ કબજે …

જામનગરમાં કેટલ પોલિસીના અમલ માટે મનપાના તંત્રની કાર્યવાહી આજે પણ અવિરત ચાલુ : વધુ 500 કિલો ઘાસ કબજે …

2 years ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84500થી 82500 વચ્ચે અથડાશે | Sensex will hit between 84500 and 82500 in the …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84500થી 82500 વચ્ચે અથડાશે | Sensex will hit between 84500 and 82500 in the …

9 months ago
અમદાવાદનો એસ.જી.હાઈવે બનશે આઈકોનિક રોડ, કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓ શરૂ | Ahmedabad SG Highway fr…

અમદાવાદનો એસ.જી.હાઈવે બનશે આઈકોનિક રોડ, કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓ શરૂ | Ahmedabad SG Highway fr…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News