gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત પાલિકાના બજેટમાં ડ્રેનેજ લાઈનને વધુ અધતન બનાવવા માટે GIS મેપિંગ માટે જોગવાઈ | Surat Municipalit…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in GUJARAT
0 0
0
સુરત પાલિકાના બજેટમાં ડ્રેનેજ લાઈનને વધુ અધતન બનાવવા માટે GIS મેપિંગ માટે જોગવાઈ | Surat Municipalit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરતના વરીયાવ અમરોલી રોડ પર ખુલ્લી ગટરમાં બે વર્ષીય બાળકનું મોત બાદ ભારે ઉહાપોહ થયો હતો. આ બાળકનો મૃતદેહ 24 કલાક બાદ મળી આવ્યો હતો. આ દુર્ઘટનામાંથી પાલિકાએ પાઠ ભણીને પાલિકાના ડ્રેનેજ વિભાગને વધુ અદ્યતન બનાવવા માટે જીઆઈએસ મેપિંગ કરવા સાથે નીચે દટાયેલા મશીન હોલના ફેમ કવર શોધવા માટે મેટર ડિટેક્ટરની ખરીદી કરવાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. 

સુરત પાલિકા વિસ્તારમાં 2034 કિલોમીટર લાંબુ ભુગર્ભ સુએજ નેટવર્ક છે અને જુદા-જુદા વિસ્તારોમાં 66 પમ્પીંગ સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. જેમાંથી ડ્રેનેજનું પાણી 11 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પહોંચે છે. 27 નવા પમ્પીંગ સ્ટેશન સાથે નવી 316.82 કિલોમીટરના ભુગર્ભ સુએજ નેટવર્ક માટે આયોજન થઈ રહ્યું છે. સુએજ ડ્રેનેજ નેટવર્કના કુલ્લે અંદાજીત 81,867 નંગ મશીનહોલ અને સ્ટોર્મ ડ્રેનેજ નેટવર્કના કુલ્લે અંદાજીત 18,818 નંગ મશીનહોલ આવ્યા છે. હાલમાં બનેલી ઘટના બાદ ડ્રેનેજ વિભાગને ટેકનોલોજીથી સજ્જ કરવા માટે આયોજન કરાયું છે. આધુનિક મશીનરી સાથે સાથે હવે ડ્રેનેજ લાઈનને વધુ અધતન બનાવવા માટે GIS મેપિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટેકનોલોજીના કારણે ડ્રેનેજ લાઈન તેમજ ચેમ્બર કઇ દિશામાં છે તેની સચોટ માહિતી એપ્લિકેશન થકી ત્વરીત મેળવી શકાશે અને કોઈ ઘટના બને તો તેવા સંજોગોમાં આવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી પાલિકા સચોટ અને ઝડપી માહિતી મેળવી સમસ્યાનું ઝડપથી નિરાકરણ કરી શકશે. 

આ ઉપરાંત મેન હોલ ઘણી વખત રોડ નીચે દબાઈ ગયા હોય છે તેના લોકેશન મળી રહે તે માટે ઘણી મુશ્કેલી પડે છે તેથી જમીનમાં દટાયેલા મશીન હોલના ફેમ કવર શોધવા માટે મેટલ ડિટેકટર ખરીદવા જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. 

104 મીટર ઉંચા હાઈડ્રોલિક પ્લેટફોર્મ સાથે થર્મલ ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ થશે

હાલમાં જ સુરતના રીંગરોડ પર આવેલી શિવ શક્તિ માર્કેટની આગમાંથી પાલિકાએ પાઠ ભણ્યો છે અને આવા પ્રકારની આગમાં વધુ સારી કામગીરી થાય તે માટે  થર્મલ ડ્રોન કેમેરા ખરીદવા સાથે 104 મીટર ઉંચા હાઈડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવા માટેની જોગવાઈ કરવમા આવી છે. 

સુરતમાં હાઇરાઇઝ બિલ્ડીંગો, ટેક્સટાઇલ માર્કેટ, ઔદ્યોગિક સંકુલો, પેટ્રોલ પંપો, જરીના કારખાના, ટેક્ષટાઇલ્સ પ્રોસેસ યુનિટ જેવી ઇમારતમાં આગ તથા જૂની જર્જરિત ઇમારતો કોલેપ્સ થવાના કોલ ફાયર વિભાગને મળે છે. આગ અકસ્માતના સમયે ફાયર ફાઈટિંગ કરતી અને બચાવ કાર્ય કરતી ટીમને દરેક ઈમારતનું ટોપોગ્રાફી કલ માહિતી નહિં હોવાથી બચાવની કામગીરીમાં વિલંબ થાય છે તેવું અનેક વખત બહાર આવ્યું છે. આવા કિસ્સામાં ડ્રોનની મદદથી ઈમારતોની દરેક તરફથી પરિસ્થિતિને નિહાળી શકાય અને ઈમારતમાં કઈ જગ્યાએ માણસો ફસાયેલા છે તે પરિસ્થિતિની ભાળ પણ મળે તે માટે ડ્રોન કેમેરા ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

આ ડ્રોનમાં નોર્મલ ડીજીટલ કેમેરાની સાથે થર્મલ ઇમેજિંગ કેમેરા હોવાને કારણે ઈમારતમાં લાગેલી આગમાં ધુમાડામાં કયાં માણસ ફસાયેલા છે તે જાણી શકાશે. થર્મલ કેમેરા ડ્રોન રીઅલ-ટાઈમ હાઈ-રિઝોલ્યુશન થર્મલ ઇમેજિંગ અને વિડિયો બચાવ કામગીરી કરનારી ટીમને મળી જશે. ડ્રોન ઉપર સજ્જ થર્મલ કેમેરા તાપમાનની વિસંગતતાઓ અને હોટ સ્પોટને વધુ ચોકસાઈ સાથે શોધવામાં વધુ અસરકારક રહેશે. રિમોટ દ્વારા ડ્રોનને નિયંત્રિત કરી શકાય છે તેમજ અન્ય સ્થળેથી ઈન્સ્પેકશન પણ થઈ શકશે. 

આ ઉપરાંત સુરત પાલિકા પાસે હાલમાં 96 મીટર ઊંચાઈ ધરાવતા હાઈડ્રોલિક પ્લેટફોર્મ છે પરંતુ શહેરમાં બહુમાળી બિલ્ડીંગની સંખ્યામાં વધારો થાય છે અને તેમાં જો આગ લાગે તો ફસાયેલા વ્યક્તિની બચાવ કામગીરી તેમજ ફાયર પ્રિવેન્શન માટે 104 મીટર ઊંચાઈ ધરાવતું હાઈડ્રોલિક પ્લેટફોર્મ ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ હાઈડ્રોલિક પ્લેટફોર્મ 360 ડિગ્રી ફરી શકે અને વધુ વ્યક્તિઓને બચાવ કામગીરીમાં મદદરૂપ થાય તેવું રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશની શાન ગણાતા સિંહ ખોરાકની શોધમાં ઉકરડા ફેંદવા માટે મજબૂર | Lions considered the pride of the coun…
GUJARAT

દેશની શાન ગણાતા સિંહ ખોરાકની શોધમાં ઉકરડા ફેંદવા માટે મજબૂર | Lions considered the pride of the coun…

May 14, 2026
આરટીઇ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં 1125 સામે 1066 પ્રવેશ કન્ફર્મ | 1066 admissions confirmed against 1125…
GUJARAT

આરટીઇ અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં 1125 સામે 1066 પ્રવેશ કન્ફર્મ | 1066 admissions confirmed against 1125…

May 14, 2026
અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા : રૂ.બે નો ધરખમ વધારો | India drinks Amul milk: A steep increase of Rs 2
GUJARAT

અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા : રૂ.બે નો ધરખમ વધારો | India drinks Amul milk: A steep increase of Rs 2

May 14, 2026
Next Post
સુરત પાલિકાની મિલ્કતને નુકશાન કરતા પ્લોટ માફિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વિપક્ષની રજુઆત | SM…

સુરત પાલિકાની મિલ્કતને નુકશાન કરતા પ્લોટ માફિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા વિપક્ષની રજુઆત | SM...

ગાંધીનગરમાં આરોગ્યકર્મીઓનું આંદોલન યથાવત્, ‘જ્યાં સુધી ઠરાવ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે’ |…

ગાંધીનગરમાં આરોગ્યકર્મીઓનું આંદોલન યથાવત્, 'જ્યાં સુધી ઠરાવ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે' |...

વડોદરામાં મકરપુરા જીઆઇડીસીની કંપનીમાંથી 1.75 લાખની ચોરી | Rs 1 75 lakh stolen from Makarpura GIDC co…

વડોદરામાં મકરપુરા જીઆઇડીસીની કંપનીમાંથી 1.75 લાખની ચોરી | Rs 1 75 lakh stolen from Makarpura GIDC co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક સિક્કામાંથી નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરનાર શખ્સ એસઓજીની ટીમના હાથે ઝડપાયો : સપ્લાયરનુ…

જામનગર નજીક સિક્કામાંથી નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરનાર શખ્સ એસઓજીની ટીમના હાથે ઝડપાયો : સપ્લાયરનુ…

9 months ago
અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, 6 જેટલાં મકાન-દીવાલ ધરાશાયી, ધારીમાં આધેડ મહિલાનું મોત | Around 6 hou…

અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર, 6 જેટલાં મકાન-દીવાલ ધરાશાયી, ધારીમાં આધેડ મહિલાનું મોત | Around 6 hou…

6 months ago
ભારત ધૈર્ય રાખે, થોડા દિવસોમાં પત્તાના મહેલ જેમ તૂટી જશે ‘ટ્રમ્પ નીતિ’, વિશ્વના જાણીતા એક્સપર્ટની સલ…

ભારત ધૈર્ય રાખે, થોડા દિવસોમાં પત્તાના મહેલ જેમ તૂટી જશે ‘ટ્રમ્પ નીતિ’, વિશ્વના જાણીતા એક્સપર્ટની સલ…

9 months ago
છેલ્લા 4 માસમાં ડોલર સામે રૂપિયો નબળો પડતા શિપની કિંમતમાં વધારો | Ship prices have increased as the …

છેલ્લા 4 માસમાં ડોલર સામે રૂપિયો નબળો પડતા શિપની કિંમતમાં વધારો | Ship prices have increased as the …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News