gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વલસાડના ભીલાડમાં LPG ગેસ ચોરીનું મોટું નેટવર્ક ચલાવતા 3 ઝડપાયા, ટેન્કર-સિલિન્ડર સહિત 63 લાખનો મુદ્દા…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2026
in GUJARAT
0 0
0
વલસાડના ભીલાડમાં LPG ગેસ ચોરીનું મોટું નેટવર્ક ચલાવતા 3 ઝડપાયા, ટેન્કર-સિલિન્ડર સહિત 63 લાખનો મુદ્દા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Valsad SOG Busts LPG Theft Racket Near Bhilad: વલસાડ જિલ્લાના ભીલાડ નજીક સર્વિસ રોડ પર LPG ગેસની ચોરી અને ગેરકાયદે રિફિલિંગ કરતું મોટું નેટવર્ક વલસાડ જિલ્લા SOGએ પકડી પાડ્યું છે. આ કાર્યવાહી દરમિયાન ટેન્કર, પિકઅપ વાહન, ગેસના સિલિન્ડરો તેમજ ગેરકાયદે રિફિલિંગ માટે ઉપયોગમાં લેવાતી પાઇપ સહિત કુલ 63 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે ભીલાડ પોલીસે ત્રણ શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ભીલાડ નજીક LPG ગેસ ચોરીનું મોટું નેટવર્ક પકડાયું

મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લાના પીપોદ વિસ્તારથી LPG ગેસ ભરેલું ટેન્કર સરીગામ સ્થિત શિવ શક્તિ ગેસ પ્લાન્ટ તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન ભીલાડ નજીક હાઇવે પાસે આવેલા સર્વિસ રોડ પર ટેન્કર ઊભું રાખીને તેમાં રહેલો ગેસ ગેરકાયદે રીતે નાના સિલિન્ડરોમાં ભરવામાં આવી રહ્યો હતો. જેમાં પિકઅપ વાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટેન્કરમાંથી પાઇપ મારફતે ગેસ સીધો સિલિન્ડરોમાં ભરવામાં આવતો હતો અને ત્યારબાદ આ સિલિન્ડરો પિકઅપમાં મૂકવામાં આવી રહ્યા હતા. આ રીતે ગેસની ચોરી કરીને તેને કાળા બજારમાં વેચવાનો મોટો રેકેટ ચાલતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પિકઅપ અને સિલિન્ડર સહિત 63 લાખનો મુદ્દામાલ જપ્ત

વલસાડ જિલ્લા SOGને આ અંગે બાતમી મળી હતી કે, ભીલાડ નજીક ગેસના ટેન્કરમાંથી ગેરકાયદે રીતે ગેસ ઉતારીને સિલિન્ડરોમાં ભરવાની કામગીરી ચાલી રહી છે. બાતમીના આધારે SOGની ટીમે સ્થળ પર રેડ કરી હતી. રેડ દરમિયાન ટીમે ટેન્કર, પિકઅપ, ભરેલા અને ખાલી સિલિન્ડરો તેમજ ગેસ રિફિલિંગ માટે વપરાતી પાઇપો અને અન્ય સાધનો કબજે કર્યા હતા.

સ્થળ પરથી મળેલા પુરાવા અને પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, ટેન્કરનો ડ્રાઇવર જ આ સમગ્ર કારસ્તાનમાં સંડોવાયેલો હોઈ શકે છે. પોલીસે ડ્રાઇવરને ઝડપી તેની પૂછપરછ શરૂ કરી છે. સાથે જ આ ગેસ ચોરીના નેટવર્કમાં અન્ય કોણ-કોણ સામેલ છે, ક્યાં-ક્યાં ગેસ સપ્લાય થતો હતો અને કેટલા સમયથી આ ધંધો ચાલી રહ્યો હતો તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસે શું કહ્યું? 

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, ટેન્કરમાંથી ગેસની ચોરી કરવી માત્ર ગુનો જ નથી, પરંતુ તે અત્યંત જોખમી પણ છે. LPG ગેસ ખૂબ જ જ્વલનશીલ હોવાથી ખોટી રીતે ટ્રાન્સફર કરતી વખતે આગ લાગવાની કે વિસ્ફોટ થવાની શક્યતા રહે છે. ભીલાડ જેવા વ્યસ્ત વિસ્તારમાં આવી ગેરકાયદે કામગીરીથી મોટો અકસ્માત સર્જાઈ શકે તેમ હતો. જો સમયસર SOG દ્વારા કાર્યવાહી ન કરવામાં આવી હોત તો અનેક લોકોના જીવ જોખમમાં મૂકાઈ શકતા હતા.

આ પણ વાંચો: એક તરફ કંપનીઓને દંડ ફટકારતું AMC હવે ખુદ 6.90 લાખ નંગ પ્લાસ્ટિકની થેલી ખરીદશે

પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, ટેન્કરમાંથી થોડો થોડો ગેસ ઉતારીને સિલિન્ડરોમાં ભરવામાં આવતો હતો જેથી ટેન્કર ગંતવ્ય સ્થળે પહોંચે ત્યારે મોટી ગેરરીતિ તરત ધ્યાનમાં ન આવે. આ રીતે લાંબા સમયથી ગેસની ચોરી કરવામાં આવતી હોય તેવી પણ શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે.

ત્રણ આરોપી ઝડપાયા

પોલીસે ટેન્કર ચાલક ઉત્તર પ્રદેશના રહેવાસી ભીમ શિવકુમાર યાદવ, હેરફેરીમાં સંડોવાયેલા સુરેશ પ્રકાશ ગોદારા(રહે.કરમબેલી) અને અશોક બાબુરામ ગોદારા(રહે.સરીગામ) સામે BNS કલમ 306, 287, 54 તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ 3 અને 7 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત બે પિકઅપ ટેમ્પોના ચાલકો અને સ્થાનિક લોકો, જે ગેસ ચોરી, છૂટક મજૂરી તેમજ ગેસના બાટલામાં વાલ્વ અને નોઝલ રિપેરિંગનું કામ કરતા હતા, તેમની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે. 

મિડલ ઈસ્ટમાં તણાવની સ્થિતિ વચ્ચે ગેસની ચોરી અને કાળા બજારીની ઘટના

હાલમાં દેશભરમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવોમાં વધારો અને સપ્લાયમાં અછત જોવા મળી રહી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓને કારણે ગેસ અને ઇંધણના બજારમાં અસ્થિરતા વધી છે. આવી સ્થિતિમાં ગેસની ચોરી અને કાળા બજારનો ધંધો વધુ વધે તેવી ભીતિ રહે છે.

સરકાર અને સામાન્ય જનતા બંને ગેસના વધતા ભાવ અને પુરવઠાની સમસ્યાથી પરેશાન છે, ત્યારે આવા તત્ત્વો ગેરકાયદે રીતે ગેસની ચોરી કરીને પોતાના ફાયદા માટે કાળા બજારનું નેટવર્ક ઊભું કરે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓના કારણે સરકારને આવકમાં નુકસાન થાય છે, સાથે જ સામાન્ય ગ્રાહકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો: અટલાદરા વિસ્તારમાં ખુલ્લેઆમ ગેસ ડિલિવરીના ટેમ્પામાં સિલિન્ડર રિફિલિંગ કરવાનું કૌભાંડ પકડાયું

વલસાડ જિલ્લા SOGની આ કામગીરીને મહત્ત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. પોલીસે હાલમાં સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટેન્કર માલિક, પિકઅપ માલિક અને ગેસના સિલિન્ડરો ક્યાં પહોંચાડવામાં આવતા હતા તે અંગે પણ તપાસ ચાલી રહી છે. આવનારા દિવસોમાં આ ગેસ ચોરીના રેકેટમાં વધુ લોકોના નામ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

12 કલાકમાં દિલ્હીથી મુંબઈ? ગુજરાતમાં નવા 8 લેન રોડ પર ટ્રાયલ શરૂ, જાણો એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ્સ | God…
GUJARAT

12 કલાકમાં દિલ્હીથી મુંબઈ? ગુજરાતમાં નવા 8 લેન રોડ પર ટ્રાયલ શરૂ, જાણો એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ્સ | God…

April 16, 2026
સુરત: પ્રસાદીના બહાને ઝેર આપી પરિવારની હત્યાનો પ્રયાસ, પડોશણ મહિલાએ જ કાવતરું રચ્યું હોવાનો ખુલાસો |…
GUJARAT

સુરત: પ્રસાદીના બહાને ઝેર આપી પરિવારની હત્યાનો પ્રયાસ, પડોશણ મહિલાએ જ કાવતરું રચ્યું હોવાનો ખુલાસો |…

April 16, 2026
સુરત: બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં પૂનમ ભદોરિયા હાઈકોર્ટ પહોંચી, FIR રદ કરવા અને જામીન માટે …
GUJARAT

સુરત: બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસમાં પૂનમ ભદોરિયા હાઈકોર્ટ પહોંચી, FIR રદ કરવા અને જામીન માટે …

April 16, 2026
Next Post
દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, સ્પાઈસ જેટ વિમાનની પાંખ અકાસા એરના પ્લેન સાથે ટકરાઈ, તમામ મુસાફ…

દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, સ્પાઈસ જેટ વિમાનની પાંખ અકાસા એરના પ્લેન સાથે ટકરાઈ, તમામ મુસાફ...

વડોદરાના શિક્ષક સુનિલ પટેલે સાઇકલિંગમાં બનાવ્યો ત્રીજો રાષ્ટ્રીય રેકોર્ડ | Vadodara teacher Sunil Pa…

વડોદરાના શિક્ષક સુનિલ પટેલે સાઇકલિંગમાં બનાવ્યો ત્રીજો રાષ્ટ્રીય રેકોર્ડ | Vadodara teacher Sunil Pa...

અમરાવતી યૌન કેસ: 19 વર્ષના ‘શિકારી’એ 180 સગીરાને ફસાવી, 350 અશ્લીલ વીડિયો બનાવી કર્યું બ્લેકમેલિંગ |…

અમરાવતી યૌન કેસ: 19 વર્ષના 'શિકારી'એ 180 સગીરાને ફસાવી, 350 અશ્લીલ વીડિયો બનાવી કર્યું બ્લેકમેલિંગ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણીગેટમાં ગાંજાની ડિલિવરી માટે ઊભેલા બે યુવકો ઝડપાયા | Two youths arrested for delivering marijuana…

પાણીગેટમાં ગાંજાની ડિલિવરી માટે ઊભેલા બે યુવકો ઝડપાયા | Two youths arrested for delivering marijuana…

5 months ago
રેલવેના સ્ટોર રૃમને જ દારૃનું ગોડાઉન બનાવ્યું રેલવે કર્મચારી અને RPF HCના પુત્રની દારૃના ધંધામાં સંડ…

રેલવેના સ્ટોર રૃમને જ દારૃનું ગોડાઉન બનાવ્યું રેલવે કર્મચારી અને RPF HCના પુત્રની દારૃના ધંધામાં સંડ…

8 months ago
સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો: 4,36,000 લાખ ક્યુસેક પાણી છોડવાની જાહેરાત | Sardar Sarovar …

સરદાર સરોવર ડેમની જળસપાટીમાં ધરખમ વધારો: 4,36,000 લાખ ક્યુસેક પાણી છોડવાની જાહેરાત | Sardar Sarovar …

9 months ago
સુરતની સિવિલ હૉસ્પિટલ ફરી વિવાદમાં, આસારામના ફોટા સાથે આરતી કરતાં વિવાદ | surat hospital asaram phot…

સુરતની સિવિલ હૉસ્પિટલ ફરી વિવાદમાં, આસારામના ફોટા સાથે આરતી કરતાં વિવાદ | surat hospital asaram phot…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News