gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહીસાગરના કોઠંબામાં સગી દીકરીએ પ્રેમી સાથે મળીને માતાને મોતને ઘાટ ઉતારી, હત્યા છુપાવવા મૃતદેહ તળાવમા…

G METRO NEWS by G METRO NEWS
April 18, 2026
in GUJARAT
0 0
0
મહીસાગરના કોઠંબામાં સગી દીકરીએ પ્રેમી સાથે મળીને માતાને મોતને ઘાટ ઉતારી, હત્યા છુપાવવા મૃતદેહ તળાવમા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mahisagar News: મહીસાગર જિલ્લાના કોઠંબા પોલીસ સ્ટેશનની ટીમે એક અત્યંત જટિલ અને ચકચારી હત્યાકાંડનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે. કમાલપુરના નાકા તળાવમાંથી મળી આવેલી મહિલાની લાશના ગુનામાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. જેમાં સગી દીકરીએ જ પ્રેમી સાથે મળી માતાની હત્યા કરાવી હોવાનું બહાર આવ્યું છે. મૃતકની દીકરીએ પ્રેમ સંબંધમાં આડખીલી બનતી માતાની પ્રેમી અને અન્ય ચાર મિત્રો સાથે મળી હત્યા નીપજાવી છે. સમગ્ર મામલે પોલીસે દીકરી સહિત 6ની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.

આ ગુનાની પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક પિન્કીબેન બારીયાએ પોતાની દીકરીનું લગ્ન અન્ય જગ્યાએ નક્કી કર્યું હતું. જોકે, દીકરીને કમલેશ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી આ લગ્ન તેને મંજૂર નહોતા. કમલેશે અગાઉ આ લગ્નમાં વિઘ્ન ઊભું કરી લગ્ન તોડાવ્યા હતા. લગ્ન બાબતે ચાલી રહેલી તકરારમાં દીકરીએ પોતાની માતાને રસ્તાનો કાંટો સમજી તેને હટાવવા માટે પોતાના પ્રેમી કમલેશને ઉશ્કેરણી કરી હતી. હત્યાને અંજામ આપવા માટે દીકરી, તેનો પ્રેમી કમલેશ, અન્ય મિત્રો અને ખુદ મૃતક મહિલાના પ્રેમી જયેશે ભેગા મળી ગુનાહિત કાવતરું રચ્યું હતું.

શું હતો સમગ્ર મામલો?

પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, પંચમહાલના શહેરા તાલુકાના નવા ખાંધવા ગામના પિન્કીબેન વિક્રમભાઈ બારીયા વિધવા હતા. પિન્કીબેને તેમની દીકરીના લગ્ન ધારાપુર ખાતે નક્કી કર્યા હતા, પરંતુ દીકરીને ગામના જ કમલેશ સાથે પ્રેમ સંબંધ હોવાથી તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જોકે, પિન્કીબેને દીકરીને નક્કી કરેલા જગ્યાએ જ લગ્ન કરવા દબાણ કરતા અંતે દીકરીએ પ્રેમી કમલેશને માતાને રસ્તામાંથી હટાવી દેવા કહ્યું હતું. આ પછી કમલેશે તેના સાથી મિત્રો તથા મૃતક મહિલાના પ્રેમી જયેશભાઈ સાથે મળીને હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. જેમાં ઘટનાની રાત્રે જયેશે પિન્કીબેનને બાજરીના ખેતરમાં બોલાવ્યા બાદ અગાઉથી નક્કી કર્યા મુજબ ખેતરમાં હાજર સાથી મિત્રોમાંથી એક મિત્રની બુટની દોરી કાઢી ગળે મહિલાને ટૂંપો આપી હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે મોટર સાયકલ મારફતે મૃતદેહને મહીસાગરના કોઠંબા તાલુકાના કમાલપુર ખાતે આવેલા નાકા તળાવમાં ફેંકી દેવામાં આવ્યો હતો. જો કે, તળાવમાંથી લાશ મળતાં ધામણીયાના ઉપસરપંચે કોઠંબા પોલીસને જાણ કરી હતી. 

આ પણ વાંચો: ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, બે જૂથો વચ્ચે અથડામણ અને આગચંપી

સમગ્ર મામલે કોઠંબા પોલીસ હરકતમાં આવી હતી. જેમં પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી કડીઓ જોડી હતી. સઘન તપાસના અંતે પોલીસે મૃતકની દીકરી અને તેના પ્રેમી સહિતના તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
‘AAPની સભામાં ગયા તો રાશન બંધ!’ ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ- ‘સરપંચો અને ગ્રામજનોને ધમકાવાય છે’ | Chai…

'AAPની સભામાં ગયા તો રાશન બંધ!' ચૈતર વસાવાનો ગંભીર આક્ષેપ- 'સરપંચો અને ગ્રામજનોને ધમકાવાય છે' | Chai...

‘વિપક્ષે મહિલા અનામત બિલને રોક્યું, પરંતુ અમારી લડાઈ શરૂ રહેશે’, તમિલનાડુમાં બોલ્યા PM મોદી | tamiln…

'વિપક્ષે મહિલા અનામત બિલને રોક્યું, પરંતુ અમારી લડાઈ શરૂ રહેશે', તમિલનાડુમાં બોલ્યા PM મોદી | tamiln...

નરોડા પોલીસે રોકડ, મોબાઇલ અને વાહન સહિત 23.48 લાખના મુદ્દામાલ સાથે આઠની ધરપકડ | naroda police nabbed…

નરોડા પોલીસે રોકડ, મોબાઇલ અને વાહન સહિત 23.48 લાખના મુદ્દામાલ સાથે આઠની ધરપકડ | naroda police nabbed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરકાર ગોથે ચડી: પહેલા 7 પછી 20 અને હવે 3 દિવસમાં ખેતી નુકસાનીનો સર્વે કરવા સૂચના | gujarat govt Rush…

સરકાર ગોથે ચડી: પહેલા 7 પછી 20 અને હવે 3 દિવસમાં ખેતી નુકસાનીનો સર્વે કરવા સૂચના | gujarat govt Rush…

10 months ago
મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…

મહારાષ્ટ્ર: નાસિકમાં દર્દનાક અકસ્માત, કાર કૂવામાં ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના મોત | Maharashtra T…

5 months ago
લાફાનો બદલો લેવા ધો.9ના વિદ્યાર્થીએ તમંચો કાઢીને શિક્ષકને ગોળી ધરબી દીધી, ઉત્તરાખંડની ચોંકાવનારી ઘટના

લાફાનો બદલો લેવા ધો.9ના વિદ્યાર્થીએ તમંચો કાઢીને શિક્ષકને ગોળી ધરબી દીધી, ઉત્તરાખંડની ચોંકાવનારી ઘટના

1 year ago
કારેલીબાગમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા | Five gamblers caught gambling in Karelibaug

કારેલીબાગમાં જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા | Five gamblers caught gambling in Karelibaug

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News