gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નર્મદા: કચરો વીણતા શ્રમિકની અનોખી દેશભક્તિ, સાઈકલ લારી પર ત્રણેય પક્ષના ઝંડા લગાવી ફેલાવી રહ્યો છે મ…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in GUJARAT
0 0
0
નર્મદા: કચરો વીણતા શ્રમિકની અનોખી દેશભક્તિ, સાઈકલ લારી પર ત્રણેય પક્ષના ઝંડા લગાવી ફેલાવી રહ્યો છે મ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Local Body Elections 2026: લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં જ્યારે મોટા નેતાઓ અને પક્ષો એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવામાં વ્યસ્ત છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે નર્મદા જિલ્લામાંથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે સૌના દિલ જીતી લીધા છે. કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવતા એક સામાન્ય શ્રમિકે પક્ષપાત ભૂલીને ‘મતદાન જાગૃતિ’નું જે અભિયાન છેડ્યું છે, તે અત્યારે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યું છે.

સાઈકલ લારી પર લગાવ્યા રાજકીય પાર્ટીના ઝંડા

નર્મદાના રસ્તાઓ પર અત્યારે એક અનોખી સાઈકલ લારી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ લારી કોઈ મોટા નેતાની નથી, પરંતુ આખો દિવસ કચરો વીણતા એક જાગૃત નાગરિકની છે. તેની સાઈકલ લારી પર રાજકીય પાર્ટીના ઝંડા લહેરાઈ રહ્યા છે. કોઈ એક પક્ષનો પ્રચાર કરવાને બદલે તેઓ લોકોને માત્ર એક જ સંદેશ આપી રહ્યા છે કે, ‘ગમે તે પક્ષને આપો, પણ મતદાન અચૂક કરો.’

‘મને કોઈ પક્ષ પૈસા નથી આપતો, મારે જનતાને જગાડવી છે’

જ્યારે આ શ્રમિકને તેમની આ અનોખી પહેલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે અત્યંત ગહન જવાબ આપ્યો. તેમણે કહ્યું, ‘હું ચાર દીકરાનો પિતા છું અને કચરો વીણીને ઘર ચલાવું છું. મને કોઈ રાજકીય પક્ષ સાથે લેવાદેવા નથી કે કોઈ મને પૈસા નથી આપતું. મારો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે લોકો મને અને આ ઝંડાઓને જોઈને યાદ કરે કે ચૂંટણી આવી રહી છે અને આપણે વોટ આપવા જવાનું છે. જે પાર્ટી દેશ અને સમાજનું ભલું કરે તે સત્તામાં આવવી જોઈએ.’

આ પણ વાંચો: ચૂંટણી ટાણે જ ભાજપમાં જૂથવાદનો વિસ્ફોટ; સોશિયલ મીડિયામાં મોરચો ખોલ્યો, વિપક્ષો ગેલમાં

એરકન્ડિશન રૂમમાં બેસતા લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો

જે વ્યક્તિ પાસે રહેવા માટે પાકું મકાન નથી અને જેનો આખો દિવસ ગંદકી અને કચરા વચ્ચે વીતે છે, તેની આ લોકશાહી પ્રત્યેની સમજણ અને નિષ્ઠા જોઈને મોટા ગજાના લોકો પણ અચરજમાં છે. નર્મદા જિલ્લામાં અત્યારે ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. રાત્રિ દરમિયાન ખાટલા બેઠકો અને ડોર-ટુ-ડોર પ્રચારથી રાજકારણ ગરમાયું છે, પરંતુ આ શ્રમિકે સાબિત કરી દીધું છે કે લોકશાહીમાં સૌથી મોટો ‘રાજા’ જાગૃત મતદાર છે.

નર્મદામાં ત્રિપાંખિયો જંગ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં આ વખતે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. તમામ પક્ષો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ રાજકીય પક્ષોના પ્રચાર વચ્ચે આ શ્રમિકનું ‘નિરપેક્ષ અભિયાન’ લોકોમાં ભારે આદર જન્માવી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે આ જાગૃતિની અસર મતદાનના દિવસે કેટલી જોવા મળે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
વડોદરાના ડભોઈ રોડ પર દારૂના કટીંગની તૈયારી કરતા બે આરોપી ઝડપાયા | Two accused arrested while prepari…

વડોદરાના ડભોઈ રોડ પર દારૂના કટીંગની તૈયારી કરતા બે આરોપી ઝડપાયા | Two accused arrested while prepari...

હલધર ગૃપના રોકાણકારો હજી રડે છે અને 6:30 કરોડની વસુલાત માટે બેંક મિલકતોની હરાજી કરશે | Haldhar Group…

હલધર ગૃપના રોકાણકારો હજી રડે છે અને 6:30 કરોડની વસુલાત માટે બેંક મિલકતોની હરાજી કરશે | Haldhar Group...

પોર GIDCની ફાઇબર કંપનીમાં આગ, ગેસ સિલિન્ડરનો જથ્થો શિફ્ટ કરી દુર્ઘટના ટાળી | Fire breaks out at Por …

પોર GIDCની ફાઇબર કંપનીમાં આગ, ગેસ સિલિન્ડરનો જથ્થો શિફ્ટ કરી દુર્ઘટના ટાળી | Fire breaks out at Por ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં સ્માર્ટ મીટરનું ભૂત ફરી ધૂણ્યું : દંતેશ્વરમાં સ્માર્ટ મીટર લગાવતા લોકોનો હોબાળો | Uproar a…

વડોદરામાં સ્માર્ટ મીટરનું ભૂત ફરી ધૂણ્યું : દંતેશ્વરમાં સ્માર્ટ મીટર લગાવતા લોકોનો હોબાળો | Uproar a…

10 months ago
સુરેન્દ્રનગર: વીજપોલ પડી જતાં સાયલાના 3 ગામોમાં 12 કલાકથી ‘વીજળી ગૂલ’, ગ્રામજનો PGVCL કચેરી પહોંચ્યા…

સુરેન્દ્રનગર: વીજપોલ પડી જતાં સાયલાના 3 ગામોમાં 12 કલાકથી ‘વીજળી ગૂલ’, ગ્રામજનો PGVCL કચેરી પહોંચ્યા…

4 months ago
શ્રીલંકાને પછાડીને ભારત ચાની નિકાસમાં વિશ્વનો બીજો સૌથી મોટો દેશ | India overtakes Sri Lanka to beco…

શ્રીલંકાને પછાડીને ભારત ચાની નિકાસમાં વિશ્વનો બીજો સૌથી મોટો દેશ | India overtakes Sri Lanka to beco…

1 year ago
BSFના 2 ઊંટ દળ ગુજરાતના મહેમાન બન્યા, 52 ઊંટ સાથે એકતા પરેડમાં ભાગ લેશે | 2 camel contingents of BSF…

BSFના 2 ઊંટ દળ ગુજરાતના મહેમાન બન્યા, 52 ઊંટ સાથે એકતા પરેડમાં ભાગ લેશે | 2 camel contingents of BSF…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News