gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

Explainer: ઈઝરાયલ ભારતના 5000 લોકોને એરલિફ્ટ કરીને તેલ અવીવ કેમ લઈ જઈ રહ્યા છે? જાણો ‘ખાસ ઓપરેશન’ | …

G METRO NEWS by G METRO NEWS
April 24, 2026
in INDIA
0 0
0
Explainer: ઈઝરાયલ ભારતના 5000 લોકોને એરલિફ્ટ કરીને તેલ અવીવ કેમ લઈ જઈ રહ્યા છે? જાણો ‘ખાસ ઓપરેશન’ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Israel Airlifting 5000 People from Manipur : ઈઝરાયલ અત્યારે ભારતમાં એક ખાસ ઓપરેશન ચલાવી રહ્યું છે. અહેવાલો અનુસાર, આ મિશન હેઠળ મણિપુરના અંદાજે 5000 લોકોને ઈઝરાયલના તેલ અવીવમાં વસાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે, આ તમામ લોકો એક જ સમુદાય એટલે કે ‘બનેઈ મેનાશે’ સમુદાયના છે. ગુરુવારે ઈઝરાયલ સરકારે આ ઓપરેશન હેઠળ અંદાજે 250 લોકોની પ્રથમ બેચને દિલ્હી થઈને તેલ અવીવ પહોંચાડી છે, જેના કારણે આ ખાસ ઓપરેશન ચર્ચામાં આવ્યું છે.

તેલ અવીવમાં ‘બનેઈ મેનાશે’ સમુદાયને વસાવવાની કવાયત

ઈઝરાયલ દ્વારા આ ઓપરેશનને ‘ઓપરેશન વિંગ્સ ઑફ ડોન’ (Operation Wings of Dawn) નામ આપવામાં આવ્યું છે. ગયા વર્ષે બેન્જામિન નેતન્યાહુ સરકારે ભારતથી આ સમુદાયના અંદાજે 4,600 લોકોના ઈમિગ્રેશન માટે ફંડ આપવાની જાહેરાત કરી હતી. છેલ્લા બે દાયકામાં અંદાજે 5000 લોકોને પહેલા જ ઈઝરાયલ લઈ જવામાં આવ્યા છે. ઈઝરાયલના ઈમિગ્રેશન મંત્રી ઓફિર સોફરે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સમગ્ર સમુદાયને વસાવવાની શરૂઆત છે અને દર વર્ષે અંદાજે 1200 લોકોને ત્યાં લઈ જવામાં આવશે.

આ પણ વાંચો : આમ આદમી પાર્ટીમાં ભંગાણ: રાઘવ ચઢ્ઢા સહિત ત્રણ સાંસદના રાજીનામા, ભાજપમાં જોડાવાની જાહેરાત

કોણ છે બનેઈ મેનાશે સમુદાયના લોકો?

બનેઈ મેનાશે સમુદાયના મૂળ બાઇબલમાં વર્ણવેલ પ્રાચીન ઈઝરાયલની 12 જનજાતિઓમાંથી એક સાથે જોડાયેલા માનવામાં આવે છે. આ લોકો પોતાને બાઇબલની ‘લોસ્ટ ટ્રાઈબ’ એટલે કે ‘ખોવાયેલી જનજાતિ’ઓમાંથી એક ગણાવે છે. આ સમુદાય પોતાને યૂસુફના પુત્ર મેનાશેના વંશજ માને છે. ઈતિહાસમાં જોઈએ તો, 722 ઈસા પૂર્વે એસીરિયન શાસકોએ આ જનજાતિને દેશનિકાલ કરી હતી. ત્યારબાદ સદીઓ સુધી આ લોકો પર્શિયા, અફઘાનિસ્તાન, તિબેટ અને ચીન થઈને આશરે 10,000 લોકો ભારતના પૂર્વોત્તરમાં પહોંચ્યા અને મણિપુર તથા મિઝોરમમાં સ્થાયી થયા.

ભારતમાં કુકી જનજાતિનો હિસ્સો

ભારતમાં આ સમુદાયના લોકો કુકી જનજાતિનો ભાગ છે. જોકે મોતાભાગના કુકી લોકો ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂક્યા છે, પરંતુ બનેઈ મેનાશે સમુદાય યહૂદી ધર્મ અને પરંપરાઓનું પાલન કરે છે. ભારતમાં યહૂદીઓને હંમેશા સુરક્ષાવાળું વાતાવરણ મળ્યું છે, તેથી તેઓ અહીં કોઈ પણ ધાર્મિક સમસ્યા વગર રહી શક્યા છે.

આ પણ વાંચો : પંજાબમાં AAPનું ગણિત બગડ્યું! રાઘવ ચઢ્ઢા સહિત અન્ય સાંસદોના પક્ષપલટા પાછળના પાંચ મોટા કારણો

શા માટે ઈઝરાયલ લઈ જવામાં આવી રહ્યા છે?

તેઓને ઈઝરાયલ લઈ જવાનું સૌથી મોટું કારણ સમુદાયનો ધર્મ છે. મણિપુરના દૂરના પહાડી વિસ્તારોમાં ધાર્મિક સુવિધાઓના અભાવે તેઓ પોતાની પરંપરાઓ સંપૂર્ણ રીતે નિભાવી શકતા નથી. સમુદાયના લોકોનું કહેવું છે કે, કેટલીક ધાર્મિક વિધિઓ માટે ઓછામાં ઓછા 10 લોકોના સમૂહ(મિનયાન)ની જરૂર હોય છે, જે અહીં મળવું નથી. આ ઉપરાંત પરંપરાગત ભોજન અને સાંસ્કૃતિક સંસાધનોની અછતની પણ સમસ્યા છે. ઈઝરાયલ જવાની તૈયારીમાં ઘણા લોકો હિબ્રૂ ભાષા પણ શીખી રહ્યા છે. ઈઝરાયલ પહોંચ્યા પછી તેમને નાગરિકતા મેળવવા માટે યહૂદી ધર્મમાં ઔપચારિક રીતે પરિવર્તન કરવું પડશે.

ઈઝરાયલના નિર્ણય પાછળ આર્થિક અને વ્યૂહાત્મક કારણો

ઈઝરાયલ સરકારનું કહેવું છે કે આ સમુદાયને વસાવવાથી દેશના ઉત્તરી અને ગેલીલી વિસ્તારો મજબૂત થશે. જોકે આ નિર્ણય પાછળ આર્થિક અને વ્યૂહાત્મક કારણો પણ જોવામાં આવી રહ્યા છે. ઈઝરાયલ લાંબા સમયથી ગાઝા અને ઈરાન સાથે યુદ્ધ લડી રહ્યું છે, જેના કારણે ત્યાં શ્રમિકોની અછત સર્જાઈ છે. નેપાળ અને થાઈલેન્ડ જેવા દેશોમાંથી આવતા મજૂરો પણ યુદ્ધને કારણે ઘટી ગયા છે. આવી સ્થિતિમાં બનેઈ મેનાશે સમુદાયને વસાવવાથી ત્યાંની લેબરની અછત પૂરી થઈ શકે છે. સાથે જ સરહદી વિસ્તારોમાં આ સમુદાયને વસાવીને ઈઝરાયલ પોતાની વસ્તીનું સંતુલન પણ જાળવી રાખવા માંગે છે. 2023માં ઈઝરાયલ-હમાસ યુદ્ધ દરમિયાન આ સમુદાયના 200થી વધુ લોકો ઈઝરાયલી સેના સાથે જંગ લડી ચૂક્યા છે.

આ પણ વાંચો : પંજાબીઓ સાથે ભાજપે ફરી દગો કર્યો, રાઘવ ચઢ્ઢા મુદ્દે કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પર રાજ્યની માલિકીની ન હોઈ શકે’, સુપ્રીમ કોર્ટમાં જૈન સમુદાયની મહત્ત્વની …
INDIA

‘મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ પર રાજ્યની માલિકીની ન હોઈ શકે’, સુપ્રીમ કોર્ટમાં જૈન સમુદાયની મહત્ત્વની …

April 24, 2026
કાળઝાળ ગરમીમાં રાહતના સમાચાર, આ વર્ષે વહેલું બેસશે ચોમાસું, IMDની તારીખ સાથે આગાહી | India Monsoon 2…
INDIA

કાળઝાળ ગરમીમાં રાહતના સમાચાર, આ વર્ષે વહેલું બેસશે ચોમાસું, IMDની તારીખ સાથે આગાહી | India Monsoon 2…

April 24, 2026
અશોક મિત્તલના ઘરે 15 એપ્રિલે EDના દરોડા, 24 એપ્રિલે ‘કેસરિયા’… શું દબાણમાં AAP છોડી? | Operation L…
INDIA

અશોક મિત્તલના ઘરે 15 એપ્રિલે EDના દરોડા, 24 એપ્રિલે ‘કેસરિયા’… શું દબાણમાં AAP છોડી? | Operation L…

April 24, 2026
Next Post
Paytm પેમેન્ટ્સ બેંકનું લાયસન્સ રદ, RBIની મોટી કાર્યવાહી, ગ્રાહકો પર શું થશે અસર? | rbi cancels payt…

Paytm પેમેન્ટ્સ બેંકનું લાયસન્સ રદ, RBIની મોટી કાર્યવાહી, ગ્રાહકો પર શું થશે અસર? | rbi cancels payt...

અમદાવાદ: મિહિર પરીખ સામે નોંધાઈ વધુ 4 ફરિયાદ, શેરબજાર અને સોનામાં રોકાણના બહાને 25.60 કરોડની ઠગાઈ | …

અમદાવાદ: મિહિર પરીખ સામે નોંધાઈ વધુ 4 ફરિયાદ, શેરબજાર અને સોનામાં રોકાણના બહાને 25.60 કરોડની ઠગાઈ | ...

‘હું પક્ષપલટો નહીં કરું…’, રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાતાં ગુજરાત AAP એક્શન મોડમાં! સુરતમાં ઉમેદવારો પા…

'હું પક્ષપલટો નહીં કરું...', રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાતાં ગુજરાત AAP એક્શન મોડમાં! સુરતમાં ઉમેદવારો પા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NIA ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા ડૉ. અહેમદ સહિતના ત્રણેય આતંકીઓની પૂછપરછ કરશે | NIA to Question All …

NIA ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા ડૉ. અહેમદ સહિતના ત્રણેય આતંકીઓની પૂછપરછ કરશે | NIA to Question All …

5 months ago
જિ.પ.ની સભા તોફાની ઃ તાલુકામાં કલાર્ક પણ નાણાં લીધા વિના કાગળમાં સહી ન કરતાં હોવાનો વિપક્ષનો આક્ષેપ …

જિ.પ.ની સભા તોફાની ઃ તાલુકામાં કલાર્ક પણ નાણાં લીધા વિના કાગળમાં સહી ન કરતાં હોવાનો વિપક્ષનો આક્ષેપ …

9 months ago
70 વર્ષમાં આવું ક્યારેય નથી થયું, નનકાના સાહિબની યાત્રા અટકાવાતા ભડક્યાં શીખ સંગઠન | Sikh Organizati…

70 વર્ષમાં આવું ક્યારેય નથી થયું, નનકાના સાહિબની યાત્રા અટકાવાતા ભડક્યાં શીખ સંગઠન | Sikh Organizati…

7 months ago
મહીસાગર: ‘પ્રેમ આંધળો હોય છે પણ આવો?’ પ્રેમિકાના દાગીના છોડાવવા સગા ભાઈએ બહેનના જ ઘરે ચોરી કરી! | Ma…

મહીસાગર: ‘પ્રેમ આંધળો હોય છે પણ આવો?’ પ્રેમિકાના દાગીના છોડાવવા સગા ભાઈએ બહેનના જ ઘરે ચોરી કરી! | Ma…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News