![]()
વડોદરા, યાકુતપુરામાં રહેતા ટાયરના વેપારી પર હુમલો કરનાર પિતા પુત્ર તથા તેઓની ઉશ્કેરણી કરનાર આબીદબાપુ સામે સિટિ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
યાકુતપુરા મીનારા મસ્જિદની પાછળ રહેતા સબરેમોઇન સાજીદહુસેન શેખ ટાયરનો ધંધો કરે છે. તેણે સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૪ થી તારીખે રાત્રે સાડા નવ વાગ્યે હંું અને મારો મિત્ર આદીલ મીનારા મસ્જિદની સામે આવેલા મકાનના ઓટલા પર બેસીને મોબાઇલમાં ગેમ રમતા હતા. તે દરમિયાન નઇમુદ્દીન સૈયદ અને તેનો દીકરો અયાન મારી પાસે આવ્યા હતા. આ જગ્યાએ બેસવાનું નહીં તેવું કહીને મને ગાળો બોલી તેઓ મારવા લાગ્યા હતા. નઇમના ભાઇએ પણ મને માર માર્યો હતો. તે દરમિયાન આબીદબાપુ સૈયદ (રહે. યાકુતપુરા) ત્યાં આવી ગયા હતા. તેઓ હુમલાખોરોની ઉશ્કેરણી કરતા હતા. આબીદબાપુએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ આજુબાજુના લોકોએ આવીને મને છોડાવ્યો હતો. આબીદબાપુએ વચ્ચે પડીને મારા પિતા તથા નઇમુદ્દીન વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
બીજા દિવસે હું અને મારો ભાઇ સમીર અમારી દુકાન બંધ કરીને સાંજે સાત વાગ્યે અમારા ઘરે જતા હતા. તે દરમિયાન અયાન સૈયદ અને તેનો ભાઇ નાવેદે ઝઘડાની અદાવત રાખી ગાળો બોલી હુમલો કર્યો હતો.










