Madhya Pradesh Jain News : મધ્યપ્રદેશના નીમચ બાદ હવે ઉજ્જૈનમાં જૈન સ્થાનક પર પથ્થમારો થયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સોમવારે મોડી રાત્રે અજાણ્યા હુમલાખોરોએ જૈન સ્થાનક પર પથ્થરમારો કર્યો હતો, જેનાથી ઈમારતના કાચ તૂટી ગયા છે. મંગળવારે સવારે જૈન સમુદાયના લોકોને તોડફોડના સમાચાર મળતાં જ સ્થાનકની બહાર ભીડ એકઠી થઈ ગઈ હતી અને વિરોધ કર્યો હતો. લોકોએ ચીમનગંજ મંડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. અગાઉ નીમચ અને રતલામમાં પણ હુમલાના કિસ્સા નોંધાયા છે.