![]()
– સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : 25551 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ, આવતીકાલે પરિણામ
– ગરમીના પગલે બપોરે 12 થી 4માં મતદાન મથકો પર પાંખી હાજરી : અંતિમ બે કલાકમાં મતદાનની ટકાવારી વધી
– જેટલું મતદાન નોંધાયું છે. હવે કયો ઉમેદવાર-પક્ષ મેદાન મારી જાય છે તે રહસ્ય પરથી 28 એપ્રિલના પડદો ઉંચકાશે.
અમદાવાદ : ગુજરાતમાં આગ વરસાવતી ગરમી વચ્ચે સ્થાનિક સ્વરાજ્યનું મતદાન સંપન્ન થયું છે. જેમાં ૧૫ મહાનગરપાલિકામાં ૫૦ ટકા, ૩૪ જિલ્લા પંચાયતમાં ૬૨ ટકા, ૨૬૦ તાલુકા પંચાયતમાં ૬૩ ટકા જ્યારે ૮૪ નગરપાલિકામાં ૬૦ ટકા વિધાનસભાની સેમિફાઇલ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલિકા, પંચાયતની કુલ ૯,૨૬૮ બેઠકો ઉપર ૨૫,૫૫૧ ઉમેદવારો ચૂંટણી મેદાને હતા ત્યારે જનપ્રતિનિધિઓને ચૂંટવા માટે ૨.૨૫ કરોડ જેટલા મતદારાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી દરમિયાન કેટલાક મતદાન મથકોમાં સામાન્ય છમકલાં થયા હતા. આ સિવાય મતદાનની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. ગરમીના પ્રકોપને કારણે બપોરે ૧૨થી ૪ દરમિયાન મતદાન મથકોએ પાંખી હાજરી જોવા મળી હતી. પરંતુ અંતિમ બે કલાકમાં મતદારોનું પ્રમાણ વધી ગયું હતું.
૧૫ મહાનગરપાલિકામાંથી વાપીમાં સૌથી વધુ ૬૬ ટકા, મોરબીમાં ૫૯ ટકા જ્યારે અમદાવાદમાં સૌથી ઓછું સરેરાશ ૪૬ ટકા મતદાન નોંધાયું હતું. બીજી તરફ નગરપાલિકામાંથી વાવ-થરાદમાં સૌથી વધુ ૭૫ ટકા, જિલ્લા પંચાયતમાંથી નર્મદામાં સૌથી વધુ ૮૧ ટકા મતદાન નોંધાયું હતું. છેલ્લે ૨૦૨૧માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સરખામણીએ અનેક બેઠકોમાં મતદાનનું પ્રમાણ વધારે રહ્યું હતું. આજે બપોરે ૧૨ અને ત્યારબાદ સાંજે ૪:૩૦થી ૬ દરમિયાન મતદાનનું પ્રમાણ વધારે નોંધાયું હતું. અલબત્ત, કાળઝાળ ગરમીને પગલે અનેક મતદાન મથકોમાં બપોરે ૧૨થી ૪ દરમિયાન કાગડા ઉડયા હતા.
મહાનગરપાલિકામાં થયેલું મતદાન
|
મહાનગર પાલિકા |
૨૦૨૬ |
૨૦૨૧ |
|
અમદાવાદ |
૪૫.૫૯% |
૪૨.૫૧% |
|
સુરત |
૫૨.૮૩% |
૪૭.૧૪% |
|
રાજકોટ |
૪૬.૪૫% |
૫૦.૭૨% |
|
જામનગર |
૫૧.૭૧% |
૫૩.૩૮% |
|
ભાવનગર |
૪૭.૨૬% |
૪૯.૪૬% |
|
વડોદરા |
૪૭.૦૧% |
૪૭.૮૪% |
|
વાપી |
૬૫.૬૮% |
— |
|
નવસારી |
૫૯.૬૮% |
— |
|
મોરબી |
૫૮.૭૫% |
— |
|
નડિયાદ |
૫૬.૫૦% |
— |
|
આણંદ |
૫૫.૨૩% |
— |
|
મહેસાણા |
૫૨.૯૯% |
— |
|
સુરેન્દ્રનગર |
૪૬.૮૪% |
— |
|
ગાંધીધામ |
૪૧.૭૮% |
|
|
પોરબંદર |
૪૧.૬૭% |
— |
(* રાત્રે ૮ સુધી મતદાનની સ્થિતિ.)
કઇ જિલ્લા પંચાયતમાં વધુ મતદાન?
|
જિલ્લા પંચાયત |
સરેરાશ મતદાન |
|
નર્મદા |
૮૦.૫૬% |
|
ડાંગ |
૭૭.૦૧% |
|
તાપી |
૭૬.૩૮% |
|
નવસારી |
૬૯.૬૦% |
|
છોટા ઉદેપુર |
૬૯.૫૯% |










